Home /News /national-international /

આવતા વીકથી દિલ્હીમાં શરૂ થશે ડ્રાઈવર-લેસ મજેન્ટા લાઈન મેટ્રો

આવતા વીકથી દિલ્હીમાં શરૂ થશે ડ્રાઈવર-લેસ મજેન્ટા લાઈન મેટ્રો

દિલ્હીમાં ડ્રાઈવર લેસ મેટ્રોની મુસાફરી આવતા સપ્તાહથી શરૂ થઈ જશે. બધી જ તૈયારીઓ પૂરી થવાની સાથે જ સીએમઆરએસ (Metro railway safety commissioner)એ પણ નવી લાઈન પર મેટ્રો ચલાવવાની મંજૂરી આપી દીધી છે.

દિલ્હીમાં ડ્રાઈવર લેસ મેટ્રોની મુસાફરી આવતા સપ્તાહથી શરૂ થઈ જશે. બધી જ તૈયારીઓ પૂરી થવાની સાથે જ સીએમઆરએસ (Metro railway safety commissioner)એ પણ નવી લાઈન પર મેટ્રો ચલાવવાની મંજૂરી આપી દીધી છે.

દિલ્હીમાં ડ્રાઈવર લેસ મેટ્રોની મુસાફરી આવતા સપ્તાહથી શરૂ થઈ જશે. બધી જ તૈયારીઓ પૂરી થવાની સાથે જ સીએમઆરએસ (Metro railway safety commissioner)એ પણ નવી લાઈન પર મેટ્રો ચલાવવાની મંજૂરી આપી દીધી છે. એવામાં નવેમ્બરના અંતિમ વીકની શરૂઆતમાં મજેન્ટા લાઈન મેટ્રો શરૂ થઈ જશે.


જનકપુરી પશ્ચિમ નોએડા-બોટેનિકલ ગાર્ડનવાળી મજેન્ડા લાઈન પર કાલકાજી મંદિરથી બોટેનિકલ ગાર્ડન વચ્ચે ચલાવવામાં આવનાર આ મેટ્રો ડ્રાઈવર વગરની હશે. જોકે શરૂઆતમાં આ મેટ્રોમાં ડ્રાઈવરોને રાખવામાં આવશે, જેથી આ ટ્રેનોનું સ્ટેટસ ખબર પડી શકે.


ડીએમઆરસીના પ્રવક્તાએ જણાવ્યું કે, 25 નવેમ્બર બાદ ક્યારેય પણ મજેન્ટા લાઈન મેટ્રોને ચલાવવામાં આવી શકે છે. આને શરૂ કરવાની તારીખ નક્કી કરવામાં આવી રહી છે. જોકે, સીએમઆરએસ તરફથી બધા જ દસ્તાવેજોની તપાસ કર્યા બાદ ડ્રાઈવર લેસ મેટ્રોને લીલી ઝંડી બતાવવામાં આવશે.


ડીએમઆરસી બે-ત્રણ દિવસમાં ડ્રાઈવર લેસ મેટ્રોને શરૂ કરવાની ચોક્કસ તારીખની જાહેરાત કરશે. જણાવી દઈએ કે, આ કોરિડોર લગભગ 38 કિલોમીટર લાંબી જનકપુરી પશ્ચિમ- બોટેનિક ગાર્ડનનો ભાગ રહેશે. નોએડાથી દિલ્હી યેલો લાઈન સુધી જનાર લોકોને રાજીવ ગાંધી ચોક પર ટ્રેન બદલવી પડે છે. જોકે મજેન્ટા લાઈન બાદ લોકોને ટ્રેન બદલવાથી છૂટકારો મળી જશે અને તેઓ એક જ ટ્રેનથી સીધા આવી-જઈ શકશે.


First published:

Tags: Metro train, દિલ્હી`

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन