Home /News /national-international /'પિતાનું અવસાન, મારી બંને કિડની ખરાબ, હવે ઘર કેવી રીતે ચાલશે', અંજલિની માતાએ વ્યક્ત કરી વેદના
'પિતાનું અવસાન, મારી બંને કિડની ખરાબ, હવે ઘર કેવી રીતે ચાલશે', અંજલિની માતાએ વ્યક્ત કરી વેદના
યુવતી લોહીલુહાણ હાલતમાં રસ્તા પર પડી હતી અને તેનું મોત થયું હતું.
બીમાર માતા સિવાય અંજલિની કમાણીથી એક બહેન અને ત્રણ ભાઈઓનું ભરણપોષણ થતું હતું. હવે ઘર કેવી રીતે ચાલશે એ વિચારીને અંજલિની માતા બેહોશ થઈ ગઈ. તેણે કહ્યું કે તેની બંને કિડની પહેલાથી જ ખરાબ છે.
દિલ્હીના સુલતાનપુરીમાં નવા વર્ષના પહેલા દિવસે દર્દનાક ઘટના બાદ અંજલિની માતાની રડી રડીને હાલત ખરાબ થઈ ગઈ છે. અકસ્માતમાં અંજલિના મોત બાદ તેનો આખો પરિવાર રસ્તા પર આવી ગયો છે. અંજલિ પછી ઘરમાં કમાનાર કોઈ નથી. પિતા સતબીરનું અવસાન થઈ ચૂક્યું છે. હવે બીમાર માતા સિવાય અંજલિની કમાણીથી એક બહેન અને ત્રણ ભાઈઓનું ભરણપોષણ થતું હતું. હવે ઘર કેવી રીતે ચાલશે એ વિચારીને અંજલિની માતા બેહોશ થઈ ગઈ. તેણે કહ્યું કે તેની બંને કિડની પહેલાથી જ ખરાબ છે.
જણાવી દઈએ કે, 20 વર્ષની અંજલિનું સુલ્તાનપુરી અકસ્માતમાં મોત થયું હતું. તેના પિતાના અવસાન પછી, અંજલિ તેના ઘરની એકમાત્ર કમાણી કરનારી હતી. અમન વિહારમાં રહેતી તેની માતાએ જણાવ્યું કે, અંજલિની બંને મોટી બહેનો પરિણીત છે. પણ હવે એક નાની બહેન અને બે ભાઈઓ છે. તે પોતે બીમાર રહે છે. તેની બંને કિડની ખરાબ છે અને તેને હૃદયની બીમારી છે. આવી સ્થિતિમાં અંજલિની કમાણીથી ઘર ચાલતું હતું. માતાએ જણાવ્યું કે અંજલિ SOLમાંથી BA કરતી હતી અને લગ્ન અને પ્રસંગોમાં ફૂલોથી સજાવટ કરતી હતી. અકસ્માત સમયે તે તેના મિત્રની બર્થડે પાર્ટીમાંથી પરત ફરી રહી હતી.
અંજલિની માતા રેખાએ પોલીસને જણાવ્યું કે અંજલિએ સ્કૂટી બેંકમાંથી લોન લઈને ખરીદી હતી. અંજલિએ તાજેતરમાં જ તેના નામે સ્કૂટી ફાયનાન્સ કરાવ્યું હતું. રેખાએ કહ્યું કે તે ઘણીવાર તેની પુત્રીને રાત્રે મુસાફરી કરવાની મનાઈ કરતી હતી, પરંતુ તેની પોતાની હાલત એવી હતી કે તેણે તેની સંભાળ લેવા આવવું પડ્યું.
આરોપીઓના મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે
પોલીસે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. કારને પણ જપ્ત કરવામાં આવી છે. આરોપીઓ સામે હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીઓનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે, જેથી તેમણે નશો કર્યો હતો કે કેમ એ જાણી શકાય. હાલ આ ઘટનાને લગતા કોઈ સીસીટીવી પોલીસને હાથ લાગ્યા નથી.
LGએ કહ્યું- મારું માથું શરમથી ઝૂકી ગયું
આ ઘટના પર દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ ટ્વીટ કર્યું - આ ગુનાથી મારું માથું શરમથી ઝૂકી જાય છે અને હું ગુનેગારોના ભયંકર કૃત્યથી સ્તબ્ધ છું. તમામ આરોપીઓ ઝડપાઈ ગયા છે. પીડિત પરિવારને શક્ય તમામ મદદ કરવામાં આવશે. તેઓ દિલ્હીના પોલીસ કમિશનર સાથે મળીને આ મામલે નજર રાખી રહ્યા છે.
સ્વાતી માલીવાલે કહ્યું- સત્ય સામે આવવું જોઈએ
આ ઘટના બાબતે દિલ્હી મહિલા આયોગનાં અધ્યક્ષ સ્વાતિ માલીવાલે પોતાની પ્રતિક્રિયા જણાવી હતી. તેણે જણાવ્યું હતું કે દિલ્હીના કંઝાવાલામાં એક યુવતીનો નગ્ન હાલતમાં મૃતદેહ મળ્યો છે, જણાવવામાં આવી રહ્યું છે કે કેટલાક યુવકોએ નશાની હાલતમાં કારથી યુવતીના સ્કૂટીને ટક્કર મારી દીધી હતી અને તેને ઘણાં કિલોમીટર સુધી ઢસડી ગયા હતા. આ મામલો ખૂબ જ ભયાનક છે, હું દિલ્હી પોલીસને સમન્સ જારી કરી રહી છું. સમગ્ર સત્ય બહાર આવવું જોઈએ. આ સાથે તેણે નવા વર્ષને લઈને દિલ્હી પોલીસની તૈયારીઓ પર પણ સવાલ ઉઠાવ્યા છે.
શું છે સમગ્ર મામલો
અહેવાલો અનુસાર, સ્કૂટીનો અકસ્માત થયો અને યુવતી કારની નીચે ફસાઈ ગઈ. આ પછી યુવકો ઝડપથી નાસી જવા લાગ્યા હતા અને યુવતી લગભગ 4 કિલોમીટર સુધી રસ્તા પર ઘસડાતી ગઈ હતી અને સુલતાનપુરથી તે કાંઝાવાલા વિસ્તાર સુધી ઢસડાતી ગઈ. તે રસ્તાની વચ્ચે તડપી રહેલી હાલતમાં પડી રહી હતી. તેનાં કપડાં પણ ફાટી ગયાં હતાં. પોલીસ પહોંચી ત્યાં સુધીમાં યુવતીનું મોત થઈ ગયું હતું. પોલીસે પાંચેય યુવકોની ધરપકડ કરતા વારદાતમાં ઉપયોગમાં લેવાયેલી કાર જબ્ત કરી લીધી છે.
Published by:Priyanka Panchal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર