Home /News /national-international /દિલ્હીમાં વધુ એક શ્રદ્ધા મર્ડર જેવી ઘટના: શબના ટુકડા કરીને ફ્રિજમાં મુક્યા, અડધી રાત્રે ફેંકવા જતા હતા માતા-પુત્ર
દિલ્હીમાં વધુ એક શ્રદ્ધા મર્ડર જેવી ઘટના: શબના ટુકડા કરીને ફ્રિજમાં મુક્યા, અડધી રાત્રે ફેંકવા જતા હતા માતા-પુત્ર
શ્રદ્ધા મર્ડર જેવી જ ઘટના
Delhi Murder News: હત્યા કરનાર માતા-પુત્ર દરરોજ મૃતદેહના ટુકડા પાંડવ નગર અને પૂર્વ દિલ્હીના જુદા જુદા વિસ્તારોમાં ફેંકી દેતા હતા. ક્રાઈમ બ્રાન્ચે મહિલા અને તેના પુત્રની ધરપકડ કરી છે.
નવી દિલ્હી: તાજેતરમાં એક જઘન્ય, અવિસ્મરણીય, અકલ્પનીય ઘટના બની હતી, શ્રદ્ધા મર્ડર. પ્રેમી આફતાબે શ્રદ્ધાના ટુકડા કરીને ફ્રીજમાં મુકીને રોજ એક ટુકડો ફેંકવા જતો હતો. આ ઘટનાએ સમગ્ર દેશ-દુનિયાને હચમચાવી મુકી હતી. આપણે સામાન્ય બોલચાલમાં કહીએ છીએ, જેવું જોઈએ તેવું શીખીએ. શ્રદ્ધા મર્ડર કેસ જોઈને જ અન્ય લોકો આ પ્રકારની મોડસ ઓપરેન્ડી વાપરશે તેવી અટકળો વચ્ચે દિલ્હીના પાંડવ નગરમાં એક પતિ-પત્ની વચ્ચે તકરારને પગલે આ પ્રકારની થિયરી સાથે જ હત્યા કરવામાં આવી છે.
દિલ્હીના પાંડવ નગરમાં શ્રદ્ધા મર્ડર જેવી વધુ એક ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. અહીં પત્ની-પુત્રએ મળીને પુરુષની હત્યા કરી છે. આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે એક મહિલા અને તેના પુત્રની ધરપકડ કરી છે અને કહેવામાં આવી રહ્યું છે કે પુત્રએ માતા સાથે મળીને પિતાની હત્યા કરી અને પછી લાશને કાપીને ફ્રીઝમાં રાખી દીધી હતી. આરોપી માતા-પુત્ર અલગ-અલગ દિવસે આવ્યા હતા અને મધરાત બાદ ચાંદ સિનેમા સામેના મેદાનમાં ટુકડા કરેલી લાશનો નિકાલ કર્યો હતો.
દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે પૂર્વી દિલ્હીમાં મળી આવેલા માનવ શરીરના અંગોનો ભેદ ઉકેલ્યો છે. પાંડવ નગરમાં રહેતા યુવકની લાશને કાપીને એક ઘરમાં રેફ્રિજરેટરમાં રાખવામાં આવતી હતી, જે બાદ પાંડવ નગર અને પૂર્વ દિલ્હીના અલગ-અલગ વિસ્તારોમાં દરરોજ લાશના ટુકડા ફેંકવામાં આવતા હતા. આ ઘટનાની ભયાવહતા એ છે કે આ સમગ્ર હત્યાને માતા-પુત્રએ સાથે મળીને અંજામ આપ્યો હતો. માતા-પુત્ર બંનેએ લાશના ટુકડા કરી રેફ્રિજરેટરમાં સંતાડી દીધા અને પછી પાંડવ નગર વિસ્તારમાં રોજ ફેંકતા હતા.
મૃતદેહના ટુકડા કરી ફ્રીજમાં સ્ટોર કરાયા :
આ હત્યા અંગે દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું કે દિલ્હીના પાંડવ નગરમાં ક્રાઈમ બ્રાન્ચે એક મહિલા અને તેના પુત્રની તેના પતિની હત્યાના આરોપમાં ધરપકડ કરી છે. તેઓએ મૃતદેહના ઘણા ટુકડા કર્યા અને તેને રેફ્રિજરેટરમાં રાખ્યા અને દરરોજ નજીકના ખેતરમાં ફેંકતા હતા.
કેમ કરી હત્યા?
પ્રાથમિક ધોરણે આ હત્યાકાંડ પાછળ પુરૂષના લગ્નેતર આડા સંબંધોની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપી માતા-પુત્ર પૂનમ અને દીપકની ધરપકડ કરી છે. હત્યા કરાયેલ વ્યક્તિનું નામ અંજન દાસ છે. હત્યા બાદ આરોપીઓએ લાશના ટુકડા કરી અલગ-અલગ જગ્યાએ ફેંકી દીધા હતા.
જોકે આ હત્યા કેમ કરવામાં આવી, કઈ રીતે ક્યારે કરવામાં આવી, હત્યારા માતા-પુત્રની માનસિક સ્થિતિ અંગે વધુ ખુલાસો કરવા દિલ્હી પોલીસ બપોરે 1 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરીને સંપૂર્ણ માહિતી આપશે. જણાવી દઈએ કે આ પહેલા શ્રદ્ધા વોલકરની દિલ્હીમાં કથિત રીતે હત્યા કરવામાં આવી હતી અને તેના મૃતદેહના 35 ટુકડા કરી જંગલમાં ફેંકી દેવામાં આવ્યા હતા. આ હત્યા કેસનો આરોપી આફતાબ પૂનાવાલા હાલ દિલ્હી પોલીસની કસ્ટડીમાં છે.
Published by:Samrat Bauddh
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર