liveLIVE NOW

Delhi MCD Result 2022 LIVE: આમ આદમી પાર્ટીએ 126થી વધારે સીટ જીતી, ભાજપે 97 સીટ જીતી

Delhi MCD Election Result 2022 LIVE updates: દિલ્હીમાં ભાજપે 15 વર્ષની સત્તા ખોઈ દીધી છે. તાજા આંકડા અનુસાર, દિલ્હી નગર નિગમ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને પૂર્ણ બહુમત મળી ગયો છે. આમ આદમી પાર્ટીએ બહુમતના જાદુઈ આંકડા 126ને પાર કરી લીધો છે. તો વળી ભાજપે 97 સીટ પર જીત મેળવી છે.

  • News18 Gujarati
  • | December 07, 2022, 14:22 IST |  Delhi, India
    facebookTwitterLinkedin
    LAST UPDATED: 2 MONTHS AGO
    14:17 (IST)
    દિલ્હીમાં આમ આદમી પાર્ટીને બહુમત, જીતી લીધી નગર નિગમની ચૂંટણી

    આમ આદમી પાર્ટીને દિલ્હી નગર નિગમ ચૂંટણીમાં બહુમત મળી ગયો છે. પાર્ટીએ અત્યાર સુધીમાં 126 સીટો પર જીત મેળવી લીધી છે. તો વળી ભાજપે 97 સીટ અને કોંગ્રેસે 7 તથા અન્યના ખાતામાં 3 સીટ ગઈ છે. 

    13:57 (IST)
    આપ પાર્ટી 121 વોર્ડમાં જીતી, ભાજપ 96 પર જીતી


    Delhi MCD Election Results 2022: દિલ્હી નગર નિગમ ચૂંટણીમા અત્યાર સુધીના પરિણામોમાં આમ આદમી પાર્ટીએ 121 વોર્ડ પર જીત નોંધાવી છે. ભાજપે 96 વોર્ડમાં જીત મેળવી છે, જ્યારે કોંગ્રેસ ફક્ત 7 વોર્ડ જીતી શકી છે. તો વળી 2 વોર્ડમાંથી અપક્ષ ઉમેદવારે જીત મેળવી છે. 

    12:41 (IST)
    169 સીટો પર પરિણામ આવ્યા

    169 સીટો પર પરિણામ આવી ચુક્યા છે. આમ આદમી પાર્ટીએ 92 સીટ પર જીત મેળવી લીધી છે. જ્યારે 72 સીટ પર ભાજપ ઉમેદવારને જીત મળી છે. કોંગ્રેસે ચાર સીટ મેળવી છે. જ્યારે એક સીટ પર અપક્ષે ખાતું ખોલાવ્યું છે. તો વળી આપ હાલમાં 45 સીટ પર જ્યારે ભાજપ 28 પર આગળ ચાલી રહ્યું છે. કોંગ્રેસ 5 સીટ પર આગળ છે. તો વળી બે સીટ પર અપક્ષ અને એક સીટ પર ઓવૈસીની પાર્ટી ચાલી રહી છે.

    12:4 (IST)
    એમસીડી ઈલેક્શનમાં દિલ્હી આપ પાર્ટીના ટ્રાંસજેન્ડર ઉમેદવારની જીત

    સુલ્તાનપુરી એ વોર્ડમાંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર બોબી જીતા ગયા છે. પહેલી વાર એમસીડીમાં ટ્રાંસજેન્ડર સમુદાયમાંથી કોઈ સભ્ય બન્યું છે.

    11:26 (IST)
    અત્યાર સુધીમાં 30 સીટ પર પરિણામ આવ્યા 

    Delhi Nagar Nigam Chunav Result 2022: અત્યાર સુધીમાં 30 સીટ પર પરિણામ આવ્યા છે. આમ આદમી પાર્ટી અને ભાજપને 14-14 સીટ પર જીત મળી છે, જ્યારે કોંગ્રેસને 2 સીટ પર જીત મળી છે. આપ 116 સીટ પર આગળ ચાલી રહી છે. જ્યારે ભાજપ 91 સીટ અને કોંગ્રેસ 9 સીટ પર આગળ ચાલી રહી છે. 3 સીટ પર અપક્ષ અને એક સીટ પર બસપા આગળ ચાલી રહી છે. 

    10:37 (IST)
    ભાજપ અને આપ પાર્ટી બે-બે સીટ પર જીત, 112-112 સીટ પર આગળ

    દરિયાગંજથી આમ આદમી પાર્ટીની સારિકા જીતી
    ગૌતમપુરીથી ભાજપના સત્યા શર્માની જીત
    સંતનગરથી આમ આદમી પાર્ટીના રુબી જીત્યા

    10:6 (IST)

    ભાજપ 123, આમ આદમી પાર્ટી 119 અને કોંગ્રેસ 6 વોર્ડમાં આગળ 


    9:48 (IST)
    દિલ્હી સીએમ કેજરીવાલના ઘરે નેતાઓની ભીડ લાગી

    MCD Election Results:દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના ઘરે નેતાઓની ભીડ એકઠી થઈ છે. ડેપ્યુટી સીએમ મનીષ સિસોદીયા ઉપરાંત રાઘવ ચઢ્ઢા પણ તેમના નિવાસસ્થાને પહોંચ્યા છે. આપ કાર્યાલય બહાર જોરદાર તૈયારીઓ શરુ થઈ ગઈ છે. એમસીડી ચૂંટણીમાં ભાજપ અને આપ વચ્ચે કાંટાની ટક્કર ચાલી રહી છે. 

    9:45 (IST)
    કેજરીવાલના ઘરે જશનની તૈયારી, ફુલ મગાવ્યા


    delhi mcd election 2022 result: દિલ્હી એમસીડી ચૂંટણીમાં વોટિંગની ગણતરી ચાલુ છે. આ તમામની વચ્ચે આમ આદમી પાર્ટી કાર્યકર્તાઓના ચહેર પર ખુશીની લહેર ચાલી રહી છે. હકીકતમાં શરુઆતી વલણમાં પાર્ટી આગળ ચાલી રહી છે. આ તમામની વચ્ચે અરવિંદ કેજરીવાલના ઘર પર જશ્નની તૈયારી ચાલી રહી છે. ફુલ પણ મગાવી લીધા છે.

    9:22 (IST)
    વલણમાં આપને બહુમત

    અત્યાર સુધીના વલણ મુજબ આમ આદમી પાર્ટીને બહુમત મળી ગયો છે. આમ આદમી પાર્ટી 129 સીટ પર આગળ ચાલી રહી છે. તો વળી ભાજપ 114 સીટ પર લી઼ડ પર છે. કોંગ્રેસના ઉમેદવાર 5 સીટ પર આગળ ચાલી રહ્યા છે. આ ઉપરાંત એક સીટ પર અપક્ષ આગળ છે. 

    નવી દિલ્હી: દિલ્હી નગર નિગમ ચૂંટણી માટે મતની ગણતરી આજે સવારે 8 વાગ્યાથી શરુ થઈ ગઈ છે. એમસીડી ચૂંટણીના એક્ઝિટ પોલમાં લગભગ તમામ સર્વે આમ આદમી પાર્ટીની જીત અને ભારતીય જનતા પાર્ટીના 15 વર્ષના શાસનનો અંત હોવાનું અનુમાન લગાવી રહ્યા છે. એમસીડી ચૂંટણીમાં મોટા પાયે ઉત્સાહી આપ, આત્મવિશ્વસાથી ભરેલી ભાજપ અને આશાવાદી કોંગ્રેસની વચ્ચે ત્રિકોણીય ટક્કર તરીકે જોવામાં આવી હતી. દિલ્હી નગર નિગમમાં 250 વોર્ડ છે અને 1349 ઉમેદવારોની નસીબ ઈવીએમમાં બંધ છે. મતગણતરી માટે 42 કેન્દ્રો બનાવ્યા છે. દિલ્હીએ 4 ડિસેમ્બેર થયેલા એમસીડી ચૂંટણીમાં 50.48 ટકા મતદાન નોંધાવ્યું હતું.

    મત ગણતરી કેન્દ્ર શાસ્ત્રી પાર્ક, યમુના વિહાર, મયૂર વિહાર, નંદ નગરી, દ્વારકા, ઓખલા, મંગોલપુરી, પીતમપુરા, અલીપુર અને મોડલ ટાઉન સહિતના વિસ્તારોમાં આવેલા છે. મતગણતરી કેન્દ્ર પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ ફોર્સની 20 કંપનીઓ અને 10,000થી વધારે પોલીસ કર્મીઓ સુરક્ષામાં તૈનાત કર્યા છે.
    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन