આત્મહત્યા કરવા જઈ રહેલી યુવતીના દિલ્હી પોલીસે પ્રેમી સાથે કરાવ્યા લગ્ન, જાણો સમગ્ર મામલો

પોલીસે આ રીતે પ્રેમી પંખીડાઓનો મિલાપ કરાવ્યા, કન્યાદાનમાં રૂપમાં દુલ્હા-દુલ્હનને ગિફ્ટ પણ આપી

પોલીસે આ રીતે પ્રેમી પંખીડાઓનો મિલાપ કરાવ્યા, કન્યાદાનમાં રૂપમાં દુલ્હા-દુલ્હનને ગિફ્ટ પણ આપી

 • Share this:
  દીપક બિષ્ટ, નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં પોલીસનો એક અલગ જ ચહેરો સામે આવ્યો છે. અહીંના ગોવિંદપુરી (Govindpuri) વિસ્તારમાં રહેનારા પ્રેમી-પ્રેમિકાની વચ્ચે કોઈ વાતને લઈ અણબનાવ થઈ ગયો. તેનાથી નારાજ યુવતીએ આત્મહત્યા (Suicide)ના ઈરાદાથી પોતાને ઘાયલ કરી દીધી. ત્યારબાદ દિલ્હી પોલીસ (Delhi Police)એ બંને યુવક-યુવતીના લગ્ન (Marriage) કરાવી દીધા. ખાસ વાત એ છે કે પોલીસે કન્યાદાનના રૂપમાં તેમને ગિફ્ટ પણ આપી છે. હવે આ ઘટનાની ચર્ચા સમગ્ર વિસ્તારમાં થઈ રહી છે. લોકો પોલીસના કાર્યની પ્રશંસા પણ કરી રહ્યા છે.

  મળતી જાણકારી મુજબ, યુવતી પોતાના પ્રેમી સાથે કોઈ પણ સ્થિતિમાં લગ્ન કરવા માંગતી હતી. બંનેની વચ્ચે ઝઘડો થવાના કારણે લગ્ન થવા મુશ્કેલ લાગી રહ્યા હતા. આ દરમિયાન 3 ઓક્ટોબરે ગોવિંદપુરી પોલીસ સ્ટેશનમાં પીસીઆરને કૉલ મળ્યો કે એક યુવતી વર્ષા ધીમાન (24)એ લગ્નથી ઇન્કાર કરીને આત્મહત્યા કરવાના ઈરાદાથી પોતાને ઘાયલ કરી દીધી છે. પોલીસને તપાસમાં જાણવા મળ્યું કે સની અને વર્ષા છેલ્લા ત્રણ વર્ષથી સંબંધમાં હતા. બાદમાં તેમની વચ્ચે કોઈ ગેરસમજ ઊભી થઈ, ત્યારબાદ સ્થાનિક પોલીસે બંને પક્ષના પરિવારના સભ્યોને બોલાવીને લગ્ન માટે સહમતિ સધાઈ.

  આ પણ વાંચો, કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા સ્ટાર ક્રિકેટરનું નિધન, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ

  વિવાહનો સ્વીકાર કરતાં સહમતિ સધાઈ

  કાઉન્સિલિંગ બાદ બંને પક્ષોએ વિવાહને લઈને સહમતિ વ્યક્ત કરી. ત્યારબાદ 5 ઓક્ટોબરે આર્ય સમાજ મંદિરમાં લગ્ન થયા અને નવવિવાહિત જોડું આશીર્વાદ લેવા માટે પોલીસ સ્ટેશન પહોંચ્યું. નવવિવાહિત જોડાને પોલીસ સ્ટેશનના સ્ટાફે ‘કન્યાદાન’ અને ઉપહારની સાથે સ્વાગત કર્યું.

  આ પણ વાંચો, મોટા સમાચાર! હવે આવી ગયા ટ્રેક્ટરો માટે નવા નિયમ, ઓક્ટોબર 2021થી થશે લાગુ


  પહેલા પણ સામે આવી ચૂક્યો છે આવો મામલો

  નોંધનીય છે કે, ગત એપ્રિલ મહિનામાં આવા જ પ્રકારના પોલીસના સહયોગથી એક લગ્ન થયા હતા. મૂળે, દિલ્હી સ્થિત કાલકાજીના રહેવાસી કૌશલ અને પૂજાએ લૉકડાઉન દરમિયાન જ સાદગીથી લગ્ન કર્યા હતા. લગ્ન આર્ય સમાજ મંદિરમાં થયા હતા. અહીં સોશિયલ ડિસ્ટન્સિંગનું પૂરું ધ્યાન રાખવામાં આવ્યું હતું. લગ્નમાં પસંદગીના લોકોને બોલાવવામાં આવ્યા હતા. પરંતુ જ્યારે વિદાય થવા લાગી તો તે સમયે ત્યાંથી જવામાં ઘણી તકલીફ આવી રહી હતી. તે સમયે દુલ્હનના પિતાએ પોલીસની મદદ માંગી. પોલીસે પણ આ ખુશીના પ્રસંગે તેમને મુશ્કેલીને સમજતા મદદ કરી. કાલકાજી એસએચઓએ દુલ્હનની વિદાય માટે પોલીસની જિપ્સીની વ્યવસ્થા કરાવી અને તેમાં બેસીને દુલ્હન પોતાના સાસરે ગઈ. અનોખી વિદાય બાદ દુલ્હા-દુલ્હને પોલીસનો આભાર માન્યો.
  Published by:Mrunal Bhojak
  First published: