દિલ્હી: પ્રદુષણને કારણે હેરાન-પરેશાન થઇ ગયેલા દિલ્હી એનસીઆરના લોકો માટે ખુશીના સમાચાર છે. જો કે શુક્રવારની મોડી રાત્રે અનેક વિસ્તારોમાં વરસાદ પડવાથી ત્યાં ઠંડીનો માહોલ છવાઇ ગયો છે. આમ, આજ રોજ વહેલી સવારથી ઝડપથી ફૂંકાતા પવનને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરાઇ ગઇ છે. કાશ્મીરની વાત કરીએ તો આ સિઝનના વરસાદની શરૂઆત ત્યાં પણ થઇ ગઇ છે.
જો કે બે દિવસ પહેલા જ મોસમ વિભાગે દિલ્હીમાં વરસાદની આગાહી કરી હતી. 12 નવેમ્બરના રોજ દિલ્હી એનસીઆરમાં પ્રદુષણના સ્તરમાં તેજીથી વધારો થતા અનેક લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા.
નોંધનીય છે કે, ઉત્તર કાશ્મીરમાં ગુલમર્ગની સાથે-સાથે લેહ અને કારગિલમાં રાતનું ન્યૂનત્તમ તાપમાન સૌથી ઓછુ રહ્યુ હતુ. આમ, ગુલમર્ગનું ન્યૂનત્તમ તાપમાન -5.6 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યુ હતુ. જો કે રોહતાંગમાં બરફવર્ષાને કારણે ત્યાંના લોકોના જનજીવન પર અનેક ઘણી અસર પડી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર