નવી દિલ્હી : દેશની રાજધાનીમાં બે બદમાશો એક સાથે બે લોકોની હત્યા કરી નાસી છૂટયા હતા. આ ઘટનાને ઉદ્યોગ નગર મેટ્રો સ્ટેશન નજીક અંજામ આપવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે, પ્રાથમિક તપાસમાં લાગે છે કે, હત્યા પાછળ પાર્કિંગનો વિવાદ અથવા રોડ રેઝ કારણ હોઈ શકે છે. બંનેની હત્યા છરીના ઘા મારી કરવામાં આવી છે.
પોલીસે મૃતકોની ઓળખ રોહિત અગ્રવાલ અને ઘનશ્યામ તરીકે કરી છે. બંનેની ઉંમર માત્ર 20 વર્ષની હોવાનું જણાવાયું છે. મળતી માહિતી મુજબ આરોપી વિશે પોલીસને હજુ સુધી કોઈ પુરાવા નથી મળ્યા. જો કે, આસપાસના ઘણા લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમજ સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે.
આશ્ચર્યજનક વાત એ છે કે, મેટ્રો સ્ટેશનની આસપાસ હંમેશા અવર-જવર રહેતી હોય છે, તો પણ કેવી રીતે બે લોકોની હત્યા થઈ ગઈ. પોલીસ પરિવારની પણ પુછપરછ કરી રહી છે, જેથી કોઈ અંગત દુશ્મનાવટની પણ તપાસ થઈ શકે. બંને મૃતદેહોનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવી રહ્યું છે અને તેમાંથી અનેક તથ્યો બહાર આવે તેવી સંભાવના છે.
પોલીસ અધિકારીઓ કહે છે કે, માહિતી મળતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પોતાના કબજામાં લીધા હતા. પોલીસને આશા છે કે, આ કેસમાં પણ કેટલાક સાક્ષી હોઈ શકે છે. જો કે આ સમાચાર લખાય ત્યાં સુધી કોઈ માહિતી બહાર આવી નથી. આ કેસમાં પોલીસ જુદી જુદી થિયરીઓ પર કામ કરી રહી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઘટના બાદ આ વિસ્તારમાં ભારે ગભરાટનો માહોલ છે. લોકો ડરી ગયા છે કારણ કે તેઓ મોડી રાત્રે ઘરે જવા મેટ્રો સ્ટેશનથી નીકળતા હોય છે. જોકે સૂત્રોનું કહેવું છે કે, પોલીસ જલ્દીથી આ મામલાને હલ કરશે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર