Home /News /national-international /

માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! મોબાઈલ ગેમની લતથી 12 વર્ષનું બાળક ચોરીના રવાડે ચડ્યું, માતા ઘરેણાં વેચી માર્યા

માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! મોબાઈલ ગેમની લતથી 12 વર્ષનું બાળક ચોરીના રવાડે ચડ્યું, માતા ઘરેણાં વેચી માર્યા

મોબાઈલ ગેમ રમતા બાળકની પ્રતિકાત્મક તસવીરઃ shutter stock

delhi news: એકવાર પોતાની માતાના ઘરે પણ ચોર્યા અને આ ઘરેણાં નજીકના જ્વેલર્સને વેચી દીધા હતા અને આમાંથી મળેલી રકમથી ઓનલાઈન હથિયાર ખરીદ્યા હતા. આશરે એક મહિનાની અંદર 20 હજાર રૂપિયાના ઓનલાઈન હથિયાર ખરીદ્યા હતા.

  દિલ્હીઃ અત્યારે ડિજિટલ (Digital) યુગમાં નાનાથી માંડીને મોટાઓમાં મોબાઈલ ગેમનો (mobile game) ક્રેઝ વધ્યો છે ત્યારે માતા-પિતાઓ (mother father) માટે પોતાના બાળક ઉપર નજર રાખવી ખુબ જ જરૂરી બની જાય છે. માતા-પિતા માટે ચેતવણીરૂપ ઘટના દિલ્હીમાં (Delhi) પ્રકાશમાં આવી હતી. અહીં એક 12 વર્ષના બાળક મોબાઈલ ગેમની લતના કારણ ચોરીના રવાડે ચડી ગયું હતું. ગેમમાં હથિયાર ખરીદવા માટે પિતાના ખિસ્સામાંથી રૂપિયા ચોર્યા હતા જ્યારે માતા ઘરેણાં પણ વેચી માર્યા હતા. અને ડરના માર્યા ઘરેથી ભાગી ગયો હતો. તે દિલ્હીથી અલિગઢ પહોંચી ગયો હતો. જ્યાં રેલવે પોલીસ (Railway police) કર્મચારીઓની પૂછપરછમાં સઘળી હકિકત વ્યક્ત કરી હતી. અને માતા પિતાને બોલાવીને સોંપી દીધો હતો.

  મળતી માહિતી પ્રમાણે 12 વર્ષીય બાળક દિલ્હીની જાણિતી સ્કૂલમાં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે. તેના પિતા નમકીન, ચિપ્સ અને સ્નેક્સનો વેપાર કરે છે. લોકડાઉનના પગલે ઓનલાઈન ક્લાસ માટે પિતાએ તેને સ્માર્ટફોન અપાવ્યો હતો ત્યારબાદ તે ફોનમાં ઓલાઈન બેટલ ગેમ ડાઉનલોડ કરી હતી. ધીમે ધીમે તે ગેમનો રસીયો બની ગયો હતો.

  ગેમ અપડેટ કરવા માટે ઓનલાઈન હથિયાર ખરીદવાના હતા જેના માટે તેણે પોતાના પિતાના ખિસ્સામાંથી રૂપિયા ચોર્યા હતા. આ વિસ્તારમાં રહેનારો એક યુવક પોતાના ખાતામાંથી ગેમમાં ઓનલાઈન હથિયાર ખરીદીને આપતો હતો. અને બદલામાં તે બાળકો પાસે મોટું કમિશન લેતો હતો.

  આ પણ વાંચોઃ-માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! 12 વર્ષના નાના ભાઈથી 16 વર્ષની બહેન બની ગર્ભવતી

  આ પણ વાંચોઃ-સુરતની શરમજનક ઘટના! કોન્ટ્રાક્ટરની પત્નીને પતિના મિત્રએ કેફી પીણું પીવડાવી ઉતાર્યા નગ્ન ફોટો અને વીડિયો, અઢી વર્ષ સુધી કર્યું યૌનશોષણ

  એકવાર પોતાની માતાના ઘરે પણ ચોર્યા અને આ ઘરેણાં નજીકના જ્વેલર્સને વેચી દીધા હતા અને આમાંથી મળેલી રકમથી ઓનલાઈન હથિયાર ખરીદ્યા હતા. આશરે એક મહિનાની અંદર 20 હજાર રૂપિયાના ઓનલાઈન હથિયાર ખરીદ્યા હતા. જ્યારે માતાનું ધ્યાન ઘરમાંથી ગાયબ થયેલા ઘરેણાંઓ ઉપર પડી ત્યારે તપાશ શરૂ કરી હતી. જેમાં બાળક ડરેલો હતો.

  આ પણ વાંચોઃ-ગજબ કિસ્સો! પતિ શરીર સંબંધ ન બાંધવાનું બંધ કર્યું, પતિનું લફરું પકડવા જતાં મહિલાના જીવનમાં આવ્યો જોરદાર વળાંક

  આ પણ વાંચોઃ-સુરતઃ પૂત્રવધૂએ નિર્દયી રીતે વૃદ્ધ સાસુને ફટકારી, કાંતા બહેનની કહાની વાંચીને તમે પણ રડી જશો

  પકડાઈ જવાના ડરથી તે ઘરેથી નીકળી નવિ દિલ્હી સ્ટેશન પહોંચ્યો હતો. જ્યાં કાલિંદી એક્સપ્રેસમાં ટિકિટ વગર જ સવાર થયો હતો. જ્યારે અલિગઢ જંક્સન ઉપર ટ્રેન પહોંચી તો ત્યાં ઉતર્યો હતો. અને પ્લેટફોર્મ નંબર બે ઉપર ફરતો હતો.  પ્લેટફોર્મ ઉપર ફરતો વીડિયો સીસીટીવીમાં કેદ થયો હતો. લોકોએ આરપીએફને પ્લેટફોર્મ ઉપર બાળક એકલું હોવાની માહિતી આપી હતી. ત્યારબાદ તેને ઓફિસમાં લઈ ગયા અને પૂછપરછ કરતા બાળકે સઘળી હકીકત જણાવી હતી. બાળકે પોલીસ અધિકારીઓે મોબાઈલ નંબર આપ્યો અને માતા-પિતાને બોલાવીને બાળકનું કાઉસિલિંગ કરીને તેને પરત સોંપ્યો હતો.
  Published by:ankit patel
  First published:

  Tags: Delhi News

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन