Home /News /national-international /

Delhi Omicron Updates: દિલ્હીમાં ઓમિક્રોનના ચાર નવા કેસ, કુલ સંખ્યા વધીને 6, જાણો કયા રાજ્યમાં કેટલા કેસ?

Delhi Omicron Updates: દિલ્હીમાં ઓમિક્રોનના ચાર નવા કેસ, કુલ સંખ્યા વધીને 6, જાણો કયા રાજ્યમાં કેટલા કેસ?

ઓમિક્રોન સંક્રમણની ગતિ ઝડપી બની રહી છે. (AP)

Coronavirus in Delhi: ઓમિક્રોન કેસ પર દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને (Health Minister Satyendar Jain) કહ્યું કે ચાર નવા કેસની પુષ્ટિ થઈ છે અને હવે કુલ કેસની સંખ્યા 6 થઈ ગઈ છે

    નવી દિલ્હી. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસ સંક્રમણ (corona virus infection)ના ઓમિક્રોન વેરિઅન્ટ (Omicron case in Delhi)ના ચાર નવા કેસ સામે આવ્યા છે. ઓમિક્રોન કેસ પર દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને (Health Minister Satyendar Jain) કહ્યું કે ચાર નવા કેસની પુષ્ટિ થઈ છે અને હવે કુલ કેસની સંખ્યા 6 થઈ ગઈ છે. 6 કેસમાંથી એક દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હાલ 35 કોવિડ દર્દી અને 3 શંકાસ્પદ કેસ એલએનજેપી હોસ્પિટલમાં દાખલ છે.

    તો બીજી બાજુ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના નવા સ્વરૂપ ઓમિક્રોનથી વધુ બે લોકો સોમવારે સંક્રમિત થયા છે. બંનેએ દુબઈનો પ્રવાસ કર્યો હતો. તો દક્ષિણ આફ્રિકાથી ગુજરાત પાછી આવેલી એક વ્યક્તિ ઓમિક્રોનથી સંક્રમિત થયા બાદ દેશમાં કુલ કેસની સંખ્યા વધીને 45 થઈ ગઈ છે.

    મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગે કહ્યું કે એક નવો કેસ લાતુર અને અન્ય એક કેસ પુણેમાં મળ્યો છે. પુણેમાં જે દર્દી સામે આવ્યો તે 39 વર્ષીય મહિલા છે જ્યારે લાતુરથી સંક્રમિત 33 વર્ષીય પુરુષ છે. આ સાથે રાજ્યમાં ઓમિક્રોનથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 20 થઈ ગઈ છે.

    કયા રાજ્યમાં ઓમિક્રોનના કેટલા કેસ?

    વિભાગના જણાવ્યા અનુસાર, બંને દર્દીઓમાં બીમારીના લક્ષણ ન હતા અને તેઓએ રસીના બંને ડોઝ લીધા હતા. બંનેએ દુબઈની યાત્રા કરી હતી. આ મુજબ, દર્દીઓના ત્રણ નજીકના સંપર્કોને શોધીને તેમની તપાસ કરવામાં આવી અને ત્રણેય સંક્રમણથી બચી ગયા હતા. તો દક્ષિણ આફ્રિકાથી ગુજરાતના સુરત આવેલા 42 વર્ષીય વ્યક્તિમાં વાયરસના ઓમિક્રોન સ્વરૂપની પુષ્ટિ થઈ છે, જે રાજ્યમાં આ વેરિઅન્ટનો ચોથો કેસ છે.

    અધિકારીઓએ જણાવ્યું કે આ વ્યક્તિની દિલ્હીમાં તપાસ કરવામાં આવી હતી જેમાં રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જોકે, ગુજરાત પહોંચ્યા બાદ લક્ષણો દેખાતા ફરી તપાસ કરવામાં આવી હતી. દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોન સ્વરૂપના કુલ 45 કેસ નોંધાયા છે, જેમાં મહારાષ્ટ્રમાં 20, રાજસ્થાનમાં નવ, કર્ણાટકમાં ત્રણ, ગુજરાતમાં ચાર, દિલ્હીમાં 6 તેમજ આંધ્રપ્રદેશ, કેરળ અને ચંદીગઢમાં એક-એક કેસનો સમાવેશ થાય છે.

    આ પણ વાંચો: Coronavirus RT-PCR Test: ખાનગી અને સરકારી એરપોર્ટ પર RT-PCR ટેસ્ટના ભાવમાં મોટો તફાવત, શું છે એનું કારણ? જાણો

    દિલ્હીમાં કોરોનાના 30 નવા કેસ

    આ પહેલા સોમવારે દિલ્હીમાં કોરોના વાયરસ સંક્રમણના 30 નવા કેસ નોંધાયા હતા, જ્યારે સંક્રમણ દર 0.06 ટકા હતો. શહેરમાં આ જીવલેણ વાયરસથી મૃત્યુનો કોઈ નવો કેસ નોંધાયો નથી. આરોગ્ય વિભાગના ડેટા અનુસાર, દિલ્હીમાં આ મહિને અત્યાર સુધીમાં કોવિડ-19ના બે દર્દીઓના મોત થયા છે, જ્યારે નવેમ્બરમાં સાત અને ઓક્ટોબરમાં પાંચ દર્દીઓના મોત થયા છે.

    આ પણ વાંચો: Indonesia Earthquake: 7.5ની તીવ્રતાના ભૂકંપથી કાંપ્યું ઇન્ડોનેશિયા, સુનામીની ચેતવણી જારી કરવામાં આવી

    આ મુજબ, દિલ્હીમાં નવા કેસ આવ્યા બાદ સંક્રમિત લોકોની સંખ્યા વધીને 14,41,748 થઈ ગઈ છે. તેમાંથી 14.16 લાખથી વધુ દર્દીઓ સંક્રમણ મુક્ત થયા છે. દિલ્હીમાં સંક્રમણને કારણે અત્યાર સુધીમાં 25,100 લોકોના મોત થયા છે. વિભાગના જણાવ્યા અનુસાર, શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન 46,169 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. હાલ દિલ્હીમાં 393 દર્દીઓ સારવાર હેઠળ છે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Coronavirus, Delhi corona cases, Delhi News, Omicron in Gujarat, Omicron variant

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन