દિલ્હીઃ Pizza ડિલીવરી બૉયનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં 72 ઘરો પર ખતરો!

News18 Gujarati
Updated: April 16, 2020, 3:04 PM IST
દિલ્હીઃ Pizza ડિલીવરી બૉયનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં 72 ઘરો પર ખતરો!
Pizza ડિલીવરી બૉયને કારણે 72 ઘરના સભ્યોને ક્વૉરન્ટાઇન કરાયા, કંપની પર થશે કાર્યવાહી!

Pizza ડિલીવરી બૉયને કારણે 72 ઘરના સભ્યોને ક્વૉરન્ટાઇન કરાયા, કંપની પર થશે કાર્યવાહી!

  • Share this:
નવી દિલ્હીઃ દેશની રાજધાનીના માલવીય નગરમાં Pizza ડિલીવરી બૉય (Pizza Delivery Boy) કોરોના વાયરસ (Coronavirus)નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સરકારે એ તમામ પરિવારોને ક્વૉરન્ટાઇન (Quarantine) કરી દીધા છે, જેમને તે પિઝા ડિલીવર કરવા ગયો હતો. તેની સાથે કામ કરનારા 17  ડિલીવરી બૉયને પણ ક્વૉરન્ટાઇન કરવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન (Satyendar Jain)એ કહ્યું કે અમે કંપની વિરુદ્ધ કાર્યવાહી કરીશું.

મૂળે, ડિલીવરી બૉયમાં 20 દિવસથી કોરોનાના લક્ષણ હતા અને તે કેટલીક હૉસ્પિટલમાં પણ ગયો હતો. 20 દિવસમાં તેણે 72 ઘરોમાં પિઝા ડિલીવર કર્યા હતા. તમામ 72 ઘરોના લોકોને હોમ ક્વૉરન્ટાઇન કરી દેવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું કે કંપનીએ લક્ષણ હોવા છતાંય ડિલીવરી બૉય પાસે કામ કરાવ્યું. આ બેદરકારીનો મામલો છે.

આ પણ વાંચો, ગર્લફ્રેન્ડને મળવા તોડ્યું લૉકડાઉન, પકડાયો તો કહ્યું- ‘તેની બહુ યાદ આવતી હતી’

DM વ્રજમોહન મિશ્રાએ જણાવ્યું કે, સંક્રમિત યુવકે જણાવ્યું કે, તે માસ્ક પહેરીને જ ડિલીવરી કરવા ગયો હતો અને તમામ સોસાયટીઓ કે કોલોનીના ગેટ પર સેનિટાઇઝરથી હાથ સાફ કર્યા હતા. હાલ 72 ઘરોમાં કોઈને પણ શરદી, ઉધરસ કે ફ્લૂના લક્ષણ નથી. તકેદારીના ભાગ રૂપે સૌને ક્વૉરન્ટાઇન રહેવા માટે કહેવામાં આવ્યું છે.

આ દરમિયાન માલવીય નગરના કેટલાક વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યું છે. સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે, રેપિડ ટેસ્ટ કિટ આવ્યા બાદ અમે મોટાપાયે ટેસ્ટ કરી શકીશું. હાલ, સૌને ક્વૉરન્ટાઇન કરવામાં આવ્યા છે અને દુકાનના તમામ સ્ટાફના કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો, કોરોનાની અસર ઘટી રહી છે? મુંબઈમાં નવા કેસોમાં 35%નો ઘટાડો નોંધાયો
First published: April 16, 2020, 3:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading