દિલ્હીની હોટલમાં અમેરિકન મહિલાની શારીરિક છેડતી, NRIની ધરપકડ

યુવકે મહિલાને ડ્રિંક અને સિગારેટની ઓફર કરી હતી. બાદમાં તે મહિલાને પોતાના રૂમમાં લઈ ગયો હતો

News18 Gujarati
Updated: January 13, 2018, 10:37 AM IST
દિલ્હીની હોટલમાં અમેરિકન મહિલાની શારીરિક છેડતી, NRIની ધરપકડ
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: January 13, 2018, 10:37 AM IST
નવી દિલ્હીઃ યુએસમાં ગૂગલમાં સોફ્ટવેર એન્જીનિયર તરીકે નોકરી કરતા ભારતીય મૂળના એક 22 વર્ષીય યુવકની નવી દિલ્હીમાંથી ધરપકડ કરવામાં આવી છે. દિલ્હીની એક ફાઈવ સ્ટાર હોટલમાં વિદેશી મહિલાની શારીરિક છેડતી બદલ તેની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે 22 વર્ષીય અનમોલ સિંઘ ખરબંદા દિલ્હીની એક ફાઈવ સ્ટાર હોટલમાં આઠમી જાન્યુઆરીના રોજ 52 વર્ષીય અમેરિકન મહિલાને મળ્યો હતો. હોટલના પબમાં બંને વચ્ચે વાતચીત થઈ હતી. યુવકે મહિલાને ડ્રિંક અને સિગારેટની ઓફર કરી હતી. બાદમાં તે મહિલાને પોતાના રૂમમાં લઈ ગયો હતો અને તેની શારીરિક છેડતી કરી હતી. મહિલા તેના ધક્કો મારીને રૂમમાંથી ભાગી નીકળી હતી.

મહિલા આ જ હોટલમાં રોકાઈ હતી. બનાવ બાદ તેણે પોતાની જાતને આખી રાત રૂમમાં પુરી રાખી હતી. બીજા દિવસે સવારે તે એક મિટિંગ માટે જયપુર ગઈ હતી અને સાંજે પરત ફરી હતી. જયપુરથી પરત ફર્યા બાદ તેણે યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે યુવક જ્યારે નવમી તારીખે હોટલ પરત ફર્યો ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી.
First published: January 13, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर