Facebook LIVE કરી મેટ્રો કર્મચારીની આત્મહત્યા, VIDEO જોઈ મિત્રોના હોશ ઉડ્યા

આત્મહત્યા કરતાં પહેલા શુભાંકરે બે વાર પોતાનું આઈ કાર્ડ ચૂમ્યું, લાઇવ વીડિયો જોઈ મિત્રોએ પોલીસને જાણ કરી

News18 Gujarati
Updated: August 12, 2019, 11:02 AM IST
Facebook LIVE કરી મેટ્રો કર્મચારીની આત્મહત્યા, VIDEO જોઈ મિત્રોના હોશ ઉડ્યા
મૃતકની પત્ની પશ્ચિમ બંગાળમાં રહે છે ડીએમઆરસી કર્મચારીએ આત્મહત્યા કરી. ફેસબુક પર વીડિયો કર્યો લાઇવ (પ્રતીકાત્મક તસવીર)
News18 Gujarati
Updated: August 12, 2019, 11:02 AM IST
દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC)ના એક કર્મચારીએ રવિવારે પોતાના ભાડાના મકાનમાં કથિત રીતે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી દીધી. તેણે આ સમગ્ર ઘટનાને ફેસબુક પર લાઇવ (Facebook Live) પણ કરી દીધી. પોલીસે જણાવ્યું કે મૃતકની ઓળખ પશ્ચિમ બંગાળના 24 પરગણા જિલ્લાના રહેવાસી શુભાંકર ચક્રવતી (27) તરીકે થઈ છે.

પોલીસે જણાવ્યું કે, પૂર્વ શાહદરામાં રહેનારા શુભાંકરના રૂમમાંથી કોઇ સુસાઇડ નોટ નથી મળી, જ્યાં તેણે પંખાના હુકથી પ્લાસ્ટિકના તાર દ્વારા ફાંસો ખાઈને જીવ આપી દીધો. પોલીસે કહ્યું કે શુભાંકરનો બે દિવસ પહેલા તેને મળવા આવેલા પિતા સાથે ઝઘડો થયો હતો. જોકે, આ વાતની તપાસ કરવામાં આવી રહી છે કે શું તે ઝઘડાના કારણે તેણે આ પગલું ભર્યુ છે. કોઈએ પણ શુભાંકરની મોત આશંકા નથી વ્યક્ત કરી.

આ પણ વાંચો, 5 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યાં, ઝઘડો થતાં પત્નીનું માથું કાપીને રસ્તા પર ફરતો રહ્યો

આત્મહત્યા પહેલા બે વાર ચૂમ્યું આઈડી કાર્ડ

ફેસબુક લાઇવ સ્ટ્રીમ દરમિયાન શુભાંકરને DMRCના યૂનિફોર્મમાં કથિત રીતે કૂલર પર ચઢતો જોવા મળ્યો. તેણે એક-બે વાર રૂમ તરફ જોયું અને ફાંસી લગાવતાં પહેલા કંપનીના પોતાના આઈડી કાર્ડને બે વાર ચૂમ્યું. એક સૂત્રએ કહ્યું કે શુભાંકરે જૂનમાં DMRCમાં નોકરી શરી કરી હતી અને તે વીજળી તથા મેન્ટેનન્સ વિભાગનો કર્મચારી હતો.

લાઇવ વીડિયો જોઈ મિત્રોએ પોલીસને જાણ કરી
પોલીસ મુજબ, શુભાંકરના મિત્ર સૂર્યકાંત દાસે સવારે લગભગ 9.05 વાગ્યે પોલીસને જાણ કરી. પોલીસે પોતાના નિવેદનમાં કહ્યું કે સૂર્યકાંતે જણાવ્યું કે તેના મિત્ર આકાશે તેને સવારે લગભગ 8 વાગ્યે જાણકારી આપી કે તેણે શુભાંકરનો લાઇવ વીડિયો જોયો, જેમાં તે રૂમના પંખાના હુક સાથે ફાંસી લગાવતો જોવા મળ્યો.

મૃતકની પત્ની પશ્ચિમ બંગાળમાં રહે છે

સૂર્યકાંતે તેની માહિતી પોતાના અન્ય એક મિત્ર રાજેન્દ્ર ઓઝાને આપી અને જ્યારે તે તેના ઘરે પહોંચ્યો તો રૂમ અંદરથી બંધ હતો. આ દરમિયાન જ્યારે તેણે બારીથી અંદર જોયું તો શુભાંકર પંખેથી લટકેલો જોવા મળ્યો. પોલીસે કહ્યું કે મૃતકના પરિવારને જાણ કરવામાં આવી છે. પોલીસે કહ્યું કે શુભાંકરની પત્ની પશ્ચિમ બંગાળમાં રહે છે. તેની એક પરિણીત બહેન પણ છે અને માતાનું 16 વર્ષ પહેલા નિધન થઈ ચૂક્યું છે.

આ પણ વાંચો, દિલ્હી એઇમ્સના ડૉ.નો વડોદરાની પત્ની પર ત્રાસ કહ્યું, 'વધુ ખાઇશ તો જાડી થઈ જઈશ, શારીરિક સંબંધમાં મજા નહીં આવે'
First published: August 12, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...