Delhi Metro ટૂંક સમયમાં સંપૂર્ણપણે કેશલેસ અને ટચ ફ્રી થશે, જાણો યાત્રીઓને કેવી રીતે મુસાફરી કરવી પડશે

Delhi Metro ટૂંક સમયમાં સંપૂર્ણપણે કેશલેસ અને ટચ ફ્રી થશે, જાણો યાત્રીઓને કેવી રીતે મુસાફરી કરવી પડશે
પ્રતિકાત્મક

ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે ક્વિક રિસ્પોન્સ (ક્યૂઆર) કોડની સુવિધા લાવવામાં આવી છે. તમને જણાવી દઈએ કે QR કોડમાંથી પેમેન્ટનો ઉપયોગ ફક્ત દિલ્હી એરપોર્ટ એક્સપ્રેસ લાઇન પર થઈ રહ્યો છે.

  • Share this:
    નવી દિલ્હીઃ દિલ્હી મેટ્રો (Delhi Metro)માં યાત્રા કરતા મુસાફરોને જલ્દી જ એક મોટી ગિફ્ટ મળવા જઈ રહી છે. ડીએમઆરસી (DMRC) ટૂંક સમયમાં જ કેશલેસ બનશે, એટલે કે મુસાફરો ટચલેસ ક્યૂ આર કોડ (QR code) દ્વારા મુસાફરી કરશે. મુસાફરોના ભાડા ચુકવણીની સુવિધા માટે દિલ્હી મેટ્રોના તમામ સ્ટેશનો પર ઓટોમેટિક ફેયર કલેક્શન (AFC) ગેટને અપગ્રેડ કરવામાં આવી રહ્યો છે, ત્યારબાદ મેટ્રોના મુસાફરોને કેશલેસ મુસાફરીની સુવિધા મળવાનું શરૂ થઈ જશે.

    દેશભરમાં ફેલાયેલા રોગચાળા વચ્ચે DMRCએ આ સુવિધા શરૂ કરવાની યોજના બનાવી હતી. આ સિવાય ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે ક્વિક રિસ્પોન્સ (ક્યૂઆર) કોડની સુવિધા લાવવામાં આવી છે. તમને જણાવી દઈએ કે QR કોડમાંથી પેમેન્ટનો ઉપયોગ ફક્ત દિલ્હી એરપોર્ટ એક્સપ્રેસ લાઇન પર થઈ રહ્યો છે.



    QR Code કોઈપણ એપ્લિકેશનથી સ્કેન કરી શકો છો
    આ લાઇન પર મુસાફરી કરનારા મુસાફરો ટિકિટના પૈસાના પેમેન્ટ માટે કોઈપણ એપ્લિકેશનમાંથી ક્યૂઆર કોડ સ્કેન કરી શકે છે. આ સિવાય આ લાઇન પર મેટ્રો નેશનલ કોમન મોબિલીટી કાર્ડ (NCMC)નો ઉપયોગ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે.

    આ પણ વાંચોઃ-Valentine day પર માતાના હાથ પુત્રના લોહીથી રંગાયા, પ્રેમલગ્ન કરનાર પુત્ર અને પુત્રવધૂની કરી નાંખી હત્યા

    આ પણ વાંચોઃ-ખેડાઃ Valentine Day પર જ બાળપણના ત્રણ મિત્રોને એક સાથે મળ્યું મોત, એક જ ગામના અને સાથે કરતા હતા કામ

    દરરોજ 28.6 લાખ મુસાફરો મુસાફરી કરે છે
    હિન્દુસ્તાન ટાઇમ્સના અહેવાલ મુજબ, તમને જણાવી દઈએ કે QR કોડ સિસ્ટમ દિલ્હી મેટ્રોના નવ કોરિડોર પર ઉપલબ્ધ થશે, જે 314 કિલોમીટર અને 245 સ્ટેશનોમાં ફેલાયેલ છે. DMRC ની સરેરાશ દૈનિક મુસાફરોની સંખ્યા 2.86 મિલિયન છે અને તેણે નાણાકીય વર્ષ 2019 - 20 માં 100 કરોડ રાઇડર્સ સેવા આપી છે.

    આ પણ વાંચોઃ-મહિલા ડોક્ટરને બ્યુટી પાર્લરમાં થયો કડવો અનુભવ, ફેશિયલ કરાવતી વખતે આખો ચહેરો બળી ગયો

    આ પણ વાંચોઃ-પતિ સંતાઈને પાછલા દરવાજાથી ઘરમાં ઘૂસ્યો, પત્ની પ્રેમી સાથે કઢંગી હાલતમાં ઝડપાઈ, બંનેની હત્યા

    DMRC ના અધિકારીએ માહિતી આપી
    DMRC ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનુજ દયાલના જણાવ્યા અનુસાર, ડીએમઆરસીએ ક્યુઆર કોડ લાગુ કરવા, ઇએમવી અપગ્રેડ કરવા અને રૂપિયા આધારિત ટિકિટિંગ માટે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટને નિમંત્રીત કર્યું છે. ડીએમઆરસી અનુસાર, એએફસી સિસ્ટમ વિકસિત થઈ છે, તેને અપગ્રેડ કરવાની જરૂરીયાત છે. અધિકારીઓનું કહેવું છે કે મુસાફરો 23 બેંકો દ્વારા જારી કરાયેલા રૂપે કાર્ડનો ઉપયોગ કરી શકશે.



    QR કોડનો ઉપયોગ કેવી રીતે કરવો
    QR code સિસ્ટમનો ઉપયોગ કરવા માટે મુસાફરોએ તેમના મોબાઇલમાં Ridlr એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે અને તેમાં રજીસ્ટર કરવું પડશે. અહીં તમારે તમારું મેઇલ આઇડી દાખલ કરવું પડશે. તેના પર રજીસ્ટર કર્યા પછી, વપરાશકર્તાઓ મેટ્રોના પ્રારંભિક અને અંતિમ સ્ટોપને પસંદ કરીને મુસાફરોની સંખ્યાને પસંદ કરીને QR ટિકિટ ખરીદી શકશે.
    Published by:ankit patel
    First published:February 15, 2021, 18:00 pm

    ટૉપ ન્યૂઝ