પોલીસ જવાનની લાશ ફંદાથી લટકેલી મળી, ફેબ્રુઆરીમાં જ થયા હતા લગ્ન

News18 Gujarati
Updated: August 10, 2020, 7:42 AM IST
પોલીસ જવાનની લાશ ફંદાથી લટકેલી મળી, ફેબ્રુઆરીમાં જ થયા હતા લગ્ન
માતા દીકરાને ખાવા માટે બોલાવવા ગઈ તો બારીમાંથી દૃશ્ય જોઈને આંખો પહોળી થઈ ગઈ, આત્મહત્યાનું કારણ અકબંધ

માતા દીકરાને ખાવા માટે બોલાવવા ગઈ તો બારીમાંથી દૃશ્ય જોઈને આંખો પહોળી થઈ ગઈ, આત્મહત્યાનું કારણ અકબંધ

  • Share this:
પ્રદીપ સાહૂ, ચરખી દાદરીઃ રૂદડોલ ગામમાં ગત રાતે દિલ્હી પોલીસ (Delhi Police)ના જવાને સંદિગ્ધ પરિસ્થિતિઓમાં પોતાના ઘરે ફંદો લગાવીને જીવ આપી દીધો. મૃતક પોલીસકર્મી શનિવાર સાંજે ડ્યૂટીથી રજા લઈને પોતાના ઘરે પહોંચ્યો હતો. મોડી રાતે માતા ખાવાનું આપવા ગઈ તો તે ફંદા પર લટકેલા મળ્યા. પોલીસે લાશને સિવિલ હૉસ્પિટલમાં પોસ્ટમોર્ટમ (Postmortem) માટે મોકલી આપી હતી. બીજી તરફ, સીન ઓફ ક્રાઇમ ટીમે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું અને તપાસ શરૂ કરી દીધી છે.

નોંધનીય છે કે, રૂદડોલ ગામના રહેવાસી 26 વર્ષીય સંકેત કુમાર દિલ્હી પોલીસમાં સિપાહી તરીકે ફરજ બજાવતા હતા. શનિવાર સાંજે જ તેઓ પોતાની ડ્યૂટીગી રજા લઈને પોતાના ઘરે આવ્યા હતા. ઘરે પહોંચતા જ સંકેત પોતાના ઘરના પહેલા માળે આવેલા રૂમમાં જતા રહ્યા હતા. મોડી સાંજે જ્યારે તેમની માતા તેમને ખાવા માટે બોલાવવા ગઈ તો તેઓ પોતાના રૂમમાં ફોન પર વાત કરી રહ્યા હતા, જેના કારણે માતા પરત જતી રહી.

આ પણ વાંચો, જોધપુરમાં 11 પાકિસ્તાની શરણાર્થીઓના શંકાસ્પદ સ્થિતિમાં મોત, તપાસમાં લાગી પોલીસ

મોડી રાતે જ્યારે તેમની માતા ફરી તેમને ખાવા માટે બોલાવવા ગઈ તો તેમનો રૂમ અંદરથી બંધ હતો. જ્યારે તેમની માતાએ રૂમની બારીમાંથી જોયું તો તે ફંદાથી લટકી રહ્યા હતા. ત્યારબાદ તેમણે ઘટનાની જાણકારી પરિવારના સભ્યોને આપી. સૂચના મળતા પરિજનોએ કોઈક કરી રૂમનો દરવાજો ખોલ્યો તો સંકેતની લાશ ફંદાથી લટકતી મળી.

પોલીસે લાશને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી

ઘટનાની જાણ થતાં ઝોજૂ કલાં પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો તથા લાશને પોસ્ટમોર્ટમ માટે દાદરીના સરકારી હૉસ્પિટલમાં મોકલી આપી. મળતી માહિતી મુજબ, સંકેતે ફંદો લગાવતા પહેલા પોતાના હાથની નસ પણ કાપી દીધી હતી. મામલાની તપાસ કરી રહેલા પોલીસકર્મી મુકેશ કુમારે જણાવ્યું કે પરિજનોના નિવેદનને આધારે કાર્યવાહી કરવામાં આવી રહી છે. સીન ઓફ ક્રાઇમ ટીમને પણ તપાસ માટે બોલાવવામાં આવી છે. ઘટનાસ્થળેથી કોઈ સુસાઇડ નોટ નથી મળી.આ પણ વાંચો, કેરળ પ્લેન દુર્ઘટનાઃ માતાને બર્થ ડે પર સરપ્રાઇઝ આપવા માંગતા હતા પાયલટ દીપક સાઠે

6 મહિના પહેલા ફેબ્રુઆરીમાં થયા હતા લગ્ન

સરકારી હૉસ્પિટલમાં આવેલા પરિજનોએ જણાવ્યું કે, સંકેત કુમારના ગત ફેબ્રુઆરી મહિનામાં જ લગ્ન થયા હતા. સરપંચ પ્રતિનિધ મહેન્દ્ર કે. અનુસાર ઘટનાના સમયે તેમની પત્ની પોતાના પિયર ગયેલી હતી. હાલ પોલીસ કેસની તપાસ કરી રહી છે.
Published by: Mrunal Bhojak
First published: August 10, 2020, 7:42 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading