Shaheen Bagh Protest: દિલ્હી પોલીસે પ્રદર્શન સ્થળને ખાલી કરાવ્યું, ટેન્ટ પણ હટાવ્યાં

Shaheen Bagh Protest: દિલ્હી પોલીસે પ્રદર્શન સ્થળને ખાલી કરાવ્યું, ટેન્ટ પણ હટાવ્યાં
શાહીન બાગનો રસ્તો ખુલ્લો કરાયો.

CAA Protest: દક્ષિણ-પૂર્વ દિલ્હીના ડીસીપીએ જણાવ્યું કે શાહીન બાગના દેખાવકારોને પહેલા હટી જવાની વિનંતી કરવામાં આવી હતી. દેખાવકારો ન માનતા પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી.

  • Share this:
    નવી દિલ્હી : દિલ્હી પોલીસે શાહીન બાગ (Shaheen Bagh)વિરોધ પ્રદર્શન સ્થળને ખાલી કરાવી દીધું છે. ત્રણ મહિના કરતા વધારે સમયથી અહીં દેખાવો કરી રહેલા તમામ લોકોને હટાવી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત ત્યાં લગાવવામાં આવેલા ટેન્ટને પણ હટાવી દેવામાં આવ્યા છે. આ માટે જેસીબી (JCB Machines)નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પહેલા ડીસીપી ( DCP South East Delhi)એ જણાવ્યું હતું કે શાહીન બાગમાં વિરોધ કરનાર લોકોને ત્યાંથી હટી જવાની અપીલ (Police appeal to clear Shaheen Bagh)કરવામાં આવી છે. જોકે, દેખાવકારો ન હટતા પોલીસે બળપ્રયોગ કરીને આ જગ્યા ખાલી કરાવી હતી. જોકે, લૉકડાઉન (Lockdown)ને કારણે પ્રદર્શન સ્થળ પર બહુ ઓછા લોકો આવતા હતા. જનતા કર્ફ્યૂ (Janata Curfew)ના દિવસે અહીં ફક્ત ત્રણ જ મહિલા દેખાઈ હતી. ત્રણ મહિના કરતા વધુ સમય બાદ આ રૂટને ખાલી કરાવાયો છે. નોંધનીય છે કે સીએએ (CAA) અને એનઆરસી (NRC)ના વિરોધમાં અહીં મહિલાઓ પ્રદર્શન કરી રહી હતી.

    અમુક દેખાવકારોની અટકાયત



    દક્ષિણ-પૂર્વ દિલ્હીના ડીસીપી આર.પી. મીણાએ જણાવ્યું કે શાહીન બાગમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોને ત્યાંથી હટી જવાની વિનંતી કરવામાં આવી હતી, પરંતુ તેઓ માન્યા ન હતા. જે બાદમાં ગેરકાયદે રીતે એકઠા થવા તેમજ કાયદાની ઉપેક્ષા કરવાના મામલે કાર્યવાહી કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે વિરોધ પ્રદર્શન સ્થળને ખાલી કરાવી દેવામાં આવ્યું છે. અમુક દેખાવકારોની અટકાયત પણ કરવામાં આવી છે. મામલાની સંવેદનશીલતાને જોતા ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે.

    જેસીબી મશિનથી ટેન્ટ હટાવાયા.


    આ પણ વાંચો : કોરોના વાયરસના કારણે ટોક્યો ઓલમ્પિક સ્થગિત, હવે 2021માં યોજાશે

    આ પહેલા શાહીન બાગ સ્થિત ધરણા સ્થળ પર 22મી માર્ચના રોજ બહારના લોકોને આવવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. આ માટે અનેક જગ્યાએ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા.

    નોંધનીય છે કે કોરોના વાયરસ ત્રીજા તબક્કામાં પહોંચતો રોકવા માટે હવે કેન્દ્ર સરકારની સાથે સાથે રાજ્યની સરકારો પણ કડક પગલાં લઈ રહી છે. જે અનુસંધાને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજધાની નવી દિલ્હીમાં 31મી માર્ચ સુધી લૉકડાઉનની જાહેરાત કરી છે. લૉકડાઉનનું પાલન ન થવાની સ્થિતિમાં દિલ્હી પોલીસને કડક કાર્યવાહી કરવાનો આદેશ કરાયો છે.

    આ પણ વાંચો : સુરત : ફેસ માસ્ક અને સેનિટાઈઝર કિંમત કરતા વધારે ભાવમાં વહેંચશો તો વસૂલાશે મસમોટો દંડ

    દિલ્હી પોલીસના જણાવ્યા પ્રમાણે મંગળવારથી કલમ 144નું ખૂબ જ કડક પાલન કરાવવામાં આવશે. આ માટે ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે.
    First published:March 24, 2020, 09:40 am

    टॉप स्टोरीज