Home /News /national-international /ડેટિંગ એપ પર મળ્યા, મા-બાપ સાથે લડીને લીવ ઇનમાં રહ્યા, લગ્નની માંગ કરી તો આફતાબે કરી દીધી શ્રદ્ધાની હત્યા

ડેટિંગ એપ પર મળ્યા, મા-બાપ સાથે લડીને લીવ ઇનમાં રહ્યા, લગ્નની માંગ કરી તો આફતાબે કરી દીધી શ્રદ્ધાની હત્યા

Shraddha Murder Case

Shraddha Murder Case Delhi: દિલ્હીમાં શ્રદ્ધા નામની યુવતીની હત્યાનો ચકચારી બનાવ સામે આવ્યો છે. આ ઘટનાએ દેશને હચમચાવીને રાખી દીધો છે. બંને ડેટિંગ એપ પર મળ્યા બાદ લીવ ઇનમાં રહ્યા હતા.

    Shraddha Murder Case Delhi: આફતાબ અમીન પૂનાવાલા (Aaftab Amin Poonawala) એ વ્યક્તિ છે જેણે તેની લિવ-ઇન પાર્ટનર શ્રદ્ધાની હત્યા કરી હતી. તેણે પોલીસને જણાવ્યું હતું કે, તે તેને 2019માં ડેટિંગ એપ દ્વારા મળ્યો હતો. તેઓ તે વર્ષથી સાથે રહેતા હતા.

    શ્રદ્ધા વોકર હત્યા કેસ
    શ્રદ્ધા વોકર હત્યા કેસ


    શરીરમાં કંપારી અને ધ્રુજારી આવી જાય એવી દિલ્હીની (delhi live in murder case) આ ઘટનાના સમાચાર બહાર આવ્યા કે આફતાબે તેની પાર્ટનર શ્રદ્ધાના 35 ટુકડા કરી નાંખ્યા અને શરીરના ભાગોને અલગ અલગ વિસ્તારમાં ફેંકી દીધા છે. પોલીસે સોમવારે આફતાબ પૂનાવાલાની દિલ્હીના છતરપુરમાં આવેલા ફ્લેટમાંથી ધરપકડ કરી હતી.

    આ પણ વાંચો:  હૈવાનિયતની હદ! ફ્રિજમાં પડ્યા હતા શ્રદ્ધાનાં 35 ટુકડા અને આફતાબ એ જ રૂમમાં બીજી સાથે...

    આફતાબે પોલીસને શું કહ્યું?

    પૂછપરછ દરમિયાન આફતાબે પોલીસને જણાવ્યું કે તેના અને શ્રદ્ધા (aftab shraddha) વચ્ચેના સબંધમાં અવારનવાર ઝઘડા થતા હતા. શ્રદ્ધા તેના પર લગ્ન કરવા માટે દબાણ કરતી હતી અને આ બાબતે તેઓના ઝઘડા ચાલુ રહેતા હતા.

    આ પણ વાંચો: Shraddha Murder Case: જે પ્રેમી માટે ગર્લફ્રેન્ડે છોડ્યો પરીવાર, મિત્રો, શહેર અને માં ગુમાવી, તેણે જ કર્યા 35 ટુકડા

    18 મેના રોજ થયેલી દલીલ બાદ આફતાબે તેની પાર્ટનર શ્રદ્ધાનું ગળું દબાવી દીધું હતું. ત્યારપછી તેણે તીક્ષ્ણ હથિયાર વડે તેણીના શરીરના ટુકડા કરી નાખ્યા અને કાપેલા ભાગોને સ્ટોર કરવા માટે નવું ફ્રિજ ખરીદ્યું હતું. ત્યારબાદ 16 દિવસો સુધી તે રાતના સમયે બહાર જતો અને દિલ્હીની આસપાસના જુદા જુદા સ્થળોએ ટુકડાઓ ફેંકતો હતો.

    આ પણ વાંચો: Shraddha Murder Case: બચાવી લો... મોત પહેલા WhatsApp પર શ્રદ્ધાએ મિત્રોને જુઓ શું કહ્યું હતું, ચોંકાવનારો ધડાકો

    શ્રદ્ધાના પિતાએ 8 નવેમ્બરે દિલ્હીના મહેરૌલી પોલીસ સ્ટેશનમાં તેમની પુત્રી ગુમ થઈ હોવાની એફઆઈઆર નોંધાવ્યા બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી. તેમણે પોલીસને જણાવ્યું હતું કે, 14 સપ્ટેમ્બરના રોજ શ્રદ્ધાના મિત્ર દ્વારા તેમના પુત્રનો સંપર્ક કરવામાં આવ્યો હતો.તેના મિત્રએ જણાવ્યું હતું કે, બે મહિનાથી વધુ સમય થઈ ગયો છે પણ શ્રદ્ધાનો સંપર્ક થઈ શક્યો નથી અને શ્રદ્ધાનો ફોન સ્વીચ ઓફ આવે છે.



    આફતાબે શ્રદ્ધાના શરીરના ટુકડાના નિશાન (tracks) કેવી રીતે કવર કર્યા?

    શ્રદ્ધાનું ગળું દબાવીને તેના શરીરના ટુકડા કરી નાખ્યા પછી આફતાબે 300 લિટરનું રેફ્રિજરેટર ખરીદ્યું અને શરીરના ભાગોને ફ્રિજમાં રાખી તેણે 16 દિવસ સુધી થોડા થોડા કરીને શરીરના અંગોના ટુકડા દિલ્હીના જંગલમાં ફેંકી દીધા. ગુનાના સ્થળે પહોંચેલી ફોરેન્સિક ટીમને પુરાવા એકત્ર કરવામાં મુશ્કેલી પડી હતી, કારણ કે આફતાબ પૂનાવાલાએ નિશાન મળે નહીંતે રીતે કવર કરી દીધા હતા. જ્યાં શ્રદ્ધાના શરીરના ટુકડા કર્યા હતા તે રૂમ અને શરીરના અંગો રાખવા માટે ઉપયોગમાં લેવાતા ફ્રિજ બંનેને તેણે કેમિકલથી સાફ કર્યા હતા. પોલીસે જ્યારે ફ્રિજ કબજે કર્યું ત્યારે તેમાં લોહીનો એક ટપકું પણ નહોતું. પોતાના જઘન્ય અપરાધને દુનિયાથી છુપાવવા માટે આફતાબે અનેક ટ્રિક્સ અપનાવી હતી, જેનો ખુલાસો કરતા કહ્યું કે તે શ્રદ્ધાના શરીરના ટુકડામાંથી આવતી દુર્ગંધ દૂર કરવા માટે અગરબત્તીઓનો ઉપયોગ કરતો અને તેને બાળી પણ નાખતો હતો.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Crime news, Delhi Crime, Mumbai News, New Delhi, Shraddha Murder Case

    विज्ञापन
    विज्ञापन