Home /News /national-international /

ત્રણ ફેઝમાં શરૂ થશે Delhi Metro,યલ્લો લાઇન પ્રથમ થશે સ્ટાર્ટ, ગેટ ટાઇમિંગ પણ ફિક્સ

ત્રણ ફેઝમાં શરૂ થશે Delhi Metro,યલ્લો લાઇન પ્રથમ થશે સ્ટાર્ટ, ગેટ ટાઇમિંગ પણ ફિક્સ

ત્રણ ફેઝમાં શરૂ થશે Delhi Metro,યલ્લો લાઇન પ્રથમ થશે સ્ટાર્ટ, ગેટ ટાઇમિંગ પણ ફિક્સ

પ્રમુખ મેટ્રો સ્ટેશનો પર નક્કી કરેલા ગેટથી જ એન્ટ્રી કરી શકાશે. એક્ઝિટ માટે પણ અલગ ગેટ રહેશે

    નવી દિલ્હી : મેટ્રો સેવાઓ 7 સપ્ટેમ્બરથી અનલૉક-4 અંતર્ગત શરૂ થવાની છે. સરકારના નિર્દેશો પ્રમાણે 7 સપ્ટેમ્બરથી સ્ટેપ બાય સ્ટેપ મેટ્રો સેવા શરૂ થઈ જશે. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC)ના મતે પ્રારંભમાં અમે ફક્ત એક લાઇન ખોલીશું અને તેનો સમય સવારે 7 વાગ્યાથી 11 વાગ્યા સુધી અને સાંજે 4 થી 6 વાગ્યા સુધીનો રહેશે. પ્રમુખ મેટ્રો સ્ટેશનો પર નક્કી કરેલા ગેટથી જ એન્ટ્રી કરી શકાશે. એક્ઝિટ માટે પણ અલગ ગેટ રહેશે. યાત્રીઓને ફક્ત સ્માર્ટ કાર્ડનો ઉપયોગ અને કેશલેશ/ઓનલાઇન લેવડ દેવડની મંજૂરી રહેશે.

    દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશનના મતે ત્રણ ચરણોમાં મેટ્રોનું આખું ઓપરેશન ચાલું કરવામાં આવશે. પ્રથમ ચરણ 7 સપ્ટેમ્બર સુધી રહેશે. જેમાં સમયાપુર બાદલીથી હુડા સિટી સેન્ટર સુધી પીળી લાઇન શરૂ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે. ચરણ-2માં 9 સપ્ટેમ્બરે બીજી ત્રણ લાઇનો શરૂ કરવામાં આવશે. બ્લૂ લાઇન, પિંક લાઇન અને ગુડગાંવ લાઇન પર કામ શરૂ કરવામાં આવશે. ચરણ-3માં 10 સપ્ટેમ્બરે ઓપરેશન અને તેના પ્રભાવને જોતા રેડ લાઇન (ગાજિયાબાદથી રિઠાલા), બહાદુરગઢ લાઇન અને ફરીદાબાદ લાઇન પર ઓપરેશન શરૂ કરવાનો વિચાર કરવામાં આવશે.

    આ પણ વાંચો - PUBG મોબાઇલ ગેમ સહિત વધુ 118 ચાઇનીઝ એપ્લિકેશન પર પ્રતિબંધ, જુઓ યાદી

    મેટ્રોમાં સફર કરનાર દરેક વ્યક્તિ, સ્ટેશન અને મેટ્રો રેલના સ્ટાફે માસ્ક પહેરવો ફરજિયાત રહેશે. સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે સામાજિક દૂરી સુનિશ્ચિત કરવા માટે સુચારુ બોર્ડિંગ/ડીબોર્ડિંગને સક્ષમ કરવા માટે સ્ટેશનો પર પર્યાપ્ત સમય આપવો પડશે. મેટ્રો રેલ કોર્પોરેશન પણ યોગ્ય સામાજિક દૂરી સુનિશ્ચિત કરવા માટે કેટલાક સ્ટેશનોને છોડવાનો સહારો લેવામાં આવી શકે છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Delhi metro, Metro

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन