Home /News /national-international /Delhi MCD Election 2022 Results: આ વખતે નગર નિગમ કેજરીવાલ આંચકી લેશે કે ભાજપનું થશે પુનરાવર્તન

Delhi MCD Election 2022 Results: આ વખતે નગર નિગમ કેજરીવાલ આંચકી લેશે કે ભાજપનું થશે પુનરાવર્તન

delhi mcd election 2022 result

દિલ્હી નગર નિગમ ચૂંટણી માટે મતની ગણતરી આજે સવારે 8 વાગ્યાથી શરુ થઈ જશે. એમસીડી ચૂંટણીના એક્ઝિટ પોલમાં લગભગ તમામ સર્વે આમ આદમી પાર્ટીની જીત અને ભારતીય જનતા પાર્ટીના 15 વર્ષના શાસનનો અંત હોવાનું અનુમાન લગાવી રહ્યા છે.

  દિલ્હી: દિલ્હી નગર નિગમ ચૂંટણી માટે મતની ગણતરી આજે સવારે 8 વાગ્યાથી શરુ થઈ જશે. એમસીડી ચૂંટણીના એક્ઝિટ પોલમાં લગભગ તમામ સર્વે આમ આદમી પાર્ટીની જીત અને ભારતીય જનતા પાર્ટીના 15 વર્ષના શાસનનો અંત હોવાનું અનુમાન લગાવી રહ્યા છે. એમસીડી ચૂંટણીમાં મોટા પાયે ઉત્સાહી આપ, આત્મવિશ્વસાથી ભરેલી ભાજપ અને આશાવાદી કોંગ્રેસની વચ્ચે ત્રિકોણીય ટક્કર તરીકે જોવામાં આવી હતી. દિલ્હી નગર નિગમમાં 250 વોર્ડ છે અને 1349 ઉમેદવારોની નસીબ ઈવીએમમાં બંધ છે. મતગણતરી માટે 42 કેન્દ્રો બનાવ્યા છે. દિલ્હીએ 4 ડિસેમ્બેર થયેલા એમસીડી ચૂંટણીમાં 50.48 ટકા મતદાન નોંધાવ્યું હતું.

  આ પણ વાંચો: દિલ્હીની યૂટ્યૂબરની ધરપકડ, હનીટ્રેપમાં ફસાવીને વેપારીના 80 લાખ પડાવી લીધા હતા

  મત ગણતરી કેન્દ્ર શાસ્ત્રી પાર્ક, યમુના વિહાર, મયૂર વિહાર, નંદ નગરી, દ્વારકા, ઓખલા, મંગોલપુરી, પીતમપુરા, અલીપુર અને મોડલ ટાઉન સહિતના વિસ્તારોમાં આવેલા છે. મતગણતરી કેન્દ્ર પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ ફોર્સની 20 કંપનીઓ અને 10,000થી વધારે પોલીસ કર્મીઓ સુરક્ષામાં તૈનાત કર્યા છે. દિલ્હી નગર નિગમના એકીકરણ બાદ આ પ્રથમ ચૂંટણી છે, જે પહેલા 3 ભાગમાં વહેંચાયેલી હતી. જેમાં ઉત્તર એમસીડી અને દક્ષિણી એમસીડીમાં 104-104 વોર્ડ હતા. જ્યારે પૂર્વી એમસીડીમાં કુલ 64 વોર્ડ હતા. આવી જ રીતે આ ત્રણેય નગર નિગમ મળીને કુલ 272 સીટો હતી. પરિસીમન બાદ ત્રણેય નગર નિગમ મળીને એમસીડી કુલ વોર્ડની સંખ્યા 272થી ઘટીને 250 થઈ ગઈ.

  250 વોર્ડ પર 1349 ઉમેદવારોનું નસીબ આજે ખુલશે


  રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં એમસીડી ચૂંટણી માટે રવિવારે 4 ડિસેમ્બરે મતદાન થયું હતું, જેમાં 5048 ટકા મતદાન થયું હતું. તેની સાથે જ એમસીડીના 250 વોર્ડ પર ઊભા રહેલા કુલ 1349 ઉમેદવારોનું ભવિષ્ય ઈવીએમમાં કેદ થઈ ગયું હતું. હવે બુધવારે સવારે 8 વાગ્યે આ ઈવીએમના તાળા ખોલાશે અને મતગણતરી શરુ થશે.
  Published by:Pravin Makwana
  First published:

  Tags: Delhi Election

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन