દિલ્હીમાં આતંકવાદી હુમલાનું ષડયંત્ર નિષ્ફળ, IED વિસ્ફોટક સાથે ત્રણની ધરપકડ

News18 Gujarati
Updated: November 25, 2019, 4:42 PM IST
દિલ્હીમાં આતંકવાદી હુમલાનું ષડયંત્ર નિષ્ફળ, IED વિસ્ફોટક સાથે ત્રણની ધરપકડ
પ્રતિકાત્મક તસવીર

જમ્મુ-કાશ્મીરમાં પણ સોમવારે જીવતા ગ્રેનેડ સાથે એક આતંકીની ધરપકડ કરવામાં આવી છે

  • Share this:
દિલ્હી પોલીસે એક મોટા આતંકી ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલે સોમવારે IED સાથે ત્રણ શંકાસ્પદ લોકોની ધરપકડ કરી છે. સ્પેશ્યલ સેલે તેમને ગુવાહાટીથી ઝડપી પાડ્યા છે. ત્રણે શંકાસ્પદો આઈએએસ સાથે જોડાયેલા બતાવવામાં આવી રહ્યા છે. પોલીસને તેમની પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટક સામાન પણ મળી આવ્યો છે.

ડીસીપી દિલ્હી પોલીસ સ્પેશ્યલ સેલ પ્રમોદ કુશવાહાએ જણાવ્યું કે, પોલીસે ઈમ્પ્રોવાઈઝ્ડ એક્સપ્લોસિવ ડિવાઈસ (IED) સાથે ત્રણ શંકાસ્પદ લોકોની ધરપકડ કરી છે. આ ત્રણે શંકાસ્પદ મોટી ઘટનાને અંજામ આપવાની તૈયારી કરી રહ્યા હતા. પકડવામાં આવેલા ત્રણે લોકો દિલ્હી, આસામ સહિત કેટલાક રાજ્યોમાં હુમલાની તૈયારી કરી રહ્યા હતા.

ઘાટીમાં પણ ઝડપી પાડવામાં આવ્યો આતંકી

જમ્મુ-કાશ્મીરમાં પણ સોમવારે જીવતા ગ્રેનેડ સાથે એક આતંકીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ સૂત્રો અનુસાર, આ આતંકી બારામુલ્લામાં રેલવે ભરતી દરમિયાન મોટી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હતો. તેની પાસે ગ્રેનેડ મળી આવ્યો છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.ધમકી આપવાનું કામ કરતો હતો વ્યક્તિ
આ પહેલા અવંતીપોરમાં પોલીસે ગુરૂવારે એક આતંકીના સહયોગીની દરપકડ કરી હતી. પોલીસનું કહેવું છે કે, પકડવામાં આવેલો વ્યક્તિ ત્રાલ ક્ષેત્રમાં સ્થાનિક લોકોને ધમકી આપવાનું અને ડરાવવાનું કામ કરતો હતો. પોલીસ અનુસાર, ત્રાલના લારો જગીર વિસ્તારના નિવાસી આસિફ અહમદ ભટ્ટ જેતે વિસ્તારમાં ધમકી ભર્યા પોસ્ટરો લગાવવામાં સામેલ હતો.
First published: November 25, 2019
વધુ વાંચો
अगली ख़बर