Home /News /national-international /Delhi Murder Case: ડેક્સટર વેબ સિરીઝ જોઈ અને લાશ છુપાવવા માટે ફ્રિજ ખરીદ્યું, શ્રદ્ધા હત્યા કેસમાં ખુલાસો

Delhi Murder Case: ડેક્સટર વેબ સિરીઝ જોઈ અને લાશ છુપાવવા માટે ફ્રિજ ખરીદ્યું, શ્રદ્ધા હત્યા કેસમાં ખુલાસો

shardha murder case

દેશની રાજધાનીમાં એક યુવકે હચમચાવી દે તેવી ઘટનાને અંજામ આપ્યો છે. 28 વર્ષીય યુવકે પહેલા તેના લિવ-ઈન પાર્ટનરની હત્યા કરી અને પછી તેના શરીરના 35 ટુકડા કરી નાખ્યા. હત્યા કર્યા બાદ આરોપીએ ફ્રિજ ખરીદી લાશના ટુકડા ફ્રીજમાં રાખ્યા હતા. તે દરરોજ રાત્રે લગભગ 2 વાગે લાશના ટૂકડા ફેંકવા મહેરૌલીના જંગલમાં જતો હતો. હત્યા બાદ આરોપી સામાન્ય જીવન જીવી રહ્યો હતો. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે છોકરીના પિતાએ પોલીસ પાસે જઈને તેમની પુત્રીના ગુમ થયાની ફરિયાદ નોંધાવી.

વધુ જુઓ ...

આરોપીએ લગભગ 6 મહિના પહેલા તેની પ્રેમિકાની હત્યા કરી હતી, જેનો હવે ખુલાસો થયો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે જેનું નામ આફતાબ પૂનાવાલા જણાવવામાં આવી રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર આફતાબ અને શ્રદ્ધા (26) નામની યુવતીની મુંબઈમાં કોલ સેન્ટરમાં નોકરી દરમિયાન મિત્રતા થઈ હતી. જે પછી આ મિત્રતા ધીરે ધીરે પ્રેમમાં બદલાઈ ગઈ. પરિવારજનોના વિરોધ પર બંને દિલ્હી ભાગી ગયા હતા.

આ પણ વાંચોઃશ્રદ્ધા અને આફતાબની લવ સ્ટોરી, હત્યા પહેલાની છેલ્લી ટ્રિપ, ઋષિકેશમાં બનાવી હતી ઈન્સ્ટાગ્રામ રીલ

ડેક્સ્ટર વેબ સિરીઝ જોયા પછી પ્લાન બનાવ્યો

દિલ્હી આવ્યા બાદ તે પહેલા પહાડગંજની એક હોટેલમાં એક દિવસ રોકાયો હતો. ત્યારપછી 15મી મેથી મહેરૌલીમાં ભાડે મકાનમાં રહેવા લાગ્યો અને 18મી મેના રોજ આફતાબે હત્યાને અંજામ આપ્યો. ડેક્સટર વેબ સિરીઝ જોયા બાદ આફતાબે આ હત્યા કરી હતી. મૃતદેહનો નિકાલ કરવાનો વિચાર આ વેબ સિરીઝ પરથી આવ્યો હતો.
First published:

Tags: Delhi Crime, Girl Murder, Shraddha Murder Case, Web Series