Home /News /national-international /શ્રદ્ધા હત્યા કેસથી પ્રેરિત થયો આરોપી, લિવ ઈન પાર્ટનરની હત્યા કરી લાશના ટૂકડા કરવાનો પ્રયાશ કર્યો, પરંતુ...

શ્રદ્ધા હત્યા કેસથી પ્રેરિત થયો આરોપી, લિવ ઈન પાર્ટનરની હત્યા કરી લાશના ટૂકડા કરવાનો પ્રયાશ કર્યો, પરંતુ...

શ્રદ્ધા હત્યા કેસથી પ્રેરિત થયો આરોપી

શ્રદ્ધા મર્ડર કેસની જેમ જ દિલ્હીમાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે. તિલક નગર પોલીસ સ્ટેશન વિસ્તારના ગણેશ નગર વિસ્તારમાં 35 વર્ષીય મહિલાની તેના લિવ-ઈન પાર્ટનર સાથે મળીને તેનું ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. અને એટલું જ નહીં મહિલાના જડબા પર પણ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. મૃતદેહના ટુકડા કરવાનો પ્રયાસ કર્યો. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. પંજાબમાંથી ક્રાઈમ બ્રાન્ચે આ ધરપકડ કરી છે. આરોપીનું નામ મનપ્રીત છે અને તે પહેલા પણ અપહરણ અને હત્યાના કેસમાં સંડોવાયેલો છે.

વધુ જુઓ ...
  શ્રદ્ધા મર્ડર કેસની જેમ જ દિલ્હીમાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે. તિલક નગર પોલીસ સ્ટેશન વિસ્તારના ગણેશ નગર વિસ્તારમાં 35 વર્ષીય મહિલાની તેના લિવ-ઈન પાર્ટનર સાથે મળીને તેનું ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. અને એટલું જ નહીં મહિલાના જડબા પર પણ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. મૃતદેહના ટુકડા કરવાનો પ્રયાસ કર્યો. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. પંજાબમાંથી ક્રાઈમ બ્રાન્ચે આ ધરપકડ કરી છે. આરોપીનું નામ મનપ્રીત છે અને તે પહેલા પણ અપહરણ અને હત્યાના કેસમાં સંડોવાયેલો છે.

  પોલીસે જણાવ્યું કે મહિલા તેના લિવ-ઈન પાર્ટનર સાથે ભાડાના મકાનમાં રહેતી હતી. મહિલાની ઓળખ રેખા રાની તરીકે થઈ છે. મહિલાની 16 વર્ષની પુત્રી પણ તેની સાથે રહેતી હતી. મૃતક મહિલાની પુત્રી આ કેસમાં મહત્વની કડી હોવાનું માનવામાં આવે છે, જેનું નિવેદન પોલીસે નોંધ્યું છે. મૃતક મહિલાની પુત્રીએ જણાવ્યું કે તે ફતેહ નગરની ગુરુ હરકિશન પબ્લિક સ્કૂલમાં ધોરણ 10માં ધોરણમાં અભ્યાસ કરે છે. તે તેની માતા અને કાકા મનપ્રીત સિંહ (45) સાથે તેમના ઘરે રહે છે. તેની માઈગ્રેનની સારવાર ચાલી રહી છે.

  માતા સાથે અનિચ્છનીય બનાવની પુત્રીની આશંકા


  ગત 1 ડિસેમ્બરે જ્યારે તે સવારે છ વાગ્યે ઉઠી ત્યારે તેના કાકા મનપ્રીતે તેને ગોળીઓ આપી અને સૂવા કહ્યું. જ્યારે તેને શંકા ગઈ તો તેણે મનપ્રીતને માતા વિશે પૂછ્યું. આના પર મનપ્રીતે કહ્યું કે તે માર્કેટ ગઈ છે. થોડા સમય પછી મનપ્રીત તેની i-20 કારમાં ક્યાંક ગયો. મનપ્રીતના ગયા પછી તેણીએ તેના પિતરાઈ ભાઈને ફોન કર્યો અને પશ્ચિમ વિહારમાં તેના પિતરાઈ ભાઈના ઘરે ગઈ.

  ચહેરા અને ગરદન પર ઇજાના નિશાન હતા


  આ અંગે પિતરાઈ ભાઈએ પોલીસને જાણ કરી હતી. પોલીસને માહિતી મળતાં તેઓ ગણેશ નગર સ્થિત ઘર પર પહોંચ્યા તો દરવાજો બંધ હતો. પોલીસે રૂમનો દરવાજો તોડ્યો ત્યારે રેખા રાની મૃત હાલતમાં પડી હતી. તેના ચહેરા અને ગરદન પર અનેક ઘા હતા. જમણી આંગળી પણ કપાઈ ગઈ હતી. પુત્રીએ કહ્યું કે અંકલ મનપ્રીત અને તેની માતા વચ્ચે પૈસાને લઈને છેલ્લા કેટલાક સમયથી ઝઘડો ચાલી રહ્યો હતો. તેને શંકા છે કે મનપ્રીતે તેની માતાની હત્યા કરી છે. પોલીસે શંકાના આધારે મનપ્રીતની શોધખોળ શરૂ કરી હતી. પોલીસે તેનો મોબાઈલ ફોન સર્વેલન્સમાં મૂક્યો હતો, પરંતુ તેનું લોકેશન વારંવાર બદલાતું હતું. સ્થળના આધારે જ પોલીસે ટોલ પ્લાઝા પરના ડઝનેક સીસીટીવી ફૂટેજ શોધી કાઢ્યા હતા.

  આરોપીની પંજાબમાંથી ધરપકડ કરવામાં આવી હતી


  સ્પેશિયલ સીપી ક્રાઈમ રવિન્દર યાદવના જણાવ્યા અનુસાર, 2 ડિસેમ્બરે ક્રાઈમ બ્રાન્ચની એક ટીમે આરોપી મનપ્રીત સિંહની તેના મૂળ ગામ અલીપુર, પંજાબથી ધરપકડ કરી હતી. આરોપી રેખા રાની હત્યા કેસમાં વોન્ટેડ હતો. આરોપી ગુનાહિત રેકોર્ડ ધરાવે છે અને ખંડણી માટે અપહરણ, હત્યાનો પ્રયાસ અને આર્મ્સ એક્ટ સહિતના છ જઘન્ય કેસમાં સંડોવાયેલો છે.

  શ્રદ્ધા હત્યા કેસથી પ્રેરિત થયો આરોપી


  પોલીસને શંકા છે કે શ્રધ્ધા મર્ડર કેસ જોયા બાદ આરોપીએ આ પ્લાન બનાવ્યો, તેથી જ તેણે ચોપર ખરીદ્યું હતું. તેનું પ્લાનિંગ પણ એવું જ હતું, પરંતુ ઘરમાં 16 વર્ષની છોકરી હાજર હોવાથી તેણે ગુનો કર્યા પછી ફરાર થઈ જવાનું યોગ્ય માન્યું.

  પોલીસના જણાવ્યા અનુસાર, મહિલાની પુત્રીની ફરિયાદ પર ભારતીય દંડ સંહિતાની કલમ 302 (હત્યા) અને 201 (ગુનાના પુરાવા ગાયબ કરવા અથવા ખોટી માહિતી આપવી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
  Published by:Priyanka Panchal
  First published:

  Tags: Delhi News, Kills, Live In Partner

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन