Home /News /national-international /

'ખરીદો મૂળા, ભીંડા, કોબીના ગ્રીન ફટાકડા, ફૂટ્યા બાદ પણ આવશે કામ' Video વાયરલ

'ખરીદો મૂળા, ભીંડા, કોબીના ગ્રીન ફટાકડા, ફૂટ્યા બાદ પણ આવશે કામ' Video વાયરલ

    વધતા પ્રદૂષણને લઈ સુપ્રીમ કોર્ટે હમણાં જ પોતાના એક નિર્ણયમાં દિલ્હી-એનસીઆરમાં ફટાકડા ફોડવા માટે રાત્રીના 8થી 10 કલાકનો સમય નક્કી કરી દીધો હતો. આ સિવાય કોર્ટે કહ્યું હતું કે, એનસીઆરમાં માત્ર ગ્રીન ફટાકડા જ વેચી અને ફોડી શકાશે. આને લઈ સોશિયલ મીડિયા પર એક રસપ્રદ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક વ્યક્તિ ગ્રીન ફટાકડાના નામે શાકભાજીમાં ફટાકડા લગાવી વેચી રહ્યો છે.

    આ ફટાકડાઓમાં શિમલા મિર્ચ ફટાકડા, કોબી ફટાકડા, કારેલા બોમ્બ, ભીંડા બોમ્બ પણ સામેલ છે. વીડિયોમાં બે વ્યક્તિ લોકોને ગ્રીન ફટાકડા ખરીદવા માટે બુમો પાડી રહ્યા છે. સાથે કહી રહ્યા છે કે, ફટાકડો ફૂટ્યા બાદ તમે આની શાકભાજી પણ બનાવી શકો છો.



    ટ્વીટર પર @ Vishupediaએ આ વીડિયો પોસ્ટ કર્યો છે. આ લગભગ 1 હજાર વખત ટ્વીટ કરવામાં આવ્યો છે. ટ્વીટર સિવાય આ કેટલાક ફેસબુક અને વોટ્સઅપ ગ્રુપમાં પણ શેર કરવામાં આવ્યો છે.

    ગ્રીન ફટાકડાની જાણકારી સમય પર ન મળવાના કારણે આ ફટાકડા બજારમાં ક્યાંય ઉપલબ્ધ નથી થઈ શક્યા. જેને લઈ વેપારીઓએ લીલી શાકભાજીના બોમ્બ બનાવી અનોખો વિરોધ કર્યો છે.



    આ ગ્રીન ફટાકડા વિશે હોલસેલ માર્કેટ વેલફેયર એસોશિએશનના અધ્યક્ષ એચએસ છાબડાએ કહ્યું કે, અમને ગ્રીન ફટાકડા વિશે કોઈ જાણકારી ન હતી.

    તમને જણાવી દઈએ કે, ગ્રીન ફટાકડા પરંપરાગત સામાન્ય ફટાકડાના મુકાબલે ઓછા ખતરનાક અને નુકશાનદાયક કેમિકલ્સના બનેલા હોય છે. તમે પણ આ શાકભાજીના બોમ્બનો વીડિયો જોઈ મનમાં તો મલકાઈ જ જશો.

    Published by:kiran mehta
    First published:

    Tags: Merchant selling vegetables crackers, Vegetables crackers viral funny video, દિલ્હી

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन