Home /News /national-international /પિતાને જીવતા કરવા માટે નવજાતની બલિ આપવાની કોશિશ, 2 મહિનાના બાળકનું અપહરણ કરનારી મહિલાની ધરપકડ

પિતાને જીવતા કરવા માટે નવજાતની બલિ આપવાની કોશિશ, 2 મહિનાના બાળકનું અપહરણ કરનારી મહિલાની ધરપકડ

બે મહિનાના બાળકનું અપહરણ કરનારી મહિલા સાથે બાળકને સહીસલામત પોલીસે મુક્ત કરાવ્યું

પોલીસે જણાવ્યું છે કે, ગુરુવારની સાંજે લગભગ ચાર વાગ્યે અમર કોલોનીમાં સૂચના મળી કે દિલ્હીના ગઢી વિસ્તારમાંથી બે મહિનાનું માસૂમ બાળક અજાણી મહિલા લઈ ગઈ છે.

    નવી દિલ્હી: દિલ્હીની એક મહિલાએ કથિત રીતે પોતાના પિતાને જીવતા કરવા માટે માનવ બલિ આપવાની કોશિશ કરતા બે મહિનાના બાળકનું અપહરણ કર્યું હતું. પોલીસે મહિલાની ધરપકડ કરીને બાળકને તેની પકડમાંથી મુક્ત કરાવ્યું હતું. અત્યંત સનસનીખેજ મામલો દિલ્હીના અમર કોલોનીનો છે.

    પોલીસે જણાવ્યું છે કે, ગુરુવારની સાંજે લગભગ ચાર વાગ્યે અમર કોલોનીમાં સૂચના મળી કે દિલ્હીના ગઢી વિસ્તારમાંથી બે મહિનાનું માસૂમ બાળક અજાણી મહિલા લઈ ગઈ છે. સૂચના મળતા પોલીસે મામલો નોંધી અને આરોપીની શોધ શરુ કરી દીધી.

    આ પણ વાંચો: દિલ્હી લિકર પોલિસી કેસના છેડા હૈદરાબાદ સુધી લંબાયા, ફાર્મા કંપનીના માલિકની ધરપકડ

    બાળકની માતાએ પોલીસને સૂચના આપી


    તપાસ દરમિયાન બાળકની માતાએ પોલીસને જણાવ્યું છે કે, આરોપી મહિલા સાથે તેની મુલાકાત સફદરગંજ હોસ્પિટલમાં થઈ હતી. મહિલાએ પોતે બાળકોની દેખરેખ કરતી એક એનજીઓમાં કામ કરતી હોવાનું કહ્યું હતું.

    પોલીસના જણાવ્યા અનુસાર, બાળકની માતાએ જણાવ્યું છે કે, આરોપીએ મફતમાં દવા અપાવાની વાત કહી હતી. તેને બહાને તેનો પીછો કર્યો અને 10 નવેમ્બરે ઘરે પહોંચી ગઈ. વાતોમાં ફસાવીને બહાર ફરવાના બહાને માને તૈયાર કરી. બાળકની માતાએ પોતાની 21 વર્ષિય ભત્રીજી રિતુને પણ આરોપી મહિલા સાથે મોકલી. ત્યાર બાદ આરોપીએ રિતુને અને બાળકને પોતાની કારમાં બેસાડ્યા અને રિતુને કોલ્ડ ડ્રિંક પિવડાવી બેભાન કરી નાખી.

    આ પણ વાંચો: BJPના વચન પત્રને AAP છેતરપિંડી ગણાવી, દિલ્હીને આવતીકાલે મળશે કેજરીવાલની 

    આવી રીતે પકડાઈ આરોપી


    પોલીસે જણાવ્યું કે, ત્યાર બાદ આરોપીએ રિતુને ગાજિયાબાદમાં ફેંકી દીધી અને બાળક લઈને ફરાર થઈ ગઈ. રિતુ જ્યારે ભાનમાં આવી, તો તેણે તુરંત પરિવારને ફોન કરી આખી વાત જણાવી દીધી. પરિવારે આ ઘટનાની જાણ પોલીસને કરી. મામલાની ગંભીરતા જોતા પોલીસે તમામ સીસીટીવી ફુટેજ ખંગાળી નાખ્યા અને એ ગાડીની શોધ કરી, જેમાં આરોપી, બાળક સાથે લઈ ગઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, દરોડા દરમિયાન દિલ્હીના કોટલા મુબારકપુર વિસ્તારમાં આવેલા ઘરમાંથી મહિલાને દબોચી લીધી. અને બાળકને તેને ચંગુલમાંથી છોડાવ્યું.

    કોણ છે આરોપી મહિલા


    પોલીસના જણાવ્યા અનુસાર, પુછપરછમાં આરોપીએ પોતાનું નામ શ્વેત બતાવ્યું છે, સાથે જ ખુલાસો કર્યો છે કે, ઓક્ટોબર 2022માં તેના પિતાનું નિધન થયું હતું. તેણે કહ્યું કે, જ્યારે અંતિમ સંસ્કાર થઈ રહ્યા હતા, ત્યારે તેને જાણવા મળ્યું કે, એક બાળકની બલિ આપે તો તેના પિતા જીવતા થઈ શકે છે. ત્યાર બાદ તે નવજાત બાળકને શોધતી હતી.

    પોલીસના જણાવ્યા અનુસાર, આ મહિલાએ બાળકના અપહરણ માટે હોસ્પિટલોના ચક્કર કાપવાનું શરુ કર્યું, આરોપી પોતાની માતા સાથે દિલ્હીમાં રહે છે અને તેના પર ચોરી અને લૂંટના બે કેસ અગાઉથી નોંધાયેલા છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Delhi Crime

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन