જહાંગીપુરી હિંસા કેસમાં (Jahangirpuri Violence Case) દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાના (Delhi Police Commissioner Rakesh Asthana) એ સોમવારે 18 એપ્રિલે એક મહત્વપૂર્ણ ખુલાસો કર્યો હતો. મીડિયા સાથેની વાતચીત દરમિયાન તેમણે એવા અહેવાલોને રદિયો આપ્યો જેમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે જહાંગીરપુરની મસ્જિદમાં કેટલાક લોકોએ ભગવો ઝંડો ફરકાવવાનો પ્રયાસ કર્યો હતો. તેથી, હનુમાનની જન્મજયંતિ દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. અસ્થાનાએ કહ્યું કે કેટલાક લોકો સ્થિતિને તંગ રાખવા માટે સોશિયલ મીડિયા પર અફવાઓ ફેલાવી રહ્યા છે. તેમના પર ધ્યાન આપવાની જરૂર નથી.
તેમણે જણાવ્યું કે આ કેસમાં અત્યાર સુધીમાં 23 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમાંથી 8 ગુનાહિત રેકોર્ડ ધરાવે છે. તેમણે એ પણ ખાતરી આપી કે આ હિંસામાં સામેલ લોકોને વર્ગ, સંપ્રદાય કે ધર્મના આધારે બક્ષવામાં આવશે નહીં.
ચાર ફોરેન્સિક ટીમે ઘટનાસ્થળે પહોંચીને પુરાવા એકત્ર કર્યા છે. હિંસક અથડામણની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. આ સંદર્ભે 14 ટીમો બનાવવામાં આવી છે. આ ટીમો CCTV ફૂટેજ અને ડિજિટલ માહિતીના વિશ્લેષણ દ્વારા તમામ ખૂણાઓથી તપાસ કરી રહી છે.
Jahangirpuri violence | We are monitoring social media closely, and legal action will be taken against those who are found spreading misinformation, Delhi CP Rakesh Asthana on reports that flags were installed at a mosque pic.twitter.com/QtXzolAaCt
ઉલ્લેખનીય છે કે, દિલ્હીના જહાંગીરપુરીમાં હનુમાન જન્મોત્સવ નિમિત્તે નિકળેલી શોભાયાત્રા દરમિયાન બે સમુદાયો વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન બંને તરફથી પથ્થરમારો થયો હતો. છૂટાછવાયા આગચંપી પણ થઈ હતી. આ ઘટનામાં 8 પોલીસકર્મી અને 1 સ્થાનિક વ્યક્તિ ઘાયલ થયા છે.
કહેવાય છે કે આ ઘટના બાદ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એનવી રમનાને (Supreme Court Chief Justice NV Ramana) એક પત્ર મોકલવામાં આવ્યો હતો. આરોપ છે કે દિલ્હી પોલીસ (Delhi Police) આ કેસની તપાસમાં પક્ષપાત કરી રહી છે. આ પછી દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ મીડિયા સામે આવીને તમામ ગેરસમજ દૂર કરવાનો પ્રયાસ કર્યો છે.
જો કે આ વિસ્તારમાં હજુ પણ તણાવ યથાવત છે. એવા અહેવાલ છે કે સોમવારે ત્યાં પૂછપરછ માટે ગયેલી ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર પણ કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો હતો. પોલીસે પથ્થરબાજોમાંથી એકને પણ કસ્ટડીમાં લીધો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર