દિલ્હી વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાની, ગુરુગ્રામ સૌથી પ્રદૂષિત શહેર : રિપોર્ટ

News18 Gujarati
Updated: March 5, 2019, 3:26 PM IST
દિલ્હી વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાની, ગુરુગ્રામ સૌથી પ્રદૂષિત શહેર : રિપોર્ટ
ન્યૂઝ18 ક્રિએટિવ

2018ના વર્ષમાં ટોંચના સૌથી પ્રદૂષિત શહેરોમાં ભારતના આઠ, પાકિસ્તાનના બે અને ચીનના એક શહેરનો સમાવેશ.

  • Share this:
નવી દિલ્હી : ગ્રીનપીસના રિપોર્ટ પ્રમાણે નવી દિલ્હી દુનિયાની સૌથી પ્રદૂષિત રાજધાની છે, જ્યારે ગુરુગ્રામ દુનિયાનું સૌથી પ્રદૂષિત શહેર છે. તેની સાથે દુનિયાના સૌથી 10 પ્રદૂષિત શહેરમાં ભારતના સાત શહેરનો સમાવેશ થાય છે.

IQ Air Visual અને ગ્રીનપીસ તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે વર્ષ 2018માં પ્રદૂષણના સ્તરના મામલે દિલ્હીની બાજુમાં આવેલું ગુરુગ્રામ સૌથી ઉપર રહ્યું. જોકે, ગત વર્ષની સરખામણીના તેના સ્કોરમાં થોડો સુધારો થયો હતો. ટોંચના પાંચ શહેરમાં ચાર શહેર દેશની રાજધાનીના ક્ષેત્રનો હિસ્સો છે, તેમજ એક શહેર પાકિસ્તાનનું છે.

આ ઇન્ડેક્સમાં PM2.5 નામથી જાણિતા માઇક્રો પાર્ટિક્યુલેટર મેટરના માપવામાં આવ્યું હતું. આ પ્રદૂષક મનુષ્યોના ફેંફસા અને લોહીમાં જામી જાય છે. સૌથી પ્રદૂષિત શહેરોમાં ગુરુગ્રામ બાદ ગાઝિયાબાદ, ત્રીજા સ્થાન પર ફૈસલાબાદ(પાકિસ્તાન), ચોથા સ્થાને ફરીદાબાદ અને પાંચમાં સ્થાને ભિવાડી છે. આ યાદીમાં છઠ્ઠા સ્થાને નોઇડા છે, જ્યારે સાતમાં આઠમાં અને નવમાં સ્થાને ક્રમશ: પટના, હોટન (ચીન) અને પટના છે. આ યાદીમાં દશમાં નંબરે પાકિસ્તાનનું લાહોર શહેર છે.આ પણ વાંચો : 2017નાં વર્ષમાં ભારતમાં 12.5% લોકોનાં મોત હવાનાં પ્રદૂષણને થયાં

રિપોર્ટ પ્રમાણે વિશ્વમાં સૌથી ઝડપી ગતીએ આગળ વધી રહેલી અર્થવ્યવસ્થા એટલે કે ભારતના 22 શહેર ટોંચના 30 પ્રદૂષિત શહેરોની યાદીમાં સામેલ છે. આ યાદીમાં પાંચ શહેર ચીનના છે જ્યારે બે શહેર પાકિસ્તાનના અને એક બાંગ્લાદેશનું છે. આંકડાના જણાવ્યા પ્રમાણે વર્ષ 2018માં ચીને પ્રદૂષણને ઘટાડવા માટે નોંધપાત્ર કામ કર્યું છે. ગત વર્ષની સરખામણીમાં ચીનની ધરતી પર પ્રદૂષિત તત્વોનો જમાવડો સરેરાશ 12 ટકા ઓછો થયો છે.
First published: March 5, 2019, 10:39 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading