નવી દિલ્હી: દિલ્હીમાં ભાજપે 15 વર્ષની સત્તા ખોઈ દીધી છે. તાજા આંકડા અનુસાર, દિલ્હી નગર નિગમ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને પૂર્ણ બહુમત મળી ગયો છે. આમ આદમી પાર્ટીએ બહુમતના જાદુઈ આંકડા 126ને પાર કરી 134 સીટ જીતી લીધી છે. તો વળી ભાજપે 104 સીટ પર જીત મેળવી છે. ઉપરાંત કોંગ્રેસે 9 સીટ જીતી છે, તો વળી અપક્ષને 3 સીટ મળી છે.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે, જે આમ આદમી પાર્ટીના કાઉંસિલર જીત્યા છે, તેમને શુભકામનાઓ. જે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ જીત્યા છે, તેમને પણ શુભકામના. જે હાર્યા છે, તેમને નિરાશ થવાની જરુર નથી. અમે આપની સાથે છીએ. જે રાજનીતિ કરવાની હતી, અત્યાર સુધી કરી. આપણે બધા મળીને દિલ્હીની બેસ્ટ બનાવીશું. તેમાં અમે ભાજપ અને કોંગ્રેસનો પણ સહયોગ ઈચ્છીએ છીએ. જે લોકોએ અમને વોટ આપ્યા છે, તેમનો ખૂબ ખૂબ આભાર. જેમણે અમને વોટ નથી આપ્યા, તેમને કહેવા માગુ છું કે, પહેલા આપના કામ કરીશું. કેન્દ્રનો સહયોગ જોઈએ, ખાસ કરીને પીએમ પાસેથી આશીર્વાદ જોઈએ.
હું દિલ્હીના લોકોને આ જીત માટે શુભકામનાઓ પાઠવું છું અને પરિવર્તન લાવવા માટે તેમને ધન્યવાદ આપું છું. હું રાત દિવસ મહેનત કરીને આપના આ વિશ્વાસને જાળવી રાખવાની કોશિશ કરીશ, અમને જે જવાબદારી સોંપવામાં આવી છે, તેને અમે પુરી કરીશું. અમે રાત દિવસ મહેનત કરીને સ્કૂલ અને હોસ્પિટલ ઠીક કર્યા છે. લોકોએ વિજળીની જે જવાબદારી આપી તેને ફ્રી કરી દીધી. આજે દિલ્હીના લોકોએ તેમના ભાઈને દિલ્હીની સફાઈ કરવાની જવાબદારી આપી છે. હું રાત દિવસ મહેનત કરીને આપના આ વિશ્વાસને જાળવી રાખવા માટે કોશિશ કરતો રહીશ. I LOVE YOU TOO.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર