હંમેશા વિશાખાપટ્ટનમથી દિલ્હી આવતી હતી એમ્બ્યુલન્સ, જ્યારે પોલીસે એક દિવસ રોકી તો થયો આ ઘટસ્ફોટ

ડ્રગ્સ

કોવિડ સમયમાં એમ્બ્યુલન્સને જોઇને લોકો શું પોલીસ પણ ઝડપથી રસ્તો આપી દે છે, પણ હાલમાં જ કંઇક તેવું થયું કે પોલીસે પણ થયું કે હવે તો એમ્બ્યુલન્સ પર પણ ભરોસો નથી.

 • Share this:
  દિલ્હીમાં અનેક વાર એમ્બ્યુલન્સ વિશાખાપટ્ટનમથી દિલ્હી આવતી હતી. અંદર રહેલ દર્દી જલ્દી દિલ્હી હોસ્પિટલ પહોંચી જાય તે માટે ડ્રાઇવર સાયરનનો ઉપયોગ કરતો હતો. એમ્બ્યુલન્સ હોવાના કારણે ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સની રસીદ પણ નહતી લાગતી. અને જે સ્પીડથી એમ્બ્યુલન્સ દિલ્હી આવતી તે જ સ્પીડથી તે પાછી વિશાખાપટ્ટનમ પણ જતી રહેતી. પણ એક દિવસ દિલ્હી પોલીસને આ એમ્બ્યુલન્સ વિષે કેટલીક જાણકારી મળી.

  પોલીસે તપાસ કરી તો એમ્બ્યુલન્સ શંકાના દાયરામાં આવી ગઇ. અને તક મળતા જ પોલીસે એમ્બ્યુલન્સને રોકી. અને જ્યારે તલાશી લેવાની શરૂ થઇ તો પોલીસ પણ ચોંકી ગઇ. કારણે અંદર કોઇ દર્દી નહતો પણ મોટી માત્રામાં ડ્રગ્સ હતું.

  વિશાખાપટ્ટનમથી દિલ્હી ડ્રગ્સ લાવવાનો આ ધંધો લાંબા સમયથી ચાલતો હતો જેને દિલ્હીની સ્પેશ્યલ ટીમે પકડી લીધો. આમાંથી 181 કિલો ડ્રગ્સ બરામદ થયું. પોલીસના કહેવા મુજબ આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમથી લઇને દિલ્હી ડ્રગ્સ વહેચવા આવતા અને ડીલ થયા પછી હવાઇ જહારથી પાછો દિલ્હી જતો રહેતો.

  પોલીસ દ્વારા પકડવામાં આવેલા ચાર લોકો


  પેડલર એમ્બ્યુલેન્સથી ડ્રગ્સ લઇને રસ્તાના માર્ગે દિલ્હી પહોંચતા. અને તે ડીલર ડબલ રેટમાં આ ડ્રગ્સ બીજા લોકોને વેચી દેતા. પોલીસ મુજબ પકડાયેલી ડ્રગ્સની કિંમત પોણા બે કરોડની આસપાસ હોવાની સંભાવના છે.

  વધુ વાંચો : શું તમારા વાળ ખરી રહ્યા છે? તો અપનાવો ડુંગળી અને એલોવેરાનો આ ઉપચાર

  આ ગેંગને પકડતા તેણે પોલીસને જણાવ્યું કે એક વ્યક્તિ દર્દી બનીને એમ્બ્યુલન્સમાં પડ્યો રહ્તો. અને પછી એમ્બ્યુલન્સ સાયનર વગાડતી વિશાખાપટ્ટનમથી દિલ્હી જતી રહેતી. એમ્બ્યુલન્સ હોવાના કારણે તેને કોઇ રોકતું પણ નહીં ના જ કોઇ તેને કંઇ પુછતું. આ કારણે તેમનું કામ સરળ થઇ ગયું.

  ગત આઠ થી દસ વર્ષથી આ ગેંગ આ રીતે ડ્રગ્સની ખેપ અહીંથી ત્યાં કરતા હતા. પોલીસે હાલ આ મામલે 4 લોકોની ધરપકડ કરીની તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે જ્યારથી બોલિવૂડ ડ્રગ્સ વિવાદ ચર્ચામાં આવ્યો છે ત્યારથી ડ્રગ્સ મામલે પોલીસ અને નાર્કોટિક વિભાગ સઘન કાર્યવાહી કરી રહ્યું છે. અને આ ઘટનાની જેમ જ અનેક નવી જાણકારી આ ડ્રગ્સના ઘંઘા મામલે બહાર આવી રહી છે.

  ત્યારે હાલ તો પોલીસ આ લોકોની ધરપકડ કરીને આ ગેંગના મુખ્ય સુત્રધાર સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.  જેથી જડમૂળની આ ગોરખઘંઘો બહાર પાડી શકાય.
  Published by:Chaitali Shukla
  First published: