Home /News /national-international /

દિલ્હી હાઈકોર્ટે મેટ્રો કર્મચારીઓની હડતાલ પર લગાવી રોક, 06 જૂલાઈએ થશે સુનવણી

દિલ્હી હાઈકોર્ટે મેટ્રો કર્મચારીઓની હડતાલ પર લગાવી રોક, 06 જૂલાઈએ થશે સુનવણી

દિલ્હીઃ મેટ્રોના 9000 કર્મચારી વેતનમાં સુધારા સહિતને માગને લઈ હડતાળ પર

    દિલ્હી-NCRની લાઇફલાઈન બની ચૂકેલી મેટ્રો સેવા આવતીકાલે ઠપ્પ થઈ જવાની હતી પરંતુ દિલ્હી હાઈકોર્ટે હડતાલ પર રોક લગાવી દીધી છે. જેથી કાલે લોકોને હાલાકીનો સામનો કરવો પડશે નહી.  ડીએમઆરસીના નોન-એક્ઝિક્યુટિવ કર્મચારીઓ અને દિલ્હીના લેબર કમિશનરની વચ્ચે વિવિધ માગને લઈ સહમતિ થઈ ન હતી, જેના કારણે નારાજ કર્મચારીઓએ હડતાળ પર જવાની જાહેરાત કરી દીધી છે. જોકે, તેમની હડતાલની જાહેરાત પર એચસીએ પ્રતિબંધ લગાવી દીધો હતો. કોર્ટમાં આ મામલે બીજી સુનવણી 06 જૂલાઈએ થશે.

    મેટ્રોમાં લગભગ 12,000 કર્મચારી છે, જેમાંથી 9,000 જેટલા નોન-એક્ઝિક્યુટિવ કર્મચારીઓ છે. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશનના કેટલાક નોન-એક્ઝિક્યુટિવ કર્મચારીઓ 19 જૂનથી યમુના બેંક અને શાહદરા સ્ટેશન સહિત કેટલાંક સ્ટેશનો પર તેમની આઠ સૂત્રી માગણીઓના સમર્થનમાં પ્રદર્શન કરી રહ્યા છે.

    બધા કર્મચારીઓ હડતાળમાં સામેલ નહતા

    ડીએમઆરસી સ્ટાફ પરિષદ દ્વારા બધા સભ્યોને આ આંદોલનમાં સામેલ થવાનું આહવાન આપવામાં આવ્યું છે, પરંતુ બધાએ એમાં ભાગ લીધો નહતો. નોન-એક્ઝિક્યુટિવ કર્મચારીઓમાં ટ્રેન-સંચાલક, સ્ટેશન નિયંત્રક, સંચાલન-જાળવણી સ્ટાફ અને એની સાથે સંચાલન સાથે સંકળાયેલા અન્ય કર્મચારીઓનો સમાવેશ થાય છે.

    કર્મચારીઓની માગ શું છે?

    પરિષદના કેટલાક સભ્યો વેતનમાં સુધારો, DMRC સ્ટાફ પરિષદને કર્મચારી યુનિયનમાં પરિવર્તન, કોઇ કર્મચારીને દૂર કરવા માટે યોગ્ય દિશાનિર્દેશો સહિત અનેક માગણીઓને લઈ પ્રદર્શન કરાઈ રહ્યું છે.

    પરિષદે જણાવ્યું હતું કે માગણીઓને દિલ્હી મેટ્રોના અધિકારીઓ અને કેન્દ્ર શહેરી વિકાસ મંત્રાલયને મોકલી આપવામાં આવી છે. પરિષદની કચેરીના સચિવ રવિ ભારદ્વાજે જણાવ્યું હતું કે અમારી પહેલી માગ ડીએમઆરસી સ્ટાફ પરિષદને ડીએમઆરસી કર્મચારી યુનિયનમાં ફેરફાર કરવાની છે, કારણ કે પરિષદ સંવૈધાનિક સંસ્થા નથી.
    Published by:Sanjay Joshi
    First published:

    Tags: Metro Rail, દિલ્હી, હડતાલ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन