નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને દિલ્હી સરકારમાં મંત્રી સત્યેન્દ્ર જૈનની વિધાનસભા ક્ષેત્ર શકૂર બસ્તીમાં તમામ 3 વોર્ડમાં ભાજપ ઉમેદવારો જીત્યા છે. આપના ઉમેદવાર અહીં બીજા નંબર પર છે. અહીંની સરસ્વતી વિહાર વોર્ડ નંબર 58થી ભાજપ ઉમેદવાર શિખા ભારદ્વાજે આપના ઉર્મિલા ગુપ્તાને હરાવી દીધા છે. તો વળી પશ્ચિમ વિહાર વોર્ડ 59થી ભાજપના વીનિત વોહરાએ શાલૂ દુગ્ગલને પરાજય આપ્યો છે. આ ઉપરાંત રાની બાગ વોર્ડ 60થી જ્યોત અગ્રવાલે આપના ઉમેદવાર મિથલેશ પાઠકને હાર આપી છે. આપને જણાવી દઈએ કે, ધારાસભ્ય સત્યેન્દ્ર જૈન પ્રિવેંશન ઓેફ મની લોન્ડ્રીંગ કેસમાં તિહાડ જેલમાં બંધ છે.
આમ આદમી પાર્ટીના બીજા કદ્દાવર નેતા અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયા પટપડગંજથી ધારાસભ્ય છે. તેમના ક્ષેત્રના 4 વોર્ડ છએ. આ તમામ વોર્ડમાં ભાજપે લીડ મેળવી છે. વોર્ડ 196 મયૂર વિહાર-2માં ભાજપ ઉમેદવાર બિપિન બિહારી, 198-વિનોદ નગરથી રવિન્દર સિંહ નેગી અને 199-મંડાવલી વોર્ડમાંથી ભાજપના શશિ ચાંદના આપ ઉમેદવારથી આગળ ચાલી રહ્યા હતા. 197 -પટપડગંજથી આપના ઉમેદવાર સીમા ભાજપના રેનૂ ચૌધરીથી આગળ ચાલી રહ્યા છે.
પર્યાવરણ મંત્રી ગોપાલ રાયના ક્ષેત્રમાં શું છે હાલ
દિલ્હી સરકારના પર્યાવરણ મંત્રી ગોપાલ રાય બાબરપુરથી ધારાસભ્ય છે. તેમના વિસ્તારમાં ચાર વોર્ડ આવે છે. ભાજપે આ વખતે સુભાષ મોહલ્લાથી મનીષા સિંહને મેદાનમાં ઉતાર્યા હતા. તો વળી આમ આદમી પાર્થીથી રેખા ત્યાગી અને કોંગ્રેસથી નઝરા બેગમ મેદાનમાં હતા. અહીં આપ ઉમેદાવરે લીડ બનાવેલી છે. કબીર નગરથી ભાજપે વિનોદ કુમારને મેદાનમાં ઉતાર્યા હતા, તો આમ આદમી પાર્ટીમાંથી સાજિદ તેમને પડકાર આપી રહ્યા છે. આ ઉપરાંત કોંગ્રેસ અહીં જરીફને ટિકિટ આપી છે. આ વોર્ડમાં કોંગ્રેસ આગળ ચાલી રહી છે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર