દિલ્હી પોલીસે ધરપકડ કરાયેલા કાશ્મીરી દંપતિ વિશે કર્યો મોટો ખુલાસો

News18 Gujarati
Updated: March 9, 2020, 11:09 PM IST
દિલ્હી પોલીસે ધરપકડ કરાયેલા કાશ્મીરી દંપતિ વિશે કર્યો મોટો ખુલાસો
દિલ્હી પોલીસે ધરપકડ કરાયેલા કાશ્મીરી દંપતિ વિશે કર્યો મોટો ખુલાસો

પોલીસનું કહેવું છે કે પતિ-પત્ની દિલ્હીમાં આત્મઘાતી હુમલાની ફિરાકમાં હતા

  • Share this:
નવી દિલ્હી : દિલ્હી પોલીસના (Delhi Police)સ્પેશ્યલ સેલ દ્વારા રવિવારે ધરપકડ કરવામાં આવેલ કાશ્મીર દંપતિને દિલ્હી પોલીસના મોટા અધિકારીઓ સિવાય NIA અને આઈબી (IB)ના અધિકારીઓ પણ પુછપરછ કરી રહ્યા છે. દિલ્હી પોલીસના મતે પતિનું નામ જહાનજેબ સામી અને પત્નીનું નામ હિના બશીર બેગ છે. બંને પાંસે સંવેદનશીલ સામગ્રીઓ ઝડપાઈ છે. પોલીસનું કહેવું છે કે પતિ-પત્ની દિલ્હીમાં આત્મઘાતી હુમલાની ફિરાકમાં હતા. ધરપકડ કરાયેલા દંપતિના બીજા નામો પણ સામે આવ્યા છે. જેમાં જહાજાઇબ સામી, દાઉદ ઈબ્રાહિમ, જૈબ, અબુ મુહમ્મદ અલ હિંદ અને અબુ અબ્દુલા પણ છે. આ લોકો ટેલીગ્રામ, ફેસબુક અને બીજી કોલિંગ સાઇટ્સનો ઉપયોગ પોતાના નેટવર્ક વધારવા માટે કરી રહ્યા હતા.

દિલ્હી પોલીસે સોમવારે ખુલાસો કર્યો છે કે ધરપકડ કરાયેલા યુવકના પિતા શ્રીનગરના બાદામી બાગ કંટોલમેન્ટ બોર્ડના વાઇસ પ્રેસિડેન્ટ છે. સામીના પિતા ક્લાસ વન સરકારી કોન્ટ્રાક્ટર પણ છે. બંને પરિવારને પતિ-પત્નીની આ ગતિવિધી વિશે કશું જ ખબર નથી. બંનેના પરિવારના લોકો દિલ્હી આવ્યા છે.. સામીએ શ્રીનગરની બેસ્ટ સ્કૂલથી અભ્યાસ કર્યો છે. તેણે પંજાબની શહીદ ભગત સિંહ કોલેજથી બે-ટેક કર્યું છે. બેંગલુરુમાં MBA કર્યું છે. બેંગલુરુમાં એચપી કમ્પ્યૂટરમાં જોબ પણ કરી છે. 4 મહિના દુબઈમાં પણ જોબ કરી છે.

આ પણ વાંચો - MPમાં રાજનીતિક સંકટ : કોંગ્રેસના 18 MLA બેંગલુરુમાં, રાજ્યપાલે કેન્સલ કરી રજાઓ, કમલનાથની કેબિનેટ બેઠક

જ્યારે ધરપકડ કરાયેલ મહિલા હિનાએ પૂણેની એક સારી સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. કોટક બેંક પૂણેમાં જોબ કરી છે. એવીએન એમરો પૂણેમાં પણ જોબ કરી છે. દિલ્હી પોલીસ હવે પતિ-પત્નીના બેંક એકાઉન્ટ વિશે તપાસ કરી રહી છે. દિલ્હી પોલીસના મતે બંનેને ટેકનોલોજી વિશે ઘણી જાણકારી છે. બંને હાર્ડકોર આતંકીઓની જેમ ડેટો મોબાઇલમાંથી ડિલિટ કરી દેતા હતા.
First published: March 9, 2020, 11:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading