Home /News /national-international /

Delhi Crime: માતાની ચા માં ઊંઘની દવા નાંખી, પછી દીકરીએ સર્જિકલ બ્લેડથી ગળું કાપી નાખ્યું

Delhi Crime: માતાની ચા માં ઊંઘની દવા નાંખી, પછી દીકરીએ સર્જિકલ બ્લેડથી ગળું કાપી નાખ્યું

દિલ્હીના આંબેડકર નગર વિસ્તારમાં એક હ્રદયસ્પર્શી ઘટના સામે આવી છે.

દિલ્હી (Delhi Crime) ના આંબેડકર નગર વિસ્તારમાં એક હ્રદયસ્પર્શી ઘટના સામે આવી છે. જ્યાં પુત્રીએ તેના મિત્ર સાથે મળીને તેની 55 વર્ષીય માતાનું ગળું કાપીને સર્જિકલ બ્લેડ (surgical blade) વડે હત્યા (Murder) કરી હતી

  દિલ્હી (Delhi Crime) ના આંબેડકર નગર વિસ્તારમાં એક હ્રદયસ્પર્શી ઘટના સામે આવી છે. જ્યાં પુત્રીએ તેના મિત્ર સાથે મળીને તેની 55 વર્ષીય માતાનું ગળું કાપીને સર્જિકલ બ્લેડ (surgical blade) વડે હત્યા (Murder) કરી હતી અને પોલીસ સમક્ષ લૂંટની ખોટી વાર્તા રચી હતી. પોલીસે (Delhi Police) આરોપી પુત્રી અને તેના મિત્રની ધરપકડ કરી છે.

  પોલીસના જણાવ્યા અનુસાર 19 ફેબ્રુઆરીએ એક વૃદ્ધ મહિલાની બદમાશો દ્વારા હત્યા કરવામાં આવી હોવાની માહિતી મળી હતી. ઘટનાસ્થળે પહોંચીને પોલીસે જોયું કે 55 વર્ષીય સુધા રાનીનું લોહીથી લથપથ શરીર ઘરના પહેલા માળે બેડ પર પડેલું હતું. પોલીસે લાશનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી તપાસ શરૂ કરી છે. પોલીસની સાથે ફોરેન્સિક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને તમામ પુરાવા રજૂ કર્યા હતા.

  પોલીસ સમક્ષ ખોટી વાર્તા સંભળાવી, દબાણના આધારે ગુનો કબુલ્યો

  પોલીસના જણાવ્યા અનુસાર મૃતદેહ જોઈને એવું લાગી રહ્યું હતું કે હત્યા સમયે મહિલા વિરોધ કરી શકી ન હતી. મૃતક મહિલાની પુત્રીએ પોલીસને જણાવ્યું કે રાત્રે લગભગ 9.30 વાગ્યે બે લોકો હાથમાં બંદૂક લઈને ઘરમાં ઘૂસ્યા હતા. બંનેના મોઢા ઢાંકેલા હતા, બદમાશોએ ઘરમાં રાખેલા માતાના દાગીના અને રોકડની પણ લૂંટ કરી હતી અને તેણીને માર મારીને ભાગી ગયા હતા.

  આ પણ વાંચો- કબૂતરાબાજીમાં કરોડોનો ખેલ: મહેસાણાના કબૂતરબાજોએ આટલા પરિવારોને અમેરિકા મોકલ્યા

  ખરેખરમાં મૃતક મહિલાની પુત્રીએ પોલીસને મૂંઝવવા માટે લૂંટની વાર્તા રચી હતી. પોલીસની સતત પૂછપરછમાં જાણવા મળ્યું કે આરોપી દેવયાનીના લગ્ન ગ્રેટર નોઈડાની રહેવાસી ચેન સાથે થયા હતા.

  પુત્રીએ બોયફ્રેન્ડના મિત્ર સાથે મળીને માતાની હત્યાનો પ્લાન બનાવ્યો

  દેવયાનીનું કહેવું છે કે તેની માતાએ ધમકી આપી હતી કે જો તે તેના પતિ સાથે રહેવા નહીં જાય તો તે તેને મિલકત અને તમામ વસ્તુઓમાંથી કાઢી મૂકશે. એટલું જ નહીં, પૂછપરછમાં દેવયાનીએ જણાવ્યું કે તેની માતાએ તેને પૈસા આપવાનું બંધ કરી દીધું હતું. જેના કારણે તે પરેશાન થવા લાગી હતી. ત્યાર બાદ તેણે લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા શિબુના મિત્ર કાર્તિક સાથે તેની માતાને રસ્તામાંથી દૂર કરવાનો પ્લાન તૈયાર કર્યો હતો. તે કાર્તિકને છેલ્લા એક વર્ષથી ઓળખતી હતી.

  આ પણ વાંચો- UP Election 2022: અમદાવાદ બ્લાસ્ટના ચુકાદા અંગે PM મોદીએ આપી પ્રતિક્રિયા

  પ્લાન અનુસાર દેવયાનીએ તેની માતા અને કાકા સંજયની ચામાં ઊંઘની ગોળીઓ ભેળવી દીધી હતી ત્યારબાદ દેવયાનીએ કાર્તિકને બોલાવ્યો અને કાર્તિકે સર્જિકલ બ્લેડથી દેવયાનીની માતાનું ગળું કાપી નાખ્યું. આ પછી તેણે ઘરમાં રાખેલા દાગીના અને રોકડ પોતે કાર્તિકને આપી અને કાર્તિકને ત્યાંથી જવાનું કહ્યું. પોલીસે બંનેની ધરપકડ કરી છે.

  પોલીસને ગેરમાર્ગે દોરવા પુત્રી વારંવાર નિવેદન બદલી રહી હતી

  પોલીસના જણાવ્યા અનુસાર મૃતક મહિલાની પુત્રીના નિવેદનમાં વિરોધાભાસ હતો. જેથી તે સતત પૂછપરછ દરમિયાન ભાંગી પડી હતી અને તેણે કાર્તિક ચૌહાણ નામના વ્યક્તિ સાથે મળીને તેની માતાનું ગળું કાપીને હત્યા કરી હોવાનું અને પોલીસને ગેરમાર્ગે દોરવા લૂંટની ખોટી સ્ટોરી તૈયાર કરી હોવાનું જણાવ્યું હતું.

  પુત્રી દેવયાનીએ પૂછપરછમાં જણાવ્યું કે તેના લગ્ન ગ્રેટર નોઈડાના રહેવાસી ચેતન નામના વ્યક્તિ સાથે થયા હતા, બંનેને 4 વર્ષનો પુત્ર પણ છે. લગ્નના થોડા વર્ષો પછી દેવયાનીએ તેના પતિને છોડી દીધો અને શિબુ નામના વ્યક્તિ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેવા લાગી, દેવયાનીના કહેવા પ્રમાણે તેની માતા તેના સંબંધોથી ખુશ નહોતી અને ઈચ્છતી હતી કે દેવયાની આ સંબંધ તોડી નાખે અને પતિ સાથે રહેવાનું શરૂ કરે.
  Published by:rakesh parmar
  First published:

  Tags: Delhi Crime, Delhi News, Murder case

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन