દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલે ISKP સંગઠનના બે લોકોની ધરપકડ કરી છે. બંનેને દિલ્હીના ઓખલા વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. ધરપકડ કરવામાં આવેલા બે વ્યક્તિ પતિ-પત્ની છે. પતિનું નામ જહાનજેબ સામી અને પત્નીનું નામ હિન્દા બશીર બેગ છે. બંનેને સંવેદનશીલ સામગ્રી સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. આ પતિ-પત્ની દિલ્હીમાં આત્મઘાતી હુમલાની તૈયારીમાં હતા.
બંને પતિ-પત્ની ઈન્ડિયન મુસ્લિમ યૂનાઈટેડ નામથી એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પણ ચલાવી રહ્યા હતા, તેમનો ઈરાદો વધારેમાં વધારે લોકોને એન્ટી CAA, NRC પ્રદર્શન સાથે જોડવાનો હતો. બંને પતિ-પત્ની ISIS સાથે જોડાયેલા છે. બંને વ્યક્તિ ગત વર્ષે ઓગસ્ટમાં દિલ્હીમાં રહેતા હતા. બંને પાસેથી જેહાદી લિટરેચર પણ પોલીસને મળી આવ્યું છે. પતિ દિલ્હીમાં એક પ્રાઈવેટ કંપનીમાં કામ કરતો હતો.
Iskp ઈસ્લામિક સ્ટેટનો પાર્ટ છે. પોલીસ અનુસાર, આ લોકોનો એન્ટી સીએએ પ્રોટેસ્ટ કરાવવામાં મોટી ભૂમિકા છે. બંને જામિયાનગરના ઓખલા વિસ્તારમાં રહેતા હતા. પકડવામાં આવેલા બંને શંકાસ્પદોની સ્પેશ્યલ સેલની ઓફિસમાં IBના એક મોટા અધિકારી પૂછપરછ કરી રહ્યા છે.
દિલ્હીના ઉત્તરી-પૂર્વીય જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોમાં જ સીએએ વિરુદ્ધ હિંસક પ્રદર્શન થયા. પોલીસે દંપતીની ધરપકડ કરી તેમનું હિંસામાં કનેક્શન છે કે નહી તે પમ જાણવાની કોશિસ કરી રહ્યા છે. દિલ્હી પોલીસે શનિવારે જ જણાવ્યું હતું કે, આ હિંસામાં અત્યાર સુધી કુલ 690 મામલા નોંધવામાં આવ્યા છે અને લગબગ 2200 લોકોની અટકાયત કરવામાં આવી છે અથવા ધરપકડ કરવામાં આવી છે.