Home /News /national-international /Delhi MCD Election Result: ગુજરાતનાં લોકોને તકલીફ જ રહેશે! અરવિંદ પર આક્ષેપ કરનાર ભોગવશે: કેજરીવાલનાં પિતા
Delhi MCD Election Result: ગુજરાતનાં લોકોને તકલીફ જ રહેશે! અરવિંદ પર આક્ષેપ કરનાર ભોગવશે: કેજરીવાલનાં પિતા
દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનાં પિતા
Delhi MCD Election Results 2022: આજે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામ આવવાના છે ત્યારે દિલ્હીનાં મુખ્યમંત્રી અને આપનાં સંયોજક અરવિંદ કેજરીવાલનાં પિતાએ કેટલીક મહત્વની વાત કરી હતી. જાણો શું કહ્યું
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી એટલે કે MCD ચૂંટણી માટે બુધવારે સવારે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતગણતરી શરૂ થઈ ગઈ છે. 250 બેઠકો પર મતદાન બાદ આજે બહાર આવેલા પ્રારંભિક વલણોમાં આમ આદમી પાર્ટીને બઢત મળી રહી છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે પણ AAPની જીતનો દાવો કર્યો છે.
ગોવિંદ રામ કેજરીવાલની વાતચીત
તો બીજી તરફ આ દરમિયાન, MCD ચૂંટણીના પરિણામો પહેલા કેજૃવાલના પિતા ગોવિંદ રામ કેજરીવાલે પણ બુધવારે સવારે મીડિયા સાથે વાત કરી હતી. તેમણે આ દરમિયાન કહ્યું હતું કે જે લોકો અરવિંદ કેજરીવાલ પર આરોપ લગાવે છે તેઓ પોતે ભોગવશે.
ચૂંટણી દરમિયાન અરવિંદ કેજરીવાલ પર પણ અનેક આરોપો લાગ્યા
જેઓ આક્ષેપો કરે છે તેઓ પોતે ભોગવશે અમે કોઈની ટીકા કરતા નથી. આજે દીકરો ઉઠ્યો અને મારા આશીર્વાદ લીધા. તે દરરોજ ઉઠે છે અને આશીર્વાદ લે છે, અમે તેને ખલેલ પહોંચાડતા નથી, જ્યારે તેની પાસે ખાલી સમય હોય છે ત્યારે તે આવીને અમારી પાસે બેસે છે.
" isDesktop="true" id="1296237" >
આજે MCD ચૂંટણીના પરિણામ આવી રહ્યા છે, શું કહેશો?
અમે ખુશ છીએ કે દરેકને મદદ મળશે, સ્વચ્છતા હશે, સારું સ્વાસ્થ્ય હશે, બધા સારા હશે. ગુજરાતમાં એવું નથી થઈ રહ્યું, ગુજરાતની જનતાને તકલીફ થતી રહેશે, તેઓને જોઈતી સુવિધાઓ મળી શકશે નહીં.