Home /News /national-international /સનસનીખેજ: દિલ્હીમાં એક જ પરિવારના ચાર સભ્યોની હત્યા, ઘરના જ દીકરાએ ચાકૂ વડે ઓરડો લોહીલુહાણ કરી નાખ્યો

સનસનીખેજ: દિલ્હીમાં એક જ પરિવારના ચાર સભ્યોની હત્યા, ઘરના જ દીકરાએ ચાકૂ વડે ઓરડો લોહીલુહાણ કરી નાખ્યો

દિલ્હીમાં એક જ પરિવારના સભ્યોની હત્યા

સૂત્રોનું માનીએ તો, આ ઘટના પાલન વિસ્તારના રાજનગર પાર્ટ-2 વિસ્તારમાં મંગળવારે લગભગ રાતના 10 કલાકને 31 મિનિટે થઈ હતી. પોલીસને આ સમયે હત્યાકાંડની જાણકારી મળી.

    નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં ફરી એક વાર સનસનીખેજ હત્યાકાંડના મામલો સામે આવ્યો છે. દિલ્હીના સાઉથ વેસ્ટ જિલ્લાના પાલન વિસ્તારમાં એક જ ઘરમાંથી ચાર લાશ મળી આવતા હડકંપ મચી ગયો છે. શરુઆતી જાણકારી અનુસાર, આ આત્મહત્યા નથી, પણ હત્યાનો મામલો છે. સૂત્રોનું માનીએ તો, એક છોકરાએ પોતાના માતા-પિતા, એક બહેન અને દાદીને મોતને ઘાટ ઉતારી દીધા છે. હાલમાં પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

    આ પણ વાંચો: શ્રદ્ધા હત્યાકાંડ જેવી ઘટના, પુત્રએ પૂર્વ નેવી ઓફિસરની હત્યા કરી, તળાવમાંથી મળી આવ્યા અંગો

    સૂત્રોનું માનીએ તો, આ ઘટના પાલન વિસ્તારના રાજનગર પાર્ટ-2 વિસ્તારમાં મંગળવારે લગભગ રાતના 10 કલાકને 31 મિનિટે થઈ હતી. પોલીસને આ સમયે હત્યાકાંડની જાણકારી મળી. હાલમાં આરોપી છોકરાની પોલીસે ધરપકડ કરી લીધી છે અને પૂછપરછ ચાલી રહી છે કે, આખરે તેણે પોતાના જ પરિવારને શા માટે મોતને ઘાટ ઉતારી દીધો.



    પ્રાપ્ત વિગતો અનુસાર, જોઈએ તો, આરોપીએ ચાર લોકોની ચાકૂ મારીને હત્યા કરી દીધી છે. આરોપી છોકરા ડ્રગ્સની આદતથી પરેશાન હતો અને હાલમાં જ તે ડ્રગ્સ એડિક્શન સેન્ટરમાંથી બહાર આવ્યો હતો. ત્યાર બાદ તેણે આ ઘટનાનો અંજામ આપ્યો છે. આરોપી છોકરાનું નામ કેશવ છે. પોલીસે ગુનામાં વપરાયેલા હથિયારને જપ્ત કરી દીધું છે.

    જે લોકોની હત્યા થઈ , તેમની ઓળખાણ



    • દિવાનો (આરોપીની દાદી)

    • દિનેશ કુમાર (આરોપીના પિતા)

    • દર્શન રાની (આરોપીની માતા)

    • ઉર્વશી (આરોપીની બહેન)

    Published by:Pravin Makwana
    First published:

    Tags: Murder case

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन