જામિયા હિંસા : કૉંગ્રેસના પૂર્વ MLA આસિફ સહિત જામિયાના ત્રણ છાત્રો સામે FIR નોંધાઈ

News18 Gujarati
Updated: December 18, 2019, 7:29 AM IST
જામિયા હિંસા : કૉંગ્રેસના પૂર્વ MLA આસિફ સહિત જામિયાના ત્રણ છાત્રો સામે FIR નોંધાઈ
જામિયા હિંસા : કૉંગ્રેસના પૂર્વ MLA આસિફ સહિત જામિયાના ત્રણ છાત્રો પર FIR નોંધાઈ

એફઆઈઆરમાં કહેવાયું છે કે આસિફ ખાન, આશુ ખાન અને કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છેલ્લા બે ત્રણ દિવસથી છાત્રોને ભડકાવી રહ્યા હતા

  • Share this:
નવી દિલ્હી : જામિયા મિલિયા ઇસ્લામિયા (Jamia Milia Islamia)માં સંશોધિત નાગરિકતા કાનૂન (Citizenship Amendment Act)સામે 15 ડિસેમ્બરે થયેલા પ્રદર્શન દરમિયાન થયેલી હિંસા અને આગના મામલામાં દિલ્હી પોલીસે એફઆઈઆર નોંધી છે. આ એફઆઈઆરમાં કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય આસિફ ખાનનું નામ પણ છે. આસિફ સિવાય કેટલાક લોકલ નેતાઓ અને જામિયાના ત્રણ છાત્રાનું નામ પણ FIRમાં આરોપી તરીકે સામેલ કરવામાં આવ્યું છે.

આ FIRમાં જામિયાના ત્રણ છાત્ર નેતા, ત્રણ સ્થાનિક નેતા અને કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્યને પોલીસે આરોપી બનાવ્યા છે. એફઆઈઆર પ્રમાણે સ્થાનિક નેતા આશુ ખાન, મુસ્તફા, હૈદર સિવાય જામિયાના સ્ટુડન્ટ્સ અને છાત્ર સંગઠન આઈસાનો ચંદન કુમાર, સ્ટુડન્ટ્સ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ડિયાનો મેમ્બર અને જામિયાના છાત્ર આસિફ તન્હા અને આપ સમર્થિત છાત્ર સંગઠન છાત્ર યુવા સંઘર્ષ સમિતિથી કાસિમ ઉસ્માનીની પણ ભીડ ભડકાવવાના આરોપમાં FIR નોંધાઈ છે.

આ પણ વાંચો- CAA: અમિત શાહે કહ્યું - આ કાનૂનમાં કોઈની નાગરિકતા લેવાની જોગવાઇ નથી

છાત્રોને ભડકાવી રહ્યો હતો આસિફ ખાન
એફઆઈઆરમાં કહેવાયું છે કે આસિફ ખાન, આશુ ખાન અને કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છેલ્લા બે ત્રણ દિવસથી છાત્રોને ભડકાવી રહ્યા હતા અને છાત્રો વચ્ચે ફરી-ફરીને નારેબાજી કરી રહ્યા હતા. એફઆઈઆરમાં આગળ લખ્યું છે કે બધા NRC અને નાગરિકતા કાનૂન સામે નારેબાજી કરી રહ્યા હતા. પછી પ્રદર્શનકારીઓએ આગજની કરીને પત્થરમારો કર્યો હતો.

આ પહેલા જામિયાની બહાર 15 ડિસેમ્બરે થયેલી બબાલમાં દિલ્હી પોલીસ(Delhi Police) જે યુવકોની ધરપકડ કરી હતી તે 6 આરોપીઓને દિલ્હીની સાકેત કોર્ટે 14 દિવસની ન્યાયિક હિરાસતમાં મોકલી દીધા છે. આ બધા આરોપીઓની ધરપકડ સીસીટીવી ફૂટેજના આધારે ધરપકડ કરી છે.
First published: December 17, 2019, 10:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading