Home /News /national-international /Delhi MCD Election : હિમાચલ અને ગુજરાત સાથે દિલ્હીમાં પણ ચૂંટણીનો ધમધમાટ, આજે થઈ શકે છે તારીખની જાહેરાત

Delhi MCD Election : હિમાચલ અને ગુજરાત સાથે દિલ્હીમાં પણ ચૂંટણીનો ધમધમાટ, આજે થઈ શકે છે તારીખની જાહેરાત

delhi mcd election

હિમાચલ અને ગુજરાત બાદ આજે દિલ્હી નગર નિગમ ચૂંટણીની તારીખોનું પણ એલાન થઈ શકે છે. રાજ્ય ચૂંટણી પંચે શુક્રવારે સાંજે 4 કલાકે એમસીડી ચૂંટણીની તારીખો જાહેર કરશે.

  નવી દિલ્હી: હિમાચલ અને ગુજરાત બાદ આજે દિલ્હી નગર નિગમ ચૂંટણીની તારીખોનું પણ એલાન થઈ શકે છે. રાજ્ય ચૂંટણી પંચે શુક્રવારે સાંજે 4 કલાકે એમસીડી ચૂંટણીની તારીખો જાહેર કરશે. આપને જણાવી દઈએ કે, દિલ્હી નગર નિગમ ચૂંટણી જે ડિસેમ્બરમાં થવાની સંભાવના છે.

  ઓક્ટોબર મહિનાની શરુઆતમાં ગૃહમંત્રાલય દ્વારા દિલ્હી નગર નિગમના વોર્ડનું પુનર્નિર્ધારણથી સંબંધિત એક નોટિફિકેશન જાહેર કર્યા બાદ રાષ્ટ્રીય રાજધાનીમાં નગર નિગમની ચૂંટણીના વોર્ડની કુલ સંખ્યા 272થી ઘટીને 250 થઈ ગઈ છે.

  આ પણ વાંચો: દિલ્હી-NCRમાં હવા થઈ ખરાબ: BS-6 સિવાયના તમામ ડીઝલ વાહનો પર પ્રતિબંધ, ટ્રકને પણ નહીં મળે એન્ટ્રી

  કેન્દ્ર સરકાર દ્વારા એમસીડી વોર્ડના પરિસીમન બાદ એમસીડીમાં કુલ વોર્ડની સંખ્યા 250 થઈ ગઈ છે, જેમાં 42 સીટ અનામત રાખવાનો નિર્ણય કર્યો છે. દિલ્હીમાં ત્રણ નગર નિગમને મર્જ કર્યા બાદ આ પ્રથમ ચૂંટણી છે.

  છેલ્લા 15 વર્ષથી એમસીડીમાં ભાજપનું શાસન છે. આ દરમિયાન કોઈ બીજો પક્ષ અહીં સફળ રહ્યો નથી. 2017ની ચૂંટણીમાં ભાજપે કોઈ પણ સિટિંગ કોર્પોરેટરને ટિકિટ નહીં આપીને મોટો દાવ રમ્યો હતો. જેને લઈને પાર્ટી એન્ટી ઈનકમ્બેન્સીને કોઈ નુકસાન વેઠવાનો વારો આવ્યો નહોતો અને એક મોટી જીત મેળવી હતી.
  Published by:Pravin Makwana
  First published:

  Tags: દિલ્હી

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन