Home /News /national-international /

દિલ્લીમાં કોરોના: લોકડાઉન વધ્યા પછી હવે મેટ્રો સેવાઓ પણ બંધ કરવાનો નિર્ણય

દિલ્લીમાં કોરોના: લોકડાઉન વધ્યા પછી હવે મેટ્રો સેવાઓ પણ બંધ કરવાનો નિર્ણય

    નવી દિલ્લી: દેશની રાજધાની દિલ્લીમાં કોરોના કેસોને ધ્યાને રાખીને ફરી એકવાર લોકડાઉન (Lockdown)ને વધારી દેવામાં આવ્યું છે. જેને અનુલક્ષીને દિલ્લી મેટ્રો રેલ કોર્પોરેશનમાં પણ મેટ્રોની સેવાઓ (Metro Services)ને બંધ કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. ડીએમઆરસી તરફથી કહેવામાં આવ્યું છે કે. દિલ્લીમાં લોકડાઉન (Lock Down In Delhi)ને ધ્યાને રાખીને શહેરમાં મેટ્રો ટ્રેને બંધ કરવાનો નિર્ણય કરી લેવામાં આવ્યો છે.

    આવી સ્થિતિમાં તાળાબંધીની સાથે સાથે 24 મેના રોજ સવારે 5 વાગ્યા સુધી દિલ્હીના તમામ માર્ગો પર મેટ્રો સેવાઓ બંધ રહેશે. તેથી, મહત્વપૂર્ણ કાર્યો તરફ પ્રયાણ કરતા લોકોને હવે મેટ્રોને બદલે પરિવહન માટેના અન્ય વિકલ્પો શોધવા પડશે. જો કે, આગામી ઓર્ડર સુધી આ વ્યવસ્થા અમલમાં રહેશે.

    દિલ્લીમાં મેટ્રો (Delhi Metro) પાસે 336 ટ્રોનોને સેટ છે. જેમાંથી 181 6 કોચવાળી ટ્રેન છે અને 133 આઠ કોચવાળી ટ્રેનો અને 22 ચાર કોચ વાળી ટ્રેન છે જે સામન્યા સમયમાં તમામ રૂટો પર ચાલે છે. જો કે લોકડાઉનને કારણે તમામ ટ્રેનોને સ્થગિત કરી દેવામાં આવી છે.

    મારુતિ સુઝુકી WagonRનું ઇલેક્ટ્રિક વર્ઝન થોડા જ સમયમાં આવશે માર્કેટમાં, જાણો તેની કિંમત

    કોરોનાના વધતા જતા કેસોને જોતા દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે (Arvind kejriwal Government)ફરી એકવાર દિલ્હીમાં લોકડાઉન(Lockdown in Delhi) વધારવાની જાહેરાત કરી છે. લોકડાઉન એક અઠવાડિયા સુધી વધારવામાં આવ્યું છે, જે 24 મેના રોજ સવારે 5 વાગ્યા સુધી અમલમાં રહેશે.

    આ સંદર્ભમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, 'દિલ્હીમાં લોકડાઉન એક અઠવાડિયા માટે વધારવામાં આવી રહ્યું છે. આવતા સોમવારે સવારે 5 વાગ્યા સુધી લોકડાઉન વધારવામાં આવી રહ્યું છે. દિલ્હીમાં પોઝીટીવીટીનો રેટ 1 ટકા અને 10 ટકાની નજીક આવી ગયો છે. તે જ સમયે, મુખ્યમંત્રીએ કહ્યું કે, લોકડાઉન અવધિ વધારવામાં આવી રહી છે, કારણ કે જો આ સમય હળવો કરવામાં આવે તો કોરોના વાયરસને અંકુશમાં રાખવામાં અત્યાર સુધીની પ્રાપ્ત સફળતાને પર પાણી ફરી જાય તેવી સ્થિતિનું સર્જન પણ થઇ શકે છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Delhi corona cases

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन