Home /News /national-international /દિલ્હી એમસીડી 2022: જો બહુમત નહીં મળે તો પણ ભાજપ હાર નહીં માને, સત્તામાં રહેવા માટે બનાવી નાખ્યો ફુલપ્રુફ પ્લાન
દિલ્હી એમસીડી 2022: જો બહુમત નહીં મળે તો પણ ભાજપ હાર નહીં માને, સત્તામાં રહેવા માટે બનાવી નાખ્યો ફુલપ્રુફ પ્લાન
દિલ્હી એમસીડી હાથમાંથી સરકી જાય તો, ભાજપે બનાવ્યો છે ફુલપ્રુફ પ્લાન
Delhi MCD Election Results 2022: દિલ્હી નગર નિગમ ચૂંટણી માટે વોટની ગણતરી થઈ રહી છે. દિલ્હી એમસીડી ચૂંટણીના પરિણામોમાં અત્યાર સુધીમાં જે વલણ આવી રહ્યા છે, તેમાં આમ આદમી પાર્ટીને બહુમત મળતો દેખાઈ રહ્યો છે.
નવી દિલ્હી: દિલ્હી નગર નિગમ ચૂંટણી માટે વોટની ગણતરી થઈ રહી છે. દિલ્હી એમસીડી ચૂંટણીના પરિણામોમાં અત્યાર સુધીમાં જે વલણ આવી રહ્યા છે, તેમાં આમ આદમી પાર્ટીને બહુમત મળતો દેખાઈ રહ્યો છે. જો કે, હાર જીતના પરિણામમાં ભાજપ અને આપ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. કારણ કે દિલ્હી એમસીડી ચૂંટણીમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે બરાબરની ફાઈટ થઈ રહી છે. ત્યારે આવા સમયે ભાજપે અત્યારથી જ એમસીડી પર પોતાનો કબ્જો જમાવવાનો જુગાડ શોધી લીધો છે. સૂત્રોનું માનીએ તો, એમસીડી ચૂંટણીમાં પરિણામોમાં ભાજપ જો બહુમતના આંકડાને પાર કરી શકતુ નથી, તો પાર્ટીએ હવે અપક્ષ અને બીજી પાર્ટીઓના જીતેલા કોર્પોરેટરો પર નજર રાખશે.
સૂત્રોએ જણાવ્યું છે કે, ભાજપ હાઈકમાન્ડે દિલ્હી ભાજપના નેતાઓને અપક્ષ અને બીજી પાર્ટીના જીતેલા ઉમેદવારોનો સંપર્ક કરવાનો નિર્દેશ આપી દીધા છે. માનવામાં આવી રહ્યું છે કે, ભાજપ અપક્ષ ઉમેદવારોને પોતાના પક્ષમાં લાવવા માટે અત્યારથી જુગાડ શરુ કરી દીધો છે. એટલુ જ નહીં કોંગ્રેસના ઉમેદવારો પર પણ ભાજપ નજર રાખીને બેઠું છે. હાલમાં નજર નાખીએ તો, કોંગ્રેસ 10 સીટ પર આગળ ચાલી રહ્યું છે. જ્યારે અપક્ષ ઉમેદવાર પણ 5 સીટથી આગળ ચાલી રહ્યા છે.
અત્યાર સુધીના જે આંકડા આવ્યા છે, તે મુજબ આમ આદમી પાર્ટી હાલમાં 42 સીટ જીતી ચુકી છે, જ્યારે ભાજપના ખાતામાં અત્યાર સુધીમાં 38 સીટો આવી ગઈ છે. કોંગ્રેસ બે સીટ જીતી ચુકી છે, જ્યારે એક સીટ અપક્ષ ઉમેદવાર પાસે છે. આપને જણાવી દઈએ કે, મોટા ભાગના એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટીની જીતની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી.
એમસીડીમાં 2007થી ભાજપનો કબ્જો
એમસીડીમાં 2007થી ભાજપ શાસનમાં છે. તેણે 2017માં નગર નિગમ ચૂંટણીમાં કુલ 270 વોર્ડથી 181 સીટ પર જીત નોંધાવી હતી. આમ આદમી પાર્ટીએ 48 અને કોંગ્રેસે 30 વોર્ડમાં જીત મેળવી હતી. આ વર્ષની શરુઆતમાં કેન્દ્ર સરકારે દિલ્હીની ત્રણેય નગર નિગમનું એકીકરણ કરી દીધું હતું, જે બાદ વોર્ડની સંખ્યા 250 થઈ ગઈ હતી.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર