નવી દિલ્હી : પોતાને ગુરુગ્રામના ચીફ જ્યૂડિશયલ મેજિસ્ટ્રેટ (CGM)ગણાવી રોફ જમાવનાર એક ફ્રોડ (Fraud)યુવકની સેન્ટ્રલ દિલ્હી પોલીસે (Delhi Police)ધરપકડ કરી છે. પોલીસને યુવકની કારમાંથી CBI પ્રોસિક્યૂટર, જજના નકલી ICARD,વિઝિટિંગ કાર્ડ, સ્ટેમ્પ અને એક પિસ્તોલ મળી છે. પોલીસના મતે 25 ડિસેમ્બરે પહાડગંજ વિસ્તારમાં એક કાર રોંગ સાઇડ પર આવી રહી હતી. ત્યાં રહેલા ટ્રાફિક સ્ટાફે આ ગાડીને અટકાવી હતી. આવામાં ગાડી માલિક લવલેશ શર્માએ ટ્રાફિક પોલીસને ધમકી આપતા પોતાને જજ ગણાવ્યા હતા અને જવા દેવા માટે કહ્યું હતું. જોકે ટ્રાફિક પોલીસે તેની રોકી રાખ્યો હતો અને સ્થાનિક પોલીસને સૂચના આપી હતી.
સૂચના મળવા પર લોકલ પોલીસ પહોંચી હતી અને તે યુવકની કારની તપાસ કરી હતી. ગાડીમાં લાઇસન્સ વગરની એક પિસ્તોલ અને 6 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. આ સાથે CBI પ્રોસિક્યૂટરનું નકલી આઇકાર્ડ, સીજેએમ જજનું નકલી વિઝિટિંગ કાર્ડ અને જજના નામના નકલી સ્ટેમ્પ પણ મળી આવ્યા હતા. એક લાલ બત્તી પણ મળી આવી હતી.
રોફ જમાવવા પોતાને બતાવતો હતો ગુરુગ્રામનો જજ
આરોપીએ ગાડીની નંબર પ્લેટ પણ એ રીતે લગાવી હતી કે કોઇને તેનો નંબર દેખાય નહીં. આ પછી પોલીસે આર્મ્સ એક્ટ અને અન્ય કલમો લગાવી કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસના મતે આરોપી નરેલા વિસ્તારનો રહેવાસી છે અને રોફ જમાવવા માટે પોતાને ગુરુગ્રામનો જજ બતાવતો હતો.
અમદાવાદ: પોલીસે બુલેટના ડોક્યુમેન્ટ માંગ્યા તો ચાલકે કરી જોવા જેવી...
ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ વિજયભાઈ ગઇકાલે દાણીલીમડા ચાર રસ્તા પાસે તેમની ફરજ પર હતા. ત્યારે મોડી સાંજે દાણીલીમડા તરફથી એક બુલેટ મોટર સાઈકલ ચાલક આવતા ફરિયાદીએ હાજર સ્ટાફને તેને રોકવા માટે ઈશારો કર્યો હતો. આ બુલેટ ચાલકને રોકી તેની પાસે બુલેટના જરૂરી ડોક્યુમેન્ટ માંગતા તેણે ડોક્યુમેન્ટ ઘરે હોવાનું કહ્યું હતું. જેથી પોલીસે આ ડોક્યુમેન્ટ મોબાઈલમાં મંગાવી લેવા માટે જાણ કરી હતી. ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ વિજયભાઈ ગઇકાલે દાણીલીમડા ચાર રસ્તા પાસે તેમની ફરજ પર હતા. ત્યારે મોડી સાંજે દાણીલીમડા તરફથી એક બુલેટ મોટર સાઈકલ ચાલક આવતા ફરિયાદીએ હાજર સ્ટાફને તેને રોકવા માટે ઈશારો કર્યો હતો. આ બુલેટ ચાલકને રોકી તેની પાસે બુલેટના જરૂરી ડોક્યુમેન્ટ માંગતા તેણે ડોક્યુમેન્ટ ઘરે હોવાનું કહ્યું હતું.
જોકે, લાંબા સમય સુધી બુલેટ ચાલકે ડોક્યુમેન્ટ નહિ મંગાવતા પોલીસે તેને આ બાબતે પૂછતા જ તે ઉશ્કેરાઈ ગયો હતો અને નીચે ઉતરી પોલીસ કર્મીના શર્ટના બટન તોડી નાંખીને એક લાફો મારી દીધો હતો અને બૂમાબૂમ કરી આસપાસમા લોકોને એકઠા કર્યા હતા.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર