Home /News /national-international /જામિયા હિંસા : 10 આરોપીની ધરપકડ, પોલીસનો દાવો - તમામનો અપરાધિક રેકોર્ડ, કોઈ સ્ટુડન્ટ નહીં

જામિયા હિંસા : 10 આરોપીની ધરપકડ, પોલીસનો દાવો - તમામનો અપરાધિક રેકોર્ડ, કોઈ સ્ટુડન્ટ નહીં

જામિયા હિંસામાં સામેલ 10 આરોપી પૈકી કોઈ યુનિવર્સિટીનો સ્ટુડન્ટ નથી, તમામનો અપરાધિક રેકોર્ડ

જામિયા હિંસામાં સામેલ 10 આરોપી પૈકી કોઈ યુનિવર્સિટીનો સ્ટુડન્ટ નથી, તમામનો અપરાધિક રેકોર્ડ

નવી દિલ્હી : જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટી (Jamia Millia Islamia University)ની બહાર 15 ડિસેમ્બરની રાત્રે થયેલા હિંસક વિરોધ પ્રદર્શનમાં દિલ્હી પોલીસ એ 10 યુવકોની ધરપકડ કરી છે. પોલીસનું કહેવું છે કે તમામ યુવકોનો અપરાધિક રેકોર્ડ છે. જોકે પોલીસે એવું પણ સ્પષ્ટ કર્યું કે કોઈ પણ જામિયા યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ નથી. પોલીસે હોબાળા દરમિયાન બસ સળગાવવાના મામલામાં આરોપી યુવકોની પૂછપરછ શરૂ કરી દીધી છે.

રવિવારની રાત્રે થયેલું હિંસક ઘર્ષણ

ઉલ્લેખનીય છે કે, દિલ્હી પોલીસે જે યુવકોની ધરપકડ કરી છે તેમની પર રવિવારની રાત્રે થયેલી બબાલમાં સામેલ હોવાનો આરોપ છે. બબાલમાં ચાર સરકારી બસોને આગને હવાલે કરી દેવામાં આવી હતી. રાહદારીઓના વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ પર લાઠીચાર્જ કર્યો હતો. આરોપ છે કે પોલીસે યુનિવર્સિટીની અંદર સુધી ધૂસીને ટીયરગેસના શૅલ છોડ્યા હતા.

આ પણ વાંચો, જામિયાની વિદ્યાર્થિનીએ રડતાં રડતાં કહ્યું, 'આ મારું ઘર હતું, જુઓ શું હાલ કરી દીધો'

પોલીસે બે મામલા નોંધ્યા હતા

જામિયામાં ભડકેલી હિંસાને ધ્યાને લઈ દિલ્હી પોલીસે સોમવારે બે કેસ નોંધ્યા હતા. પહેલો કેસ ન્યૂ ફ્રેન્ડ્સ કૉલોની અને બીજો મામલો જામિયા નગર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો. પોલીસે આગચંપી, તોફાનો ફેલાવવા, સરકારી સંપત્તિને નુકસાન અને સરકારી કામમાં વિઘ્ન ઊભું કરવા હેઠળ કેસ નોંધ્યા છે.

આ પણ વાંચો, RSS પદાધિકારીની સ્કૂલમાં બાળકોએ ક્રિએટ કર્યો 'બાબરી વિધ્વંસ'નો સીન, Video વાયરલ

દિલ્હી યુનિવર્સિટીમાં પણ થયું હતું વિરોધ પ્રદર્શન

જામિયા હિંસા બાદ નદવા કૉલેજ અને દિલ્હી યુનિવર્સિટીમાં પણ વિરોધ પ્રદર્શન થયું હતું. નદવાના દરવાજા પાસે પથ્થરમારો થયો હતો. બીજી તરફ ડીયૂના વિરોધ પ્રદર્શનને રોકવા માટે દિલ્હી પોલીસ અને સીઆરપીએફના જવાનો પર ડીયૂની અંદર પ્રવેશવાનો આરોપ લાગ્યો હતો.

આ પણ વાંચો, પોલીસ કાર્યવાહીથી જામિયાનો વિશ્વાસ ડગ્યો, અમે FIR નોંધાવીશું : VC નજમા અખ્તર
First published:

विज्ञापन