Home /News /national-international /શ્રદ્ધાના ટુકડા કરવા માટે ઉપયોગમાં લેવાયેલું હથિયાર મળી આવ્યું, શ્રદ્ધાને આપેલી રિંગ પણ મળી
શ્રદ્ધાના ટુકડા કરવા માટે ઉપયોગમાં લેવાયેલું હથિયાર મળી આવ્યું, શ્રદ્ધાને આપેલી રિંગ પણ મળી
પોલીસને મળી મોટી સફળતા
શ્રદ્ધા મર્ડર કેસમાં દિલ્હી પોલીસને મોટી સફળતા મળી છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસે શ્રદ્ધાની હત્યામાં વપરાયેલ હથિયાર કબજે કરી લીધું છે. રિકવરીની સાથે પોલીસે આ હથિયારને CFSL તપાસ માટે મોકલી આપ્યું છે. આ સાથે પોલીસને એક વીંટી પણ મળી આવી છે. આ વીંટી શ્રાદ્ધની છે. મળતી માહિતી મુજબ, શ્રદ્ધાની હત્યા બાદ આફતાબે આ વીંટી તેની બીજી ગર્લફ્રેન્ડને ગિફ્ટ કરી હતી, જે વ્યવસાયે સાઈકોલોજિસ્ટ હતી.

આ પ્રખ્યાત મર્ડર કેસને ચર્ચામાં આવ્યાને એક મહિનાથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ આરોપી કિલર આફતાબ પૂનાવાલાએ શ્રદ્ધાની હત્યા કયા હથિયારથી કરી તે પોલીસ શોધી શકી નથી. આફતાબ શ્રદ્ધાનો બોયફ્રેન્ડ હતો અને તેની કબૂલાત મુજબ તેણે શ્રદ્ધાની હત્યા કર્યા બાદ તેના 35 ટુકડા કરી નાખ્યા હતા. આ ભયાનક હત્યાકાંડ બાદ આફતાબ દરરોજ નવા નવા ખુલાસા કરી રહ્યો છે. જોકે પોલીસને તેની વાત પર શંકા હતી.
આફતાબ જે પ્રકારની માહિતી આપી રહ્યો હતો તેનાથી પોલીસને લાગ્યું કે તે તેમને ભ્રમિત કરીને તપાસને ભટકાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં પોલીસે આફતાબના નાર્કો અને પોલીગ્રાફી ટેસ્ટની પરવાનગી માંગી હતી. પરવાનગી મળ્યા બાદ આફતાબના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા ચાલી રહી છે. દરમિયાન, પોલીસને તે મહત્વપૂર્ણ પુરાવા મળ્યા છે, જે આ કેસમાં મહત્વપૂર્ણ ગણી શકાય.
આરોપીઓની આજે ચોથા તબક્કાની પોલીગ્રાફ તપાસ થશે
શ્રદ્ધા વાલકર હત્યા કેસના આરોપી આફતાબ અમીન પૂનાવાલાના પોલીગ્રાફ ટેસ્ટનો ચોથો તબક્કો આજે યોજાશે. આ પછી જ 5 ડિસેમ્બરે નાર્કો ટેસ્ટ થઈ શકશે. સૂત્રોએ રવિવારે આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે રોહિણી સ્થિત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)માં સોમવાર અને મંગળવારે પોલીગ્રાફ પરીક્ષાના બે સેશન હશે. પૂનાવાલા પોલીગ્રાફ પરીક્ષાના ત્રણ સેશનમાંખી પસાર થઈ ચૂક્યો છે. પોલીગ્રાફ ટેસ્ટને લાઈ ડિટેક્ટર ટેસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. પોલીગ્રાફ ટેસ્ટમાં, શારીરિક ગતિવિધિઓ જેમ કે બ્લડ પ્રેશર, પલ્સ અને શ્વાસનો દર રેકોર્ડ કરવામાં આવે છે અને આ ડેટાનો ઉપયોગ વ્યક્તિ સાચું બોલે છે કે નહીં તે જાણવા માટે કરવામાં આવે છે.
Published by:Priyanka Panchal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર