મર્સિડિઝ ચાલકે કાર રિવર્સમાં લેતા 10 મહિનાની બાળકીને કચડી, સારવાર પહેલાં જ મોત

મર્સિડિઝ કાર ચાલકે બાળકીને કચડી મારી.

10 મહિનાના બાળકી રમી રહી હતી ત્યારે મર્સિડિઝ ચાલકે કાર રિવર્સ લીધી હતી, બાળકીનું ઘટનાસ્થળે જ મોત.

 • Share this:
  નવી દિલ્હી : દિલ્હીના તિલક નગર (Delhi Tilak Nagar)વિસ્તારમાં એક મર્સિડિઝ બેન્ઝ એસયૂવી (Sports utility vehicle) કારના ચાલકે 10 મહિનાની બાળકીને કચડી નાખી છે. કારનો ચાલક કારને રિવર્સ (Car Reverse) લઈ રહ્યો હતો ત્યારે બાળકી વ્હીલ નીચે કચડાઈ હતી. પોલીસના જણાવ્યા પ્રમાણ બનાવ બાદ કાર ચાલક (Mercedes SUV Car Driver)ની ધરપકડ કરી લેવામાં આવી છે.

  પશ્ચિમ દિલ્હી ડેપ્યૂટી કમિશનર દીપક પુરોહિતના જણાવ્યા પ્રમાણે રાધિકા નામની 10 મહિનાની બાળકી તેના ઘર બહાર પાર્કિંગ એરિયામાં રમી રહી હતી. આ સમયે 31 વર્ષનો કાર ચાલક અખિલેશ મર્સિડિઝ બેન્ઝ કાર રિવર્સમાં લઈ રહ્યો હતો. બાળકી કાર પાછળ રમી રહી હોવા અંગેની વાતથી અખિલેશ અજાણ હતો.

  કાર નીચે આવી ગયા બાદ રાધિકાને તાત્કાલિક દીન દયાળ ઉપાધ્યાય હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે, હૉસ્પિટલ પહોંચે તે પહેલા જ તેનું મોત થઈ ગયું હતું.

  પીડિત બાળકીના પિતા સુરક્ષા ગાર્ડ તરીકે નોકરી કરે છે. આ કાર જસબીર સિંઘની માલિકીની છે, તેઓ એલિવેટર બિઝનેસ સાથે સંકળાયેલા છે.

  આ પણ વાંચો : લૉકડાઉન ખુલતા જ સૈફ-કરીનાએ કર્યું એવી કામ કે લોકોએ ઊઠાવ્યાં સવાલ!

  બાળકીનાં મોત અંગે વધુ તપાસ માટે ઘટના સ્થળે ફૉરેન્સિક સાયન્સ લેબોરેટરની ટીમ પણ બોલાવવામાં આવી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે ફૉરેન્સિક ટીમે ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી હતી. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  પોલીસના જણાવ્યા પ્રમાણે પોસ્ટમોર્ટમ બાદ બાળકીનાં મૃતદેહને પરિવારને સોંપી દેવામાં આવશે.

  આ પણ વાંચો : રાજપીપલામાં 400 વર્ષ જૂનું હરસિદ્ધિ માતાનું મંદિર 76 દિવસ બાદ ખુલ્યું
  Published by:Vinod Zankhaliya
  First published: