Home /News /national-international /આયારામ-ગયારામ: કોંગ્રેસના બે નેતા દિવસમાં 'આપ'માં જોડાયા, રાતે પાછા પોતાની પાર્ટીમાં આવી ગયા

આયારામ-ગયારામ: કોંગ્રેસના બે નેતા દિવસમાં 'આપ'માં જોડાયા, રાતે પાછા પોતાની પાર્ટીમાં આવી ગયા

કોંગ્રેસ નેતાઓએ સંતાકુકડી રમી

એમસીડી એટલે કે, દિલ્હી નગર નિગમ ચૂંટણીના પરિણામ આવ્યાના બે દિવસ બાદ કોંગ્રેસને ઝટકો આપીને તેના બે નવા કોર્પોરેટરો અને પાર્ટીના દિલ્હી ઉપાધ્યક્ષ અલી મેહદી શુક્રવારે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હતા.

નવી દિલ્હી: એમસીડી એટલે કે, દિલ્હી નગર નિગમ ચૂંટણીના પરિણામ આવ્યાના બે દિવસ બાદ કોંગ્રેસને ઝટકો આપીને તેના બે નવા કોર્પોરેટરો અને પાર્ટીના દિલ્હી ઉપાધ્યક્ષ અલી મેહદી શુક્રવારે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હતા. જો કે, આમ આદમી પાર્ટીમાં જોડાયાના થોડા કલાકો બાદ તેઓએ ઘરવાપસી કરી હતી. દિવસમાં આમ આદમી પાર્ટીમાં જોડાનારા ઉપાધ્યાક્ષ અલી મેહદી સહિત બંને કોર્પોરેટરો રાતે એલાન કર્યું કે, તેમનાથી ભૂલ થઈ ગઈ અને તેઓ પાછા કોંગ્રેસમાં આવી ગયા છે. નવ નિર્વાચિંત કોર્પોરેટર સબિલા બેગમને શુક્રવારે રાતે લગભગ બે વાગ્યે પાર્ટીના રાજ્યસભા સાંસદ ઈમરાન પ્રતાપગઢી દ્વારા તેમને ફરીથી પાર્ટીમાં સામેલ કરાયા હતા.



હકીકતમાં આમ આદમી પાર્ટીએ શુક્રવારે ટ્વિટ કરીને દાવો કર્યો હતો કે, દિલ્હીના વિકાસ માટે દિલ્હી પ્રદેશ કોંગ્રેસ ઉપાધ્યક્ષ અલી મેહદી, નવનિર્વાચિત કોર્પોરેટર સબિલા બેગમ અને નાઝિયા ખાતૂન આપમાં સામેલ થઈ ગયા છે અને તેમને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી છે. પાર્ટીએ તેની તસ્વીર પણ પોસ્ટ કરી હતી. પણ શુક્રવાર રાતે કોંગ્રેસ સાંસદ ઈમરાન પ્રતાપગઢી અને દિલ્હી કમિટિના ઉપાધ્યાક્ષ અલી મેહદીએ ટ્વિટ કરીને જણાવ્યું કે, કોંગ્રેસના કોર્પોરેટર સબિલા બેગમ સહિત આપમાં સામેલ થયેલા કોંગ્રેસ નેતાઓની ઘર વાપસી થઈ ગઈ છે. આપને જણાવી દઈએ કે, પક્ષપલ્ટો કાયદો એમસીડી ચૂંટણીમાં લાગૂ પડતો નથી.
First published:

Tags: Delhi Election