Home /News /national-international /શ્રદ્ધા હત્યાકાંડની જેવો બીજો કેસ, મહિલાએ દીકરા સાથે મળીને પતિની હત્યા કરી લાશના ટુકડા કર્યા; 6 મહિના પછી થયો ખુલાસો
શ્રદ્ધા હત્યાકાંડની જેવો બીજો કેસ, મહિલાએ દીકરા સાથે મળીને પતિની હત્યા કરી લાશના ટુકડા કર્યા; 6 મહિના પછી થયો ખુલાસો
શ્રદ્ધા હત્યાકાંડની જેવો બીજો કેસ,
દિલ્હીમાં શ્રદ્ધા હત્યાકાંડની જેમ એક અન્ય હત્યાકાંડનો પોલીસે ખુલાસો કર્યો છે. ક્રાઈમ બ્રાન્ચે ઈસ્ટ દિલ્હીમાં મળી આવેલા માનવ શરીરના ટુકડાનો ભેદ ઉકેલ્યો છે. ક્રાઈમ બ્રાન્ચે પાંડવ નગરમાંથી એક મહિલા અને તેના પુત્રની ધરપકડ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પુત્રએ માતા સાથે મળીને પિતાની હત્યા કરી અને પછી મૃતદેહના ટૂકડા કરીને ફ્રિજમાં રાખ્યો. બંને અલગ-અલગ દિવસે આવીને ચાંદ સિનેમાની સામે ગ્રાઉન્ડમાં અડધી રાત્રે લાશના ટુકડાને ફેંકી દેતા હતા.

કહેવામાં આવી રહ્યું છે કે પિતાના અન્ય મહિલા સાથે સંબંધ હતા. આથી પુત્રએ માતા સાથે મળીને આ ઘટનાને અંજામ આપ્યો હતો. હત્યાની આ ભયાનક ઘટનાને અંજામ આપનાર મહિલાનું નામ પૂનમ અને પુત્રનું નામ દીપક છે. મૃતકનું નામ અંજન દાસ છે. પૂનમ તેની પત્ની છે, જ્યારે દીપક તેનો પુત્ર છે. માતા-પુત્ર બંનેએ પહેલા મૃતક અંજન દાસને નશાની ગોળીઓ ખવડાવી, પછી તેની હત્યા કરી નાખી. હત્યા કર્યા બાદ મૃતદેહના ટુકડા કરી ફ્રિજમાં રાખવામાં આવ્યા હતા. જુદા જુદા દિવસે, મધ્યરાત્રિએ, મૃતદેહોના ટુકડા ફેંકી દેતા હતા.
A woman along with her son arrested by Crime Branch in Delhi's Pandav Nagar for murdering her husband. They chopped off body in several pieces,kept in refrigerator & used to dispose of pieces in nearby ground: Delhi Police Crime Branch
બીજી તરફ પોલીસે માહિતી આપતાં જણાવ્યું હતું કે આરોપીના ઘરેથી જે ફ્રીજમાં મૃતદેહના ટુકડા રાખવામાં આવ્યા હતા તે પણ જપ્ત કરવામાં આવ્યા છે. મૃતકનું નામ અંજન દાસ છે. આ હત્યા તેની પત્ની પૂનમ અને પુત્ર દીપકે કરી હતી. પૂનમે પતિ અંજન દાસને નશાની ગોળીઓ ખવડાવી અને પછી પુત્ર દીપકની મદદથી તેની હત્યા કરી. અનૈતિક સંબંધોના કારણે આ હત્યા કરવામાં આવી હતી.
મૃતદેહના ટુકડાને ફ્રિજમાં રાખ્યા હતા
બંનેએ અંજન દાસના મૃતદેહના ટુકડા કરી તેમના ઘરના ફ્રિજમાં રાખ્યા હતા અને પછી તે ટુકડાઓ પાંડવ નગર વિસ્તારમાં આવેલા ખેતરમાં ફેંકી દીધા. તેમના ઘરની આસપાસ લગાવેલા સીસીટીવી ફૂટેજની મદદથી બંને પર હત્યાની શંકા વધુ ઘેરી બની હતી. ધરપકડ કરીને પૂછપરછ કરતાં બંનેએ હત્યાની કબૂલાત કરી હતી.
Published by:Priyanka Panchal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર