Home /News /national-international /દિલ્હી: લૂંટારુઓએ પોલીસ બની માર્યો મોટો હાથ, કરોડોની જ્વેલરીની દિલધડક લૂંટ

દિલ્હી: લૂંટારુઓએ પોલીસ બની માર્યો મોટો હાથ, કરોડોની જ્વેલરીની દિલધડક લૂંટ

(પ્રતિકાત્મક તસવીર)

Crime News: આરોપી પોલીસના ડ્રેસમાં હતો અને આરોપીઓએ બે કુરિયર કંપનીના કર્મચારીઓને ચેકિંગ કરવા માટે રોક્યા હતા

    દિલ્હી: રાજધાની દિલ્હીમાં ફરી એક વખત ગુનાખોરીની એક મોટી ઘટના સામે આવી છે. અહીં કરોડોના સોનાની લૂંટની ઘટનાએ ભારે ચર્ચા જગાડી છે. દિલ્હીના પહાડગંજ વિસ્તારમાં લૂંટારુઓએ આ ઘટનાને અંજામ આપ્યો છે. તેઓ લગભગ બે કરોડ રૂપિયાની જ્વેલરી લૂંટી ભાગી ગયા હતા. લૂંટારુઓએ કુરિયર કંપનીના કર્મચારીની આંખોમાં મરચાનું પાઉડર નાંખીને ઘટનાને અંજામ આપ્યો હતો.

    મળતી માહિતી અનુસાર, આજે બુધવારે સવારે લગભગ 4 કલાકે લૂંટની ઘટના બની હતી. કેટલાક અજાણ્યા લૂંટારુંઓ કુરિયર કંપનીના કર્મચારીની આંખમાં મરચા નાંખીને લગભગ બે કરોડ રૂપિયાની જ્વેલરી લૂંટી ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ તપાસમાં જોતરાઇ છે. જ્યારે કહેવાઇ રહ્યું છે કે, તપાસ દરમિયાન પોલીસને કેટલાક મહત્વના પૂરાવા મળ્યા છે, જે બાદ આગામી ટૂંક સમયમાં જ આરોપીઓની ઘરપકડ કરવામાં આવી શકે છે.

    આ પણ વાંચો: લિફ્ટમાં ફસાયેલા વ્યક્તિએ બહાર આવીને ગાર્ડને ઠોક્યા ધડાધડ લાફા

    આ લગભગ બે કરોડ રૂપિયાની જ્વેલરી કુરિયર કંપનીના કર્મચારીને ચંડીગઢ અને લુધિયાણા મોકલવાની હતી. પોલીસને સવારે લગભગ પોણા પાંચ કલાકે આ ઘટનાની જાણ થઇ હતી. તપાસ કરવા પહોંચેલી પોલીસને જાણવા મળ્યું હતું કે, કરિયર કંપનીના કર્મચારી પાસે બે બેગ હતા જેમાં જ્વેલરી હતી. આ જ્વેલરી તે ચંડીગઢ અને લુધિયાણા મોકલવાનો હતો.

    મહત્વનું છે કે, ચાર આરોપીઓએ આ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. ખાસ કરીને એક આરોપી તો પોલીસના ડ્રેસમાં હતો અને આરોપીઓએ બે કુરિયર કંપનીના કર્મચારીઓને ચેકિંગ કરવા માટે રોક્યો હતો. જે બાદ બે લોકો પાછળથી આવ્યા અને કર્મચારીઓની આંખોમાં મરચાની ભૂખી નાંખી દીધી હતી અને તેમના બેગ લૂંટી લીધા હતા.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Crime news, Loot, National news

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन