નવી દિલ્હી: દિલ્હી નગર નિગમ ચૂંટણીના શરુઆતી રુઝાનમાં આમ આદમી પાર્ટીને લીડ મળતી દેખાઈ રહી છે. જો કે, શાહીન બાગમાંથી આમ આદમી પાર્ટીને નિષ્ફળતા મળી છે. શાહીનબાગ અને ઝાકિરનગરમાં કોંગ્રેસે જીત મેળવી છે. ઝાકિરનગર વોર્ડમાંથી કોંગ્રેસના નાઝિયા દાનિશે જીત મેળવી છે. તો વળી અબુલ ફઝલ અન્ક્લેવ (શાહીનબાગ)થી કોંગ્રેસના અરીબા ખાને જીત નોંધાવી છે. આપને જણાવી દઈએ કે, શાહીન બાગ જે વોર્ડમાં આવે છે, તેનું નામ અબુલ ફઝલ એન્ક્લેવ છે.
આપને જણાવી દઈએ કે, શાહીન બાગ નાગરિકતા સંશોધન કાનૂન (CAA) વિરુદ્ધ વિરોધ પ્રદર્શનનું કેન્દ્ર બનીને ઊભરી આવ્યું હતું. આ સમગ્ર વિસ્તાર મુસ્લિમ બહુમતીવાળો છે. એમસીડી ચૂંટણીની વાત કરીએ તો, અહીં કડક સુરક્ષા વચ્ચે મતદાન થયું હતું. ચૂંટણી દરમિયાન આ વિસ્તારમાં દિલ્હી પોલીસ, અર્ધ સૈનિક દળના જવાનોની સાથે ઉત્તર પ્રદેશથી આવેલા હોમગાર્ડ્સને તૈનાત કર્યા હતા.
દિલ્હી એમસીડી ચૂંટણીમાં વોટની ગણતરી બુધવાર સવારે 8 વાગ્યાથી શરુ થઈ ગઈ છે. રુઝાનોમાં ભાજપ અને આમ આદમી પાર્ટીની વચ્ચે કાંટાની ટક્કર છે. પણ આપ પાર્ટી ભાજપને ટક્કર આપી ટોપ પર ચાલી રહી છે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર