Delhi Building Collapses: દિલ્હીના સબ્જી મંડી વિસ્તારમાં ચાર માળની બિલ્ડિંગ ધરાશાયી, અનેક ફસાયા હોવાની આશંકા

દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ, રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. (તસવીર- રાજેશ ભારદ્વાજ)

Delhi Latest News: દિલ્હીમાં ચાર માળની બિલ્ડિંગમાં નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું ત્યારે સર્જાઈ દુર્ઘટના, અનેક મજૂરો ફસાયા હોવાની આશંકા

  • Share this:
    નવી દિલ્હી. દેશની રાજધાની દિલ્હીના (Delhi) સબ્ઝી મંડી વિસ્તારમાં (Sabzi Mandi Area) ચાર માળની બિલ્ડિંગ ધરાશાયી (Four-Storey Building Collapses) થવાનો મામલો સામે આવ્યો છે. આ દુર્ઘટનામાં અનેક લોકો હતાહત થયા હોવાની આશંકા છે. દુર્ઘટનાની જાણ થયા બાદ દિલ્હી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ, રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં એક ઘાયલને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યો છે, જેની ગંભીર સ્થિતિને જોતાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

    બિલ્ડિંગ ધરાશાયી થતાં આસપાસના વિસ્તારોમાં અફરાતફરી મચી ગઈ છે. હાલમાં ઘટનાસ્થળે પોલીસ અને જિલ્લા પ્રશાસનના અધિકારીઓ સાથે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત છે. મળતી જાણકારી મુજબ, આ દુર્ઘટનાની સૂચના નગર નિગમને પણ આપવામાં આવી છે. આ ઉપરાંત ઘટનાસ્થળે ફાયરબ્રિગેડની અનેક ગાડીઓ ઉપસ્થિત છે. પોલીસે જણાવ્યું કે, અત્યાર સુધી એક ઘાયલને રેસ્ક્યૂ કરવામાં આવ્યો છે, પરંતુ કાટમાળમાં બીજા અનેક લોકો દબાયેલા હોઈ શકે છે. અમે આસપાસના લોકો પાસેથી માહિતી એકત્ર કરી રહ્યા છીએ.



    બિલ્ડિંગમાં નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું

    દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ, બિલ્ડિંગમાં નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું. જે સમયે દુર્ઘટના સર્જાઈ ત્યારે અંદર અનેક મજૂરો હતા. બીજી તરફ, બિલ્ડિંગ સાંકડી ગલીમાં હોવાના કારણે ફાયરબ્રિગેડ વિભાગને ભારે મશીનરી લઈ જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે રેસ્ક્યૂ ઓપરેશન હાલ મેન્યૂઅલી હાથ ધરવામાં આવી રહ્યું છે.

    આ પણ વાંચો, J&K: આતંકવાદીઓએ પોલીસ અધિકારીની ગોળી મારી કરી હત્યા, ઘટના CCTVમાં કેદ

    CM કેજરીવાલે દુઃખ વ્યક્ત કર્યું

    બીજી તરફ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વીટ કરતાં લખ્યું કે, દિલ્હીના સબ્જી મંડી વિસ્તારમાં મકાન ધરાશાયી થવાની દુર્ઘટના ખૂબ જ દુખદ છે. પ્રશાસન રાહત અને બચાવ કાર્યમાં લાગેલું છે. જિલ્લા પ્રશાસનના માધ્યમથી હું સ્થિતિ પર નજર રાખી રહ્યું છું.

    આ પણ જુઓ, Viral Video: અમેરિકાની સેના જે ફાઇટર પ્લેન મૂકીને જતી રહી તેની પર હવે હીંચકા ખાઈ રહ્યા છે Talibani Fighters

    દુર્ઘટનાનું કારણ વરસાદ હોઈ શકે છે!

    સ્થાનિક લોકો મુજબ, આ દુર્ઘટના પાછળનું કારણ વરસાદ હોઈ શકે છે. આમ તો દિલ્હીમાં આ ચોમાસાની સીઝનમાં અત્યાર સુધી 1100 મિલીમીટર વરસાદ પડી ચૂક્યો છે જે 46 વર્ષમાં સૌથી વધુ અને ગયા વર્ષે નોંધાયેલા વરસાદથી લગભગ બમણો છે. આ પહેલા વર્ષ 2003માં રાજધાનીમાં 1050 મિમી વરસાદ પડ્યો હતો. દિલ્હીમાં 2011, 2012, 2013, 2014 અને 2015માં ચોમાસાની સીઝન ક્રમશઃ 636 મિમી, 544 મિમી, 876 મિમી, 370.8 મિમી અને 505.5 મિમી વરસાદ પડ્યો હતો. જ્યારે IMDના આંકડાઓ મુજબ, 2016માં 524.7 મિમી,  2017માં 641.3 મિમી, 2018માં 762.6 મિમી, 2019માં 404.3 મિમી અને 2020માં 576.5 મિમી વરસાદ નોંધાયો હતો. દિલ્હીમાં સપ્ટેમ્બર મહિનામાં મુશળાધાર વરસાદ પડ્યો છે. અત્યાર સુધી આ મહિનામાં 343.6 મિમી વરસાદ નોંધાયો છે જે 12 વર્ષમાં સૌથી વધુ છે.
    Published by:Mrunal Bhojak
    First published: