Farmers Protest : ખેડૂત આંદોલનમાં ભાગલા! 2 સંગઠન થયા અલગ, ટિકૈત પર લગાવ્યા આરોપ

Farmers Protest : ખેડૂત આંદોલનમાં ભાગલા! 2 સંગઠન થયા અલગ, ટિકૈત પર લગાવ્યા આરોપ
રાષ્ટ્રીય કિસાન મજદૂર સંગઠનના નેતા વીએમ સિંહે ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકૈત પર ગંભીર આરોપ લગાવતા પોતાને અને પોતાના સંગઠનને આ આંદોલનથી અલગ કરવાનો નિર્ણય કર્યો

ગણતંત્ર દિવસ (Republic Day 2021) પર કાઢવામાં આવેલી કિસાન ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી બબાલ અને હિંસા પછી આંદોલનમાં ભાગલા પડી ગયા

  • Share this:
    નવી દિલ્હી : ગણતંત્ર દિવસ (Republic Day 2021) પર કાઢવામાં આવેલી કિસાન ટ્રેક્ટર રેલી (Kisan Tractor Rally)દરમિયાન થયેલી બબાલ અને હિંસા પછી આંદોલનમાં ભાગલા પડી ગયા છે. રાષ્ટ્રીય કિસાન મજદૂર સંગઠનના નેતા વીએમ સિંહે ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકૈત પર ગંભીર આરોપ લગાવતા પોતાને અને પોતાના સંગઠનને આ આંદોલનથી અલગ કરવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે અમે પોતાનું આંદોલન અહીં જ ખતમ કરીએ છીએ. અમારું સંગઠન આ આંદોલનથી અલગ છે.

    બીજી તરફ ભારતીય કિસાન યૂનિયન (ભાનૂ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ ભાનુ પ્રતાપ સિંહે પણ પોતાને આંદોલનથી અલગ કરવાની જાહેરાત કરી દીધી છે. તેમણે કહ્યું કે હું કાલે દિલ્હીમાં થયેલી ઘટનાથી એટલો દુ:ખી છું કે હું આ સમયે જાહેરાત કરું છું કે પોતાના સંગઠનના ધરણાને ખતમ કરું છું.



    આ પણ વાંચો - ‘આઝાદી પત્ર’માં પિતા લાલુ પ્રસાદ યાદવનું સાચું નામ પણ ના લખી શક્યો તેજ પ્રતાપ, કરી 6 મોટી ભૂલ

    રાષ્ટ્રીય કિસાન મજદૂર સંગઠનના નેતા વીએમ સિંહે કહ્યું હતું કે જે સાથી હવે આ આંદોલનથી હટવા માંગે છે તે હટી જાય. આ આંદોલન આ સ્વરુપમાં મારી સાથે ચાલશે નહીં. આપણે અહીં શહીદ કરવા કે પોતાના લોકોની પિટાઇ કરવા આવ્યા નથી. તે લોકો સાથે આંદોલન ના ચલાવીએ શકીએ, જેમની દિશા અલગ હોય. રાકેશ ટિકૈતે ફરી એક વખત શેરડી કિસાનોની વાત ઉઠાવી. ટિકૈતે ધાન ખરીફનીની કોઈ વાત ના કરી. અમે અહીંથી સપોર્ટ કરીએ છીએ અને બીજી તરફ કોઈ નેતા બનાવી રહ્યા છે, આ મંજૂર નથી. હું એ કહેવા માંગીશ કે મેં આંદોલનને ઉભું કરવાનું કામ કર્યું. મેં ખેડૂતોને દિલ્હી લાવવાનું કામ કર્યું છે. આપણે એટલા માટે અહીં આવ્યા નથી કે પોતાને, દેશને અને 26 જાન્યુઆરી બધાને બદનામ કરે.

    આ મુદ્દે સંયુક્ત કિસાન મોરચાના એક પ્રમુખ નેતાએ ન્યૂઝ 18 (ડિજિટલ) સાથે વાતચીતમાં કહ્યું કે વીએમ સિંહ શું આ આંદોલનથી અલગ થાય તેમને તો પહેલા જ મોરચાએ અલગ રાખ્યા છે. સંયુક્ત કિસાન મોરચા અંતર્ગત જે પણ સંગઠન આંદોલન કરી રહ્યા છે તે શાંતિપૂર્વક પોતાનું આંદોલન કરતા રહેશે.
    Published by:Ashish Goyal
    First published:January 27, 2021, 17:31 pm

    ટૉપ ન્યૂઝ