Delhi MCD Elections Result 2022: દિલ્હીના શાહીન બાગ વિસ્તારમાં ખૂબ જ કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતદાન યોજાયું હતું. CAAથી લઈને અનેક આંદોલનનું કેન્દ્ર બનેલા શાહીન બાગના મતદાતાઓએ ભાજપ-આપને દૂર રાખ્યા છે. આ બન્ને પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો છે.
નવી દિલ્હી: દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પ્રારંભિક વલણોથી આમ આદમી પાર્ટીને સત્તાનો રસ્તો મળી રહ્યો હતો. જોકે શાહીન બાગમાં આમ આદમી પાર્ટી નિષ્ફળ રહી છે. શાહીન બાગ અને ઝાકિર નગરમાં કોંગ્રેસે જીતનો ઝંડો ફરકાવ્યો છે. ઝાકિર નગર વોર્ડમાંથી કોંગ્રેસના નાઝિયા દાનિશનો વિજય થયો છે. બીજી તરફ અબુલ ફઝલ એન્ક્લેવ (શાહીન બાગ)થી કોંગ્રેસની અરીબા ખાને જીત મેળવી છે. જણાવી દઈએ કે, જે વોર્ડમાં શાહીન બાગ આવે છે તેનું નામ અબુલ ફઝલ એન્ક્લેવ છે.
ઉલ્લેખનીય છે કે, શાહીન બાગ નાગરિકતા સંશોધન કાયદા (CAA) ના વિરોધના કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું હતું. આ સમગ્ર વિસ્તારમાં મુસ્લિમ સમાજનું પ્રભુત્વ જોવા મળે છે. MCD ચૂંટણીની વાત કરીએ તો, અહીં કડક સુરક્ષા વચ્ચે મતદાન થયું હતું. ચૂંટણી દરમિયાન દિલ્હી પોલીસ, અર્ધલશ્કરી દળના જવાનો તેમજ ઉત્તર પ્રદેશના હોમગાર્ડને આ વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યા હતા.
દિલ્હી MCD ચૂંટણીમાં બુધવારે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ હતી. ટ્રેન્ડમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. શરૂઆતથી જ ટ્રેન્ડમાં AAP ભાજપ પર આગળ રહ્યું હતું અને આખરી આમ આદમી પાર્ટીએ જીત મેળવી છે.
જણાવી દઈએ કે, CAA, NRC અને દિલ્હી રમખાણોના વિરોધ બાદ આ પહેલી મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી છે. મહાનગરપાલિકાના તમામ 250 વોર્ડ માટે 4 ડિસેમ્બરે મતદાન થયું હતું. આ ચૂંટણીમાં 50.48 ટકા મતદાન નોંધાયું હતું. તે જ સમયે, મત ગણતરી માટે 42 કેન્દ્રો બનાવવામાં આવ્યા છે અને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
Published by:Samrat Bauddh
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર