લેફ્ટના 4 છાત્ર સંગઠનોએ JNUના પેરિયાર હોસ્ટેલ પર હુમલો કર્યો હતો : દિલ્હી પોલીસ

News18 Gujarati
Updated: January 10, 2020, 5:17 PM IST
લેફ્ટના 4 છાત્ર સંગઠનોએ JNUના પેરિયાર હોસ્ટેલ પર હુમલો કર્યો હતો : દિલ્હી પોલીસ
JNU હિંસા મામલે દિલ્હી પોલીસની પ્રેસ કોન્ફરન્સ

JNU હિંસા મામલે દિલ્હી પોલીસની પ્રેસ કોન્ફરન્સ, પોલીસે ઘટનાને લઈને ઘણા મહત્વના ખુલાસા કર્યા

  • Share this:
નવી દિલ્હી : જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં 5 જાન્યુઆરીએ થયેલી હિંસાને લઈને દિલ્હી પોલીસ પ્રેસ કોન્ફરન્સ કરી રહી છે. આ દરમિયાન પોલીસે ઘટનાને લઈને ઘણા મહત્વના ખુલાસા કર્યા છે.

જેએનયૂ હિંસા મામલા પર પ્રેસ કોન્ફરન્સ કરતા દિલ્હી પોલીસે કેટલાક ફોટો જાહેર કર્યા છે. દિલ્હી પોલીસના પીઆરઓ એમએસ રંધાવાએ ફોટો અને નામ જાહેર કરતા કહ્યું હતું કે હજુ તપાસ ચાલી રહી છે. આરોપીઓમાં JNUના પૂર્વ છાત્ર ચુનચુન કુમાર, સુચેતા તાલુકદાર, વર્તમાન જેએનયૂએસયૂ અધ્યક્ષ આઇશી ઘોષ અને પ્રિય રંજનનું નામ જાહેર કરતા કહ્યું હતું કે આ બધા લોકો સામે સાબિતી જુટાવવામાં સીસીટીવી કેમેરાએ મદદ કરી છે. જોકે સાબરમતી હોસ્ટેલમાં તોડફોડના જે વીડિયો સૌથી વધારે સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા તેની ફોટો જાહેર કરી નથી. પોલીસનું કહેવું છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ ભણવા માંગે છે પણ ચાર ગ્રૂપના છાત્ર તેમને રજીસ્ટ્રેશન કરાવવા દેતા ન હતા. સ્ટાફ સાથે ધક્કા મુક્કી કરી રહ્યા હતા. સર્વરને બંધ કરી કરી દીધા હતા.

આ પણ વાંચો - JNU વિવાદ : સ્મૃતિ ઈરાનીએ દીપિકા પાદુકોણ પર નિશાન સાધ્યું, કહ્યું- તે પોતાની રાજકીય વિચારધારા જણાવે

દિલ્હી પોલીસના મતે ત્રણ જાન્યુઆરીએ સ્ટુડન્ટ ફ્રન્ટ ઓફ ઇન્ડિયા, ઓલ ઇન્ડિયા, સ્ટુડન્ટ્સ ફેડરેશન, ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ એસોસિયેશન અને ડેમોક્રેટિક સ્ટુડન્ટ્સ ફેડરેશનના મેમ્બર્સે સેન્ટ્રલાઇઝ રજિસ્ટ્રેશનને રોકવા માટે બળજબરી કરી સર્વર રુમમાં ઘુસ્યા અને કર્મચારીઓને બહાર કાઢ્યા હતા. આ પછી સર્વર બંધ કરી દીધું હતું. આ પછી સર્વરને ઠીક કર્યું છે. 4 જાન્યુઆરીએ ફરી સર્વરને ઠપ કરવાનો પ્રયત્ન કર્યો હતો. બપોરે દરવાજાથી કેટલાક લોકો અંદર પ્રવેશ્યા હતા અને સર્વરને પુરી રીતે બર્બાદ કરી દીધું હતું. જેથી આખી રજીસ્ટ્રેશન પ્રોસેસ અટકી ગઈ હતી. આ બંને મામલામાં એફઆઈઆર નોંધવામાં આવી છે.
First published: January 10, 2020, 4:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading